છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાત્રિના 12:00 થી 1વાગ્યાના સમય ગાળામાં વીજ પુરવઠો ખોરવાતા લોકો વીજ કચેરી ખાતે ભેગા થયા હતા અને અધિકારી...
પરિણીતાએ મારા લગ્ન થઈ ગયા છે તેવું કહેતા તેને મારી નાખવાની ધમકી.. માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પૂર્વ પ્રેમીએ સાત વર્ષ બાદ...
વિશ્વામિત્રી નદી કિનારાનો જે પ્રતિબંધિત વિસ્તાર છે એને રેસીડેન્સીયલ વિસ્તારમાં ફેરવી મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો તેવા તમામ અધિકારીઓ અને નેતાઓને સૌથી પહેલા...
સવારથી પાલિકાના કાફલાએ પહોંચી કાર્યવાહી શરૂ કરી વડોદરા પાલિકાએ આપેલી સમય મર્યાદાના કલાકો પૂરા થતા અગોરા મોલ સહિત વિશ્વામિત્રી નદી આસપાસના ગેરકાયદેસર...
આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ ની આગાહી? નવરાત્રી દરમિયાન વરસાદની અંબાલાલ પટેલની આગાહી શુક્રવારે સવારથી જ શહેરમાં વરસાદ...
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે દેશના કામદારોને મોટી ભેટ આપી છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારે કામદારો માટે વેરિયેબલ મોંઘવારી...
કાનપુરઃ ભારત-બાંગ્લાદેશની બે ટેસ્ટ મેચની સિરિઝની બીજી મેચ આજે તા. 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થઈ છે. ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય...
સુરતઃ એક તરફ સુરત શહેર પોલીસ કમિશનર સિગ્નલ, રોંગ સાઈડ જેવા નિયમોનું પાલન કરાવી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માંગે છે, બીજી તરફ...
એવું માનવામાં આવે કે ગુજરાતીઓ અને તેમાંય સુરતીઓને તો ચાનો જ ભારે ચસ્કો. જોકે, હવે સુરતના અર્બન યુથમાં કોફીનો ક્રેઝ ખૂબ જ...
નવી દિલ્હીઃ તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમમાં કથિત ભેળસેળના કારણે ઉત્તર પ્રદેશના મંદિરોમાં એલર્ટ જોવા મળી રહ્યું છે. અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરાના મોટા...
સુરત એક સમયે દેશની આર્થિક રાજધાની હતું. કાળક્રમે તેનું આ સ્થાન મુંબઈએ છીનવી લીધું પરંતુ આગામી દિવસોમાં સુરત ફરી વિકાસના પંથે અગ્રેસર...
અમદાવાદઃ ચોમાસું પુરું થવા આડે છે ત્યારે હવે ફરી એકવાર રાજ્યમાં મેઘરાજા વરસ્યા છે. છેલ્લાં બે દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લામાં ધોધમાર...
અટક એટલે નામ જ્યાં અટકે તે સ્થાન..!આપણામાં નામની સાથે અટકનું ઘણું મહત્વ છે. નામ અલગ હોઈ શકે પણ અટક થી વ્યકિતને અલગ...
પાંચમી નવેમ્બર ૨૦૨૪ ના રોજ અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી છે . જેમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ કમલા હેરિસ વચ્ચે ૧૦ મી...
કોઈકે લખ્યું છે કે, આજ શહર મેં ઇતના સન્નાટા ક્યું હૈ? યકીનન કોઈ ત્યૌહાર હોંગા… ખાસ કરીને ગણેશોત્સવ વખતે વાતાવરણ તંગ અને...
એક યુવાન અને યુવતી એકબીજાને પ્રેમ કરે છે.બહુ પ્રેમ કરે છે. એક દિવસ પ્રેમની મસ્તીમાં યુવતી યુવાનને પૂછે છે કે શું હું...
તમે કદી આનંદમેળામાં ગયા છો? એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા છો? ત્યાં ચકડોળ હોય છે.ટ્રેન હોય છે. જાત જાતની રાઇડ્સ હોય છે, જેમાં બેસીને...
ભારતમાં મહિલાઓનું શ્રમ બજારમાં યોગદાન ઘણું ઓછું છે. માત્ર ૩૭ ટકા મહિલાઓ જ વ્યાવસાયિક કામ કરે છે. એક રસપ્રદ વાત એ છે...
ઓડિશામાં તાજેતરમાં એક લશ્કરી અધિકારી અને તેની મંગેતર સાથે એક પોલીસ સ્ટેશનમાં ભયંકર દુર્વ્યવહાર થયો એવા અહેવાલો એ દેશભરમાં ચર્ચા જગાડી છે...
હિઝબોલ્લાહ પરના તેમના હુમલાથી ઇઝરાયેલી નેતાઓ ઉત્સાહિત થઈ ગયા હોય તેવું લાગે છે.પેજર અને વોકી ટોકીઝમાં વિસ્ફોટોથી શરૂ થયેલી ઇઝરાયેલી કાર્યવાહી હવે...
શહેરમાં બુધવારે સમી સાંજે તીવ્ર પવન સાથે 110-120 કિલોમીટર ની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં મળીને 156 જેટલા નાના મોટા...
મોરવા હડફ ખાતે કોર્ટમાં નાઝર તરીકે નોકરી કરતાં પતિ સામે ફરિયાદ આપી (પ્રતિનિધિ) લુણાવાડા તા.26 મહિસાગર જિલ્લા પોલીસના વુમન હેડ કોન્સ્ટેબલને તેના...
