વડોદરામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતી બાદ રોગચાળો વકર્યો વડોદરા શહેરમાં વરસાદ પછીના 14 દિવસમાં કૉર્પોરેશનના ચોપડે નોંધાયેલા ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, કોલેરા...
પ્રતિનિધિ વડોદરા તા. 16દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ ખાતેથી તેમના દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ...
પકડ વોરંટ ઇશ્યુ કરવા ગયા તે સમયે પટ્ટા – ટોપી ઉતારી દેવાની ધમકી આપી (પ્રતિનિધિ) ખંભાત તા.16 ખંભાતના ઉંદેલ ગામમાં રહેતા માથાભારે...
વર્ષ 2024નું બીજું અને છેલ્લુ ચંદ્રગ્રહણ ૧૮ સપ્ટેમ્બર,બુધવારને ભાદરવી પૂનમે…. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભારતમાં દેખાશે નહીં માટે પાળવાનું રહેશે નહીં.. સવારે 6:11 વાગ્યે...
પ્રતિનિધિ વડોદરા તા.16 વડોદરા ડભોઇ રોડ પર ઈંડા લેવા ગયેલા યુવકનો ઇંડા ફ્રાયના રૂપિયા મુદ્દે લારીવાળા વેપારી તથા તેની પત્ની સાથે...
સમસ્યાઓ જો મીડિયા ઉજાગર ન કરે તો તંત્ર હાથ પર હાથ રાખીને બેસી જ રહેશે પ્રતિનિધિ વડોદરા તા. 16ચોમાસામાં વરસાદ આવે ત્યારે...
ગણેશ વિસર્જનના દિવસે આરટીઓમાં કામગીરી ચાલુ રહેશે : અરજદારોને મુશ્કેલી ના પડે તે માટે તમામ કામગીરી યથાવત : ( પ્રતિનિધિ )વડોદરા,તા.16 વડોદરા...
પ્રતિનિધિ વડોદરા તા.16 વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં કરોડોનો બંગ્લો ધરાવનાર તત્કાલિન ટીપીઓ કૈલાશ ભોયાના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી...
શ્રધ્ધાળુઓ માટે પગપાળા માર્ગે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિસામો તથા પાણી -નાસ્તા-જમવાની વ્યવસ્થા.. અંબાજી ની ધજા, રથ સાથે પદયાત્રીઓ 12 તારીખથી ન અંબાજી...
જાહેર રોડ પર હોસ્પિટલના સ્ટાફ સહિતના લોકોના વાહનોનું આડેધડ પાર્કિંગ છતાં કેમ પગલા ભરાતા નથી ? હાલાકી ભોગવતા લોકોએ વારંવાર પાર્કિંગ અન્ય...
પ્રતિનિધિ વડોદરા તા.16 પહેલા ઐતિહાસિક જુનીગઢ, ત્યારબાદ મુસ્લિમ સમાજના જુલુસ અને ત્યારબાદ હવે અનંત ચૌદશના દિવસે ગણપતિના વિસર્જન પણ શાંતિપૂર્ણ માહોલમાં સપન્ન...
શ્રી દયાળભાઉ બાળ યુવક મંડળદ્વારા સ્થાપિત શ્રીજીનેછપ્પનભોગ અર્પિત કરતાં શ્રીજીએ ભોગ ગ્રહણ કર્યો હોવાની વાતો લોકટોળાં દર્શને. ગણેશચતુર્થી પર્વેથી સંસ્કારી નગરી વડોદરા...
નવી દિલ્હીઃ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 માં, ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે તા. 16 સપ્ટેમ્બરને સોમવારના...
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તા. 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ...
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલના આ નિવેદનથી દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે કે તેઓ એક દિવસ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી...
સુરતઃ શહેરમાં ગણેશ ભક્તોએ નવ દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરી છે. બાપ્પાની સેવાપૂજા કર્યા બાદ હવે આવતીકાલે તા. 17 સપ્ટેમ્બરના...
નવી દિલ્હીઃ બજાજ ગ્રુપના બજાજ હાઉસિંગ ફાઈનાન્સના શેરોએ આજે શેરબજારમાં જોરદાર એન્ટ્રી કરી છે. બજાજ હાઉસિંગ સ્ટોક શેરબજારમાં લિસ્ટ થતાની સાથે જ...
પ્રતિનિધિ વડોદરા તા 16 ડભોઇ રોડ પર સોમા તળાવ વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતી મહિલા પોતાના પતિના પાનના ગલ્લાના પગથીયા પર બેઠા હતા....
સુરતઃ સુરત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે સજ્જ અને સક્ષમ છે.રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલૂસ કાઢવા મંજૂરી આપી અનોખો દાખલો બેસાડ્યો સૈયદપુરાની...
સુરત: શહેર પોલીસ આજે ઇદે મિલાદ અને બીજા દિવસે ગણેશ વિસર્જન છે ત્યારે પોલીસના ભવાં હાલમાં અદ્ધર થઇ ગયા છે. સૈયદપુરામાં પથ્થરમારા...
સુરત: ડિંડોલીમાં દોઢ વર્ષની બાળકી 18 જેટલા મેગ્નેટિક મણકા ગળી ગઇ હતી. સ્મીમેર હોસ્પિટલમાં તેની સફળ સર્જરી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી...
નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રમ્પ...
કવાંટ : મધ્યપ્રદેશમાંથી ગુજરાત રાજ્યમાં શાકભાજીની આડમાં લઈ જવાતા પીકઅપ ડાલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરનો કુલ કિ.રૂ. ૭,૧૧,૩૮૦નો પ્રોહી મુદ્દામાલ કવાંટ પોલીસે...
અમદાવાદઃ સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાને સવારે વાવોલમાં...
ઘટનાચક્રની ગતિ હંમેશાં અકળ હોય છે. ક્યારેક એ રૉકેટ ગતિએ ભાગે છે, તો ક્યારેક ગોકળગાયની ગતિએ ઢસરડા કરતું ચાલે છે. જે હોય...
એક સમય હતો, લગભગ બે અઢી દશક અગાઉ, જયારે ભારતમાં પાકિસ્તાની ક્રિકેટરો સેલીબ્રિટીઓ હતા. એ પછી પાકિસ્તાનની ત્રાસવાદતરફી નીતિઓ અને ઘરઆંગણાની આર્થિક...
આપણે અવારનવાર સાંભળીએ છીએ કે શિક્ષણ કથળી રહ્યુ છે. આ બાબતે ચાલો થોડી વિગતે ચર્ચા કરીએ. શીક્ષકોની ફરજ શિક્ષણ આપવાની હોય છે...
હાલ ક્રુડ તેલ 21 ટકા જેટલું સસ્તું થયું છે છતાં સરકાર પેટ્રોલ કે ડીઝલનો ભાવઘટાડો કરવાના મૂડમાં નથી. જ્યારે પણ ક્રુડ તેલના...
આમ તો ખુરશી એટલે ચાર પાતળા પાયાવાળું આધાર સાથેનું મધ્યમ પ્રકારનું આસન. અલબત્ત,ખુરશી એ માનનું કે પદ-હોદ્દા અમલનું સ્થાન કહેવાય. કોઈ સારા-માઠા...
મનુષ્ય હોય કે પ્રાણી, સૌને હાથે-પગે નખ હોય છે. તૃણાહારી પ્રાણીઓના નખને ખરી કહેવાય છે અને માંસાહારીઓને નહોર હોય છે. માનવ અને...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-જમુના-સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી શરૂ થઈ રહેલાં મહાકુંભ આડે થોડા દિવસો બાકી છે. યુનેસ્કોએ કુંભ મેળાને માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. આ વખતના કુંભ મેળામાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવશે એવી શક્યતા છે. 75 દિવસ ચાલનારા મહાકુંભમાં 75 દેશના 25 કરોડથી વધારે તીર્થયાત્રી આવશે એવી શક્યતા છે. પ્રયાગરાજમાં 21મી સદીના આ ત્રીજા મહાકુંભમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ થશે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા રજૂ થશે. મહાકુંભમાં પહેલી વાર મહારાજા હર્ષવર્ધન વિશે જાણકારી અપાશે. તેઓ આ મહા આયોજન માટે મોટાપાયે દાન આપતા હતા. ચીની યાત્રી હ્યુઅન ત્યાંગે પોતાના વૃત્તાંતમાં આ અંગે નોંધ લખી હતી. 12 વર્ષ પછી યોજાનાર કુંભ મેળાની તૈયારી માટે ઉત્તર પ્રદેશ સરકાર 2500 કરોડથી વધારે ખર્ચ કરી રહી છે. નોંધનીય છે કે, દેશમાં ત્રણ સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે.
