National

‘લપ્પુ સા સચિન, ઝિંગુર સા લડકા’, બોલનાર વાઈરલ ભાભી અને સીમા હૈદર ઝઘડ્યાં

નવી દિલ્હી (New Delhi): પાકિસ્તાની (Pakistan) સીમા હૈદરના (SeemaHaider) પ્રેમી સચિનને ‘લપ્પુ સા સચિન, ઝિંગુર સા લડકા’ કહેનાર ‘વાઈરલ ભાભી’ (ViralBhabi) મિથિલેશ ભાટી (MithileshBhati) આજકાલ ખૂબ ચર્ચામાં છે. મિથિલેશ ભાટી પર બોડી શેમિંગનો (BodyShaming) આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

સીમા હૈદર અને સચિન મીનાના વકીલે મિથિલેશ ભાટીને કાયદાકીય નોટિસ (LegalNotice) મોકલી છે. જો કે, મિથિલેશ ભાટી કહે છે કે તેણે કોઈનું બોડી-શેમ નથી કર્યું. બોડી શેમ શું છે તે પોતે જાણતી જ નથી. હું તો ગામડાની ભાષા બોલું છું. દરમિયાન મિથિલેશ ભાટીના સમર્થનમાં દિલ્હી-નોઈડાના કેટલાક વકીલો સામે આવ્યા છે. વકીલોએ મિથિલેશ ભાટીનો કેસ મફતમાં લડવાની તૈયારી બતાવી છે. આ બધા વચ્ચે સીમા અને મિથિલેશ એક ન્યૂઝ ચેનલ પર સામસામે આવી ગયા હતા, જ્યાં બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું.

સચિનના પ્રેમમાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમાએ કહ્યું કે પહેલી વાત તો એ છે કે મિથિલેશ અમારા પાડોશમાં રહેતી નથી. તે અમારા પડોશી ગામની છે. તેણીએ મારા પતિ સચિન પર કોમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી. આ સિવાય સીમાએ એમ પણ કહ્યું કે મિથિલેશનું નિવેદન સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગે છે. તેની વાતો સાંભળી એવું લાગે છે જાણે તેની પાસે દિલ નથી. કારણ કે તે પ્રેમ વિશે બિલકુલ વાત કરતી નથી.

દરમિયાન જ્યારે સીમા હૈદરે કહ્યું કે જો મિથિલેશની દીકરીનો પતિ તેને છોડી દેશે તો શું તે કહેશે? શું તે એમ કહેશે કે 3 વર્ષ આમ જ બેસી રહેવું જોઈએ. સીમાના મોઢેથી આ વાત સાંભળીને મિથિલેશ ભડકી ગઈ હતી અને કહ્યું હતું કે મારી દીકરી નથી, પરંતુ જો મારી દીકરી હોