Columns

દેવદિવાળીએ ૨૦૨૨ના વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

ભારતીય સમયાનુસાર વર્ષનું છેલ્લું ‘ચંદ્રગ્રહણ’ ૮ નવેમ્બરે બપોરે ૧ વાગ્યા ને ૩૨ મિનિટ પર શરૂ થશે. જે સાંજે ૭ વાગ્યાને ૨૭ મિનિટ પર પૂરું થશે. પંચાંગ અનુસાર કારતક પૂનમે દેવ દિવાળી ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે દેવી અને દેવતાઓ દિવાળી ઉજવવા ધરતી પર આવે છે. આ વખતે દેવ દિવાળીના દિવસે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ લાગશે.
ભારતમાં ચંદ્રગ્રહણ સાંજે ૫ વાગ્યાને ૩૦ મિનિટથી શરૂ થઇને ૬ વાગ્યાને ૧૯ મિનિટે સમાપ્ત થશે. ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન રાહુ અને કેતુનો પ્રકોપ પૃથ્વી પર વધારે પ્રભાવિત કરે છે. આવામાં રાહુ – કેતુના પ્રભાવથી બચવા માટે આ ઉપાય બહુ જ પ્રભાવશાળી બની શકે છે.

ગુરુનો મંત્ર જાપ:- ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સ: ગુરવે નમ: મંત્રનો જાપ કરવો ફાયદાકારક હોય છે.
મહામૃત્યુંજય મંત્રનો જાપ:- ચંદ્રગ્રહણ દરમિયાન લોકોએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઇએ. જેથી રાહુ અને કેતુના પ્રભાવથી બચી શકાય છે.
મહામૃત્યુંજય મંત્ર: ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં
પુષ્ટિવર્ધનમ્‌ I ઉર્વારુકમિવ બન્ધનાન્‌ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્‌ II
બગલામુખી મંત્ર:-
ૐ હ્‌લીમ્‌ બગલામુખી સર્વ દુષ્ટાનામ્‌ વાચમ્‌ મુખમ્‌ પદમ્‌ સ્તમ્ભય જિહ્‌વામ્‌ કીલય બુદ્ધિમ્‌ વિનાશાય હ્‌લીમ્‌ ૐ ફટ્‌ II
ગ્રહણમાં ૩૬ કે ૩૬૦૦ મંત્રો બોલવા જેથી રોગ, શત્રુ વગેરેનું પરિણામ જલદી મળશે.

વિષ્ણુ-કૃષ્ણ ભગવાનનો મંત્ર
ૐ નમો ભગવતે વાસુદેવાય.
ઉપરોકત મંત્રના શ્રદ્ધાથી મંત્રજાપ કરવાથી જીવનમાં કોઇ પણ પ્રકારનો છૂપો ડર કે ડર જતો જતો રહે છે. ભકિતનું બેલેન્સ થઇ જાય છે તેથી આગળના જીવનમાં મંત્રના બેલેન્સનું પુણ્ય કોઇ પણ ઘટનામાં આડું આવવાથી બચી જવાય છે!!

Most Popular

To Top