Latest News

More Posts

*આવતીકાલે એમ.જી.રોડ સ્થિત શ્રી રણછોડરાયજી ભગવાનની વિજયયાત્રા યોજાશે , જેમાં 28વર્ષ બાદ ઐતિહાસિક તોપ થકી સલામી અપાશે*

*નિજ મંદિરેથી સાંજે છ કલાકે વિજયયાત્રા નિકળશે જે ચાંપાનેર સ્થિત લક્ષ્મી મંદિર થી પરત નિજ મંદિર પરત ફરશે*

*હજજારો શ્રધ્ધાળુઓ આ વિજયયાત્રામા ખાસ ઉપસ્થિત રહેશે અને ઐતિહાસિક તોપની સલામીના સાક્ષી બનશે*


શહેરના એમ.જી.રોડ ખાતે પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર આવેલું છે.અહી પરંપરાગત રીતે દેવદિવાળી નિમિત્તે તુલસીવિવાહ સમયે આ ઐતિહાસિક તોપ ફોડી રણછોડરાયજી ને સલામી આપવામાં આવતી હતી. જે પરંપરામાં વર્ષ 1995ના દેવદિવાળી પર્વે વરઘોડામાં છેલ્લી વાર ઐતિહાસિક તોપ ફોડવામાં આવી હતી. આ પ્રસંગે તોપમાથી તણખાં ઉડતા બે વ્યક્તિઓ સામાન્ય દાઝ્યા હતા અને આ કેસમાં જે તે સમયે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તોપનો નેગેટિવ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જાહેર સુરક્ષા માટે આ તોપને જોખમી દર્શાવવામાં આવી હતી. જેના પગલે કલેક્ટરે આ ઐતિહાસિક તોપને કબજે કરી હતી જેના કારણે દોઢસો વર્ષોથી ચાલતી આ પરંપરા બંધ કરી દેવાઇ હતી. જેના કારણે ભક્તોમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ હતી.

જે તે સમયે મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે ઉર્ફે જનાર્દન મહારાજ આ મામલે કોર્ટમાં ગયા હતા. જેમાં ચાર વર્ષની લડતમાં કોર્ટે આ ઐતિહાસિક તોપ મંદિરના પૂજારીને એ શરતે પરત આપવામાં આવી હતી કે જ્યાં સુધી છેલ્લો ચૂકાદો આ મામલે ન આવે ત્યાં સુધી તોપ ફોડવી નહીં.આ તોપ 179વર્ષ જૂની છે. જેના પરની પિત્તળની ધાતુ સંપૂર્ણ સુરક્ષિત છે. અગાઉ બે વાર એટલે કે વર્ષ -2000મા તથા વર્ષ -2010મા કોર્ટના હૂકમથી પરિક્ષણ કરવામાં આવ્યું હતું . મંદિરના પૂજારીએ ચૂકાદો ન આવે ત્યાં સુધી પગરખાં પહેરવાની માનતા રાખી હતી. આખરે કોર્ટે ચુકાદો આપતાં 29વર્ષે મંદિરના પૂજારી જનાર્દન મહારાજ પગરખાં ધારણ કરી ખુશી વ્યક્ત કરી હતી.

આવતીકાલે રણછોડરાયજીની ભવ્ય વિજયયાત્રા નીજ મંદિરથી છ કલાકે નિકળશે અને ચાંપાનેર દરવાજા નજીક લક્ષ્મીજી મંદિર થી પરત નિજ મંદિરે ફરશે. અહીં ઐતિહાસિક તોપથી ભગવાન શ્રી રણછોડરાયજી ને સલામી અપાશે. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ સહિતના રાજકીય આગેવાનો ઉપરાંત ધર્મયાત્રા મહાસંઘના સંયોજક શૈલેષ શુકલ સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહેશે.અહી પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક તોપ ફોડવામાં આવશે.

To Top