એટલું જ નહીં, આ વખતે શાહી સ્નાન માટે દેશભરમાંથી 2500 ટ્રેન, 10 હજાર બસ દોડશે, સરકાર 2500 કરોડ ખર્ચશે. ડ્રોન, CCTV કેમેરા સાથે AIનો ઉપયોગ પણ થશે. મેળા વિસ્તારમાં અને પ્રયાગરાજ શહેર CCTVથી સજ્જ થશે. ઉપકરણો પાછળ 400 કરોડ રૂપિયા ખર્ચાશે. 5 એકરમાં ફેલાયેલા સાંસ્કૃતિક ગ્રામમાં AR અને VR હબ બનાવવામાં આવશે. જેમાં મહાકુંભનું પૌરાણિક, ઐતિહાસિક, આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવવામાં આવશે. કાળખંડમાં મહાકુંભની યાત્રા રજૂ કરાશે. મૌની અમાસ પર શાહી સ્નાનમાં 6 કરોડ લોકો આવશે એવી શક્યતા છે. 2013નો મહાકુંભ 3200 હેક્ટરમાં હતો. આ વખતે 4 હજાર હેક્ટર વિસ્તારમાં હશે. આ બધું તો સમજ્યા પણ હવે જેની વાત કરવા જઈ રહ્યા છીએ, જો એટલું કરવામાં આવે તો મહાકુંભમાં મળનારું પુણ્ય ઘરેબેઠાં મળી શકે તેમ છે!
મહાકુંભને આપણે દેશનો સૌથી મોટો ધાર્મિક મેળો માનીએ છીએ. કુંભમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. અલબત્ત, દરેક શ્રદ્ધાળુએ મહાકુંભનો ભાગ બનતા પહેલાં કેટલીક મૂળભૂત બાબતોને યાદ કરવાની જરૂર છે. એવી બાબતો જેને આપણે ઘણી વાર અવગણીએ છીએ. મહાકુંભમાં સ્નાન કરવાથી આપણાં પાપ તો ધોવાશે પણ આ બાબતોને નહીં અવગણીએ તો પુણ્ય મળશે, એ નક્કી છે.
સૌથી પહેલાં – જીવન આપતી નદીઓ અને સ્નાન :
કુંભ હોય કે મહાકુંભ, સંગમ કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે પરંતુ નદીઓમાં સ્નાન કરવાની ભાગદોડ વચ્ચે લોકો ઘણી વાર કેટલાક શાશ્વત નિયમોની અવગણના કરે છે. આપણા પૂર્વજોએ નદીઓમાં સ્નાન કરવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આજે પણ આ નિયમોની ઉપયોગિતા એટલી જ નથી પણ વધી છે.
સૌ પ્રથમ તો દેશવાસીઓની જવાબદારી છે કે જે નદીઓ આપણને જીવન આપે છે, જેને આપણે ‘મૈયા’કહીએ છીએ, જેમાં સ્નાન કરીને આપણે પવિત્રતા અનુભવીએ છીએ, તેને દરેક રીતે પ્રદૂષિત થવાથી બચાવીએ. પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરીને આ કરવું ખૂબ જ સરળ છે.
