Latest News

More Posts

વડોદરામાં તહેવારોના દિવસો દરમ્યાન ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ વડોદરા શહેરની અંદર બજારોમાં ફરી ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં શહેરમાં ઊંધિયું, જલેબીનું, સિંગ અને તલની ચીકી નું વેચાણ કરતા વિક઼ેતાઓને ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ હાથ ધરવામાં આવતાં સમગ્ર વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બજારમાં ખુલ્લું રાખેલ ઊંધિયું ,જલેબી તથા ચીકી વેચતાં વેપારીઓ ફફડ્યા હતાં અને એકશન મોડમાં આવી ગયાં હતાં તેમજ આવાં વેપારીઓમાં અફડાતફડી મચી જવા પામી હતી.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શુક્રવારે વડોદરાના બજારમાં હાથ ધરેલી ચેકીંગ કામગીરીમાં દુકાનોમાં વિવિધ વસ્તુઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન વાઘોડિયા રોડની પ્રકાશ ફરસાણ નામની દુકાનમાંથી શંકાસ્પદ જણાતાં ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં અને તે સીલબંધ કરી આગળ તપાસ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઉતરાણ પર્વ નજીક હોવાને કારણે વડોદરા શહેર અને જિલ્લામાં લોકો તહેવારને અનુલક્ષીને વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જ્યારે ખાદ્ય ચીજ વસ્તુઓ યોગ્ય ગુણવત્તામાં ન મળે તો ભારે રોગચાળો ફાટી નીકળે અને લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઉભું થાય. જેને અનુલક્ષીને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ કરી યોગ્ય ગુણવત્તા ન જણાતી હોય તેવા વેપારીઓને ત્યાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જો આ લેવાયેલાં સેમ્પલો ફેઈલ આવશે કે તેમાં કોઈ ગેરરીતિ માલૂમ પડશે તો આવાં વેપારીઓ સામે શિક્ષાત્મક પગલાં અને દંડનીય કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ અધિકારીઓએ આપી હતી.

To Top