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે સુંદણ ફાટક નજીકથી દારૂ ભરેલું ટેન્કર લઇ જતાં બે પકડાયાં (પ્રતિનિધિ) આણંદ તા.26 આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે વાસદ...
હલધરવાસમાં માત્ર ત્રણ વર્ષમાં,બે દિકરી,પત્ની,માતા અને પિતાની છત્રછાયા ગુમાવનારના હૃદયની ભારે કથા-વ્યથા પપ્પા ઘર માટે કશું લેતી આવું..??પુછનાર એન્જિનિયર દિકરીને બુધવારે અધરસ્તે...
મહિસાગર જિલ્લા વાસ્મો કચેરી દ્વારા ખોટા બિલો તેમજ મનસ્વી કામગીરી બાબતે 3 કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી (પ્રતિનિધિ) સંતરામપુર તા 25 મહીસાગર જિલ્લામાં વાસ્મો...
પ્રતિનિધિ વડોદરા તા.26 ગોરવા પંચવટી વિસ્તારમાં ઘરકામ કરતી મહિલા કબાટમાંથી રૂ.45 હજારના મતાની ચોરી કરી ફરા થઈ ગઈ હતી. જેથી મકાન માલિક...
વડોદરા શહેરમાં ગતરોજ ખાબકેલા વરસાદ સાથે વાવાઝોડાને કારણે એક મહિલાને વીજ કરંટ લાગ્યો હતો.જ્યારે હાઇવે પર સાઈનબોર્ડ પડતા એક વ્યક્તિનું મોત થયું...
બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે અને...
વડોદરા શહેરમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદથી ભારે નુકસાન થયું છે. આગામી દિવસોમાં પણ 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાય તેવી પરિસ્થિતિ છે, જેના...
નવસારી: નવસારી જિલ્લામાં આજે પણ વરસાદ યથાવત રહ્યો હતો. જિલ્લામાં આજે પણ અંધારપટ રહ્યું હતું. સાથે વરસાદના જોરદાર ઝાપટાઓ પડયા હતા. જેના...
અમદાવાદઃ ધારદાર, ખતરનાક, જીવેલણ ચાઈનીઝ દોરા પર તો પહેલાથી જ પ્રતિબંધ હતો પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટે કાચથી બનતા માંજા પર પણ પ્રતિબંધ મુકયો છે, જેના લીધે ઉતરાયણમાં પેચ લડાવી પતંગ કેવી રીતે કાપીશું તેની ચિંતા પતંગ રસિયાઓમાં ઉભી થઈ છે.
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યમાં વિવિધ ઠેકાણે પતંગ અને દોરીનું વેચાણ થઈ રહ્યું છે. દરમિયાન આજે 10 જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સ્પષ્ટતા કરાઈ છે. હાઈકોર્ટ અનુસાર રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરા પર જ નહીં પરંતુ કાચના પાઉડર ચડાવીને બનાવતા માંજાના વેચાણ પર પણ પ્રતિબંધ છે.
હાઈકોર્ટે કહ્યું કે, કોટન દોરી જે ગ્લાસ કોટિંગ (કાચના પાઉડરથી રંગેલી દોરી) કરેલી હોય તેના ઉત્પાદન, વેચાણ, ખરીદ અને વપરાશ પર પ્રતિબંધ છે. હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરવા સરકારને નિર્દેશ કર્યો છે. તેથી હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીના ઉત્પાદક, વેપારીઓ સામે કાર્યવાહી કરી શકે છે.
ગયા વર્ષે 13 હજાર પક્ષી ઘાયલ થયા હતા
આ મામલે અગાઉ તા. 8 જાન્યુઆરીએ ચીફ જ્જ સુનિતા અગ્રવાલ અને જ્જ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી, તેમાં અરજદારના વકીલ ભુનેશ રૂપેરાએ કહ્યું હતું કે, ઘાતક માંજાથી માણસોની સાથો સાથ પક્ષીઓ પણ ઘાયલ થાય છે. ગયા વર્ષે ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યમાં 13 હજારથી વધુ પક્ષીના કાતિલ માંજાથી કપાઈ જવાના લીધે મોત થયા હતા.
રાજ્ય સરકાર કામગીરીનો રિપોર્ટ કોર્ટને સોંપશે
સરકારી વકીલે કહ્યું કે, ઉત્તરાયણ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કરાતી કામગીરીનો એક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાશે. સરકારે ચાઈનીઝ નાયલોન દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુક્યો છે. 24 ડિસેમ્બર 2024ના રોજ ગૃહ વિભાગે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. પોલીસ, મનપા સહિતના સરકારી વિભાગોને કસૂરવારો સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
અરજદારના વકીલે કહ્યું, પ્રતિબંધ નકામો
અરજદારના વકીલે કહ્યું કે, પોલીસ કાતિલ માંજાનું ઉત્પાદન કરનાર ઉત્પાદકો સામે કોઈ પગલાં લેતી નથી. ચાઈનીઝ દોરીની એક ફિરકી પકડાય ત્યારે ફરિયાદ નોંધે છે. ઉત્પાદક સામે કોઈ પગલાં લેવાતા નથી. તેથી પ્રતિબંધનો હેતુ સિદ્ધ થઈ રહ્યો નથી. કોર્ટે કહ્યું ઉત્પાદક સામે પગલાં ન લેવાય તો પ્રતિબંધ કોઈ કામનો નથી. ઉત્પાદકો સામે કાર્યવાહી થવી જોઈએ.