માંજલપુરની કેનેરા બેંકનો મેનેજર હોવાની ખોટી ઓળખ આપી લોકો પાસેથી ગોલ્ડ મેળવી ત્રણ કરોડની ઠગાઇ કરનાર ફરાર આરોપી ઝડપાયો માંજલપુર પોલીસ સ્ટેશનમાં...
લંડનના વર્ક પરમીટ-વિઝાની લાલચે 26.50 લાખ ઉપરાંતની છેતરપિંડી ફોટો સ્ટુડિઓના માલિકને મિત્રે લેભાગુઓ સાથે પરિચય કરાવ્યો, લોભમાં આવી નાણાં ખોયા દીકરીને સ્ટડી...
નડિયાદમાં તાપમાનનો પારો 36 ડીગ્રીએ પહોંચ્યો (પ્રતિનિધિ) નડિયાદ, તા.21 નડિયાદ સહિત ખેડા જિલ્લાભરમાં ભર ચોમાસા વચ્ચે ઉનાળા જેવો તાપ છેલ્લા સપ્તાહ ઉપરાંતના...
શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સમગ્ર હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા બોરસદમાં શાંતિપૂર્ણ રેલી ગૌવંશ હત્યા મામલે ઝડપી કાર્યવાહી તેમજ ઘટનાની યોગ્ય તપાસ...
આણંદના હાડગુડ ગામમાં રહેતા ભાજેબાજે પોલીસના નામે છેતરપિંડી કરવા કારસો ઘડ્યોબેન્ક એકાઉન્ટ અનફ્રિઝ અને અનબ્લોક કરાવવા બેન્ક મેનેજરને સુચના આપી(પ્રતિનિધિ) આણંદ તા.21આણંદના...
એસટી કંડક્ટરના બંધ મકાન સહિત આસપાસની સોસાયટીમાં પણ ચોરી કરી (પ્રતિનિધિ) લુણાવાડા તા.21 લુણાવાડાના યોગેશ્વર નગર સોસાયટીમાં આવેલા એસટી કંડક્ટરના બંધ મકાનને...
4 th વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ 2024નુ મધ્યપ્રદેશ ખાતેના ઇન્દોર શહેરમાં આવેલ બાસ્કેટબોલ ઇન્ડોર સ્ટેડિયમ ઈન્દોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં...
વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિ મંડળની એફઆરસીના નવનિયુક્ત સભ્યોની લીધી મુલાકાત : વીપીએની તમામ શાળાની વ્યાજબી ફી નક્કી થાય તેવી રજૂઆત કરી વડોદરા...
નારાયણ વિદ્યાલયમાં વાલીઓ એકત્ર થઈ રજૂઆત કરતા ગોળ ગોળ જવાબ મળ્યા : જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ મદદની તૈયારીઓ દર્શાવવામાં આવી : વડોદરા...
પ્રાયોગિક ધોરણે હાથ ધરાયેલ પ્રોજેક્ટ સામે સવાલો ઉઠ્યા. રસ્તામાં પડેલા ખાડા પુરવાના બદલે એટલા ભાગમાં ફૂડ ડેપ્થ રેસ્ટોરેશનની પ્રક્રિયા કરાઈ હતી, ચોમાસામાં...
કોર્પોરેશનમાં ૬૭/૩/સી હેઠળ વધુ રૂપિયા ૭૯ લાખના બિલો રજૂ થયા.. પાલિકાની સ્થાયી સમિતિમાં ૬૭/3/સી હેઠળ થયેલા અલગ અલગ ત્રણ કામોના બિલો રજૂ...
બિહાર: ઝારખંડના (Jharkhand) રાજકારણમાં પાછલા કેટલાક દિવસોથી સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન (Champai Soren) પોતાની...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના (Supreme Court) SC-ST અનામતમાં ક્રીમી લેયર પરના નિર્ણય વિરુદ્ધ આજે દેશના 21 સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યુ હતું....
નવી દિલ્હી: કંગના રનૌત (Kangana Ranaut) પોતાની ફિલ્મ ‘ઇમરજન્સી’ને (Emergency) લઈને ફરી વિવાદમાં ઘેરાઇ ગઇ છે. ત્યારે ફરીદકોટના નીર્દલીય સાંસદ અને ઇન્દિરા...
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં મેડિકલ કોલેજના જ તબીબો ગંદકી વચ્ચે… ડ્રેનેજના ગંદા દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલ વચ્ચે તબીબો મજબૂર, હોસ્પિટલ...
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. યુક્રેનની સેનાએ રશિયાના ઘણા વિસ્તારો પણ કબજે કર્યા છે. હવે સમાચાર...
સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર ગેરબંધારણીય આપેલા ચુકાદાના વિરોધમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભારત...
વડોદરામાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા સહિત વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો નોંધાઈ...
નવી દિલ્હીઃ આપણી આંખો કેમેરાની જેમ કામ કરે છે. કારણ કે તે નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે, જેથી આપણે આસપાસની ચીજવસ્તુઓને...
નવી દિલ્હીઃ એવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે, જેમાં આઈસ્ક્રીમમાં કાનના કીડા, ચિપ્સમાં દેડકા અને ફ્લાઈટના ફૂડમાં બ્લેડ...
તેહરાન: શિયા યાત્રાળુઓને (Shia Pilgrim) પાકિસ્તાનથી ઈરાક (Iraq) લઈ જતી બસનો મંગળવારે મોડી રાત્રે મધ્ય ઈરાનમાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ...