આપણાં શાસ્ત્રો કહે છે કે સૌ પ્રથમ નદીના કિનારે પાણીથી સ્નાન કરવું જોઈએ અને પછી નદીમાં ડૂબકી મારવી જોઈએ (मलं प्रक्षालयेत्तीरे तत: स्नानं समाचरेत् – मेधातिथि). આજે પણ સોસાયટીઓના સ્વિમિંગ પુલમાં સીધા નહાવા પર પ્રતિબંધ છે. લોકો બહાર સ્નાન કરે છે અને પછી પૂલની અંદર કૂદે છે. કલ્પના કરો કે નદીઓમાં સ્નાન કરતી વખતે જો આવી જ શિસ્ત જાળવવામાં આવે તો તે કેવો ચમત્કાર હશે! એ પણ વિચારવા જેવું છે કે આપણે કેવો વારસો આવનારી પેઢીઓ માટે છોડવાના પક્ષમાં છીએ?
બીજી વાત છે
ઘાટની સફાઈ :
નદીઓના કિનારે પૂજા કરવી એ કુદરતી બાબત છે. જ્યારે લોકો પૂજાની બાકીની સામગ્રીને ઘાટ પર છોડી દે છે ત્યારે સમસ્યા શરૂ થાય છે. દરેક મોટા ઉત્સવ દરમિયાન ઘાટ પર ફૂલોના હાર, દીવા, અગરબત્તી જેવી વસ્તુઓના અવશેષો મોટા પાયે જોવા મળે છે. ગણેશોત્સવમાં વિસર્જનના એ દિવસો યાદ કરો. તેમના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. વ્યક્તિગત સ્તરે અને વહીવટી સ્તરે બંને.
એક ઉપાય એ છે કે આ વસ્તુઓના અવશેષોને જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં રેતી અથવા માટીમાં યોગ્ય રીતે દાટી દો અને તેને સમતળ કરો. આ પરંપરાગત પદ્ધતિ છે. જ્યાં આવું કરવું શક્ય ન હોય ત્યાં આ વસ્તુઓને વહીવટીતંત્ર દ્વારા નિયુક્ત સ્થળોએ અથવા માત્ર કૃત્રિમ તળાવોમાં જ ફેંકવી જોઈએ. ઉપરાંત, પૂજા માટે બાયોડિગ્રેડેબલ વસ્તુઓ પસંદ કરવી વધુ સારું રહેશે. પવિત્ર સ્થાનો અને નદીની આસપાસ સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે તો દુનિયા સામે આપણા સાંસ્કૃતિક વારસા અને મહાકુંભનું અદ્દભુત ચિત્ર રજૂ કરી શકાશે.
ત્રીજી વાત
પર્યાવરણ માટે કાળજી :
પર્યાવરણ સંરક્ષણ આજે સમગ્ર વિશ્વ માટે એક મોટો મુદ્દો બની ગયો છે. આવી સ્થિતિમાં જો મહાકુંભ દરમિયાન આપણે દેશ અને દુનિયાને પર્યાવરણની રક્ષાનો પાઠ ભણાવી શકીએ તો બહુ મોટી વાત કહેવાય. પાણી અને જમીનના સંરક્ષણ પર વધુ ધ્યાન આપવું એ સમયની જરૂરિયાત છે.
જ્યાં પ્રવેશતા પહેલાં એક વાર બહારથી સ્નાન કરવાનો જૂનો નિયમ છે એવી પવિત્ર નદીઓને દૂષિત કરવી કેટલું યોગ્ય ગણાશે? તે વિચારવા જેવું છે. તેથી, સલાહ આપવામાં આવે છે કે નદીઓમાં કોઈ ઝેરી અથવા હાનિકારક વસ્તુઓ ફેંકવામાં ન આવે. માણસે માત્ર પોતાના વિશે જ નહીં, માછલીઓ અને અસંખ્ય જળચર પ્રાણીઓ વિશે પણ વિચારવું જોઈએ. નદીઓ તેમનાં ઘર છે. આપણાં ઘરમાં કોઈ કચરો ફેંકે તો આપણે ચલાવી લઈએ?
એ જ રીતે, પૃથ્વીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આપણે ‘माता भूमिः पुत्रोऽहं पृथिव्याः’ સૂત્રના રૂપમાં યાદ રાખવું પડશે. આ વેદનું કથન છે, જે કહે છે કે, “ભૂમિ આપણી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું…” અહીં માત્ર અંદર સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાને બદલે સમગ્ર પૃથ્વીને પોતાની તરીકે સ્વીકારવાનો સંદેશ છે. મહાકુંભના કાર્યક્ષેત્રમાં આવતી જમીન પર સિઝનને અનુરૂપ વૃક્ષારોપણની યોજના પણ તૈયાર કરવી જોઈએ.
મહાકુંભ જેવા મોટા ઉત્સવો કે ભીડભાડવાળા સ્થળોએ આપણી ધીરજની ઘણી વાર ખરી કસોટી થાય છે. આ કસોટી પાસ કરવા માટે અગાઉથી તૈયારી કરવાની રહેશે. એકબીજાને પાછળ છોડવાની સ્પર્ધા ક્યારેક જીવલેણ સાબિત થાય છે. તેથી મોટા ઉત્સવો દરમિયાન નાસભાગ જેવી ઘટનાઓ ટાળવા માટે લોકોએ જરૂરી સાવચેતી રાખવી જોઈએ. યોગ્ય આયોજનથી કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને સરળતાથી ટાળી શકાય છે.
મોબાઈલ ફોન, આઈ-કાર્ડ અને આવશ્યક દવાઓ તમારી સાથે રાખવી જોઈએ. નાસભાગ કે અન્ય કોઈ ઈમરજન્સીના કિસ્સામાં અફવાઓથી દૂર રહેવું જોઈએ. હેલ્પ સેન્ટરના હેલ્પલાઈન નંબરો અગાઉથી સેવ કરવા જોઈએ. મુશ્કેલીના સમયમાં આ નાની-નાની વસ્તુઓ ખૂબ કામની સાબિત થાય છે.
એ સ્વીકાર્ય હકીકત છે કે કરોડો ભક્તો કુંભ અથવા મહાકુંભમાં મોટી શ્રદ્ધા ધરાવે છે. સદીઓથી થતો આ મહામેળો આપણી ધાર્મિક માન્યતાઓ,
આ વારસાને યોગ્ય રીતે સાચવવા અને તેની ચમક જાળવવા માટે સામૂહિક પ્રયાસની જરૂર પડશે. આ જવાબદારી એક જવાબદાર નાગરિક તરીકે કુંભમાં જતાં દરેક શ્રધ્ધાળુએ નિભાવવી જોઈએ. આજના સમયમાં વિશ્વના નેતા તરીકે ભારતની છબી સમગ્ર વિશ્વમાં મજબૂત થઈ રહી છે.
રમતગમતનું ક્ષેત્ર હોય કે મુત્સદ્દીગીરીનું ક્ષેત્ર હોય, આર્થિક હોય કે વ્યૂહાત્મક મોરચે, વિશ્વ આપણા દેશ તરફ ઘણી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. પ્રાચીન પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાથી અને દરેક દિશામાં વિકાસના ઝંડા લહેરાવીને આ શક્ય બન્યું છે. આવી સ્થિતિમાં ભારતે પણ સમગ્ર વિશ્વને ‘વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ’નો અર્થ અને મહત્ત્વ સમજાવવાની જવાબદારી નિભાવવી જોઈએ.
છેલ્લી વાત એ છે કે મહાકુંભ એક વિશાળ ઉત્સવ જેવો છે, જેનું આયોજન દર 12 વર્ષે એક વાર થાય છે. પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન દેશ અને દુનિયાની નજર આ તરફ રહેશે.
જેમાં મોટી સંખ્યામાં વિદેશી ભક્તો અને પ્રવાસીઓ પણ ઉપસ્થિત રહેશે. આ એક મોટી તક હશે જ્યારે આપણે આપણી ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસાની અદભુત ઝલક સૌની સામે રજૂ કરી શકીશું. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને નિભાવવી જોઈએ. –
દિપક આસર