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં એસસી-એસટી અનામતમાં ક્રિમીલેયર લાગુ કરવાનો નિર્ણય જાહેર કરાયા બાદ સરકાર આ કાયદો પસાર કરે તે પહેલાં દેશભરમાં...
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ 30 નવેમ્બરે તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ મંગળવારે ત્રીજી મુદતની રેસમાંથી...
બે દિવસ પહેલાં નાનો ભૂવો ધીમે ધીમે મોટા ભૂવામા તબદિલ થયો છતાં પ્રશાસને તસ્દી ન લીધી જાણે કોઇ ઘટનાની તંત્ર રાહ જોતું...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. ૩૦ વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડા પ્રધાન યુક્રેનની મુલાકાત લેશે. ઘણાં...
કોઈના સ્વાગત માટે કે શુભેચ્છા પાઠવવા માટે આપણે ત્યાં હવે ગુલદસ્તા આપવાનો રિવાજ પ્રચલિત બન્યો છે. ઘણી વાર તો ગુલદસ્તો પસંદ કરવામાં...
ફરી એક વખત કલકત્તામાં નિર્ભયાકાંડ સર્જાયો. 2012 થી લઈને 2024 વચ્ચે કેટલા બળાત્કાર અને હત્યા થઈ અને એમાં કેટલા ગુનેગારોને સજા થઈ...
ગઇકાલે હું નવયુગ પોસ્ટઓફિસ પર પત્ર નાંકવા ગયો, ત્યાં એક યુવતિ લગભગ 16-17 વર્ષની પોતાની મા સાથે ઊભી હતી તેનુ સ્કુટર એવી...
મેડિકલ નિદાન અને ઉપચાર એટલે કે તબીબી વિજ્ઞાન. રોગની પરીક્ષા કરી દવા આપી મટાડવાની યુક્તિ, એ તબીબી વિદ્યા કહેવાય. જેમાં રોગપ્રતિકારક અને...
રાધા પોતાના ડ્રેસિંગ ટેબલ પાસે બેસીને જ્વેલરી ટ્રાઈ કરી રહી હતી. મેકઅપ થઈ ગયો હતો અને તેણે સુંદર બ્રાઈટ યેલો સાડી પહેરી...
મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ છે. રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બનશે તે નિશ્ચિત છે. કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (MVA) 50થી વધુ બેઠકો પર આગળ છે. દરમિયાન હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફડનવીસ અને શિંદે બંને ટ્રેન્ડ કરી રહ્યા છે. જોકે મળતી માહિતી મુજબ ત્રણેય પક્ષો સાથે મળીને સીએમના નામનો નિર્ણય કરશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરીએ ખાસ કરીને મહાવિકાસ અઘાડી ‘MVA’ને આશ્ચર્યચકિત કરી દીધું છે. MVAની સંખ્યા 50 થી 60 બેઠકો વચ્ચે બદલાઈ રહી છે જ્યારે NDA ગઠબંધન ‘મહાયુતિ’ 288માંથી 220 બેઠકો પર આગળ છે. જોકે ચૂંટણી પંચના અંતિમ પરિણામોની રાહ જોવાઈ રહી છે. ભાજપ એકલા હાથે 126 સીટોને પાર કરતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને નવો અવાજ સંભળાવા લાગ્યો છે. બીજેપી નેતા પ્રવીણ દરેકરે નિવેદન આપ્યું છે કે મુખ્યમંત્રી પણ તે પાર્ટીનો હોવો જોઈએ જેની પાસે વધુ ધારાસભ્યો હોય, એટલે કે જે સૌથી મોટી પાર્ટી હોય. બીજી તરફ શિવસેનાના નેતાઓને વિશ્વાસ છે કે માત્ર એકનાથ શિંદે જ મુખ્યમંત્રી પદ સંભાળશે. કારણ, ભાજપ શિંદે પાસેથી વફાદારીનો પુરસ્કાર નહીં છીનવે. શિંદેએ શિવસેના સાથે ભાગલા પાડીને રાજ્યમાં બીજેપી માટે મજબૂત મંચ ઊભો કર્યો હતો.
બીજી તરફ મુખ્યમંત્રી શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ત્રણેય પક્ષો સાથે મળીને નક્કી કરશે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે. આ પહેલા ફડણવીસે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે એક હૈ તો સેફ હૈ. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર)નો સમાવેશ થાય છે, જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને NCP (શરદ પવાર)નો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. 2019ની સરખામણીએ આ વખતે 4% વધુ મતદાન થયું છે. 2019માં 61.4% વોટ પડ્યા હતા. આ વખતે 65.11% મતદાન થયું છે.
ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ અમને અભૂતપૂર્વ વિજય અપાવ્યો છે. આ દર્શાવે છે કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. ‘સાથે છીએ તો સલામત છીએ’ના સૂત્રને અનુરૂપ તમામ વર્ગો અને સમુદાયોના લોકોએ એક થઈને અમને મત આપ્યો. આ મહાયુતિ, સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ અજિત પવાર અને રામદાસ આઠવલેની જીત છે, આ એકતાની જીત છે. ધર્મના નામે ભાગલા પાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો.
‘મારો પુત્ર બનશે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી’
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવાની સાથે જ નાયબ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપ્યા છે અને આશીર્વાદ પણ આપ્યા છે. દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસે કહ્યું કે આ એક મોટો દિવસ છે કારણ કે મારો પુત્ર રાજ્યમાં મોટો નેતા બન્યો છે. તે 24 કલાક સખત મહેનત કરતો હતો. તે જ મુખ્યમંત્રી બનશે. લાડલી બહેનોનો આશીર્વાદ પણ તેની સાથે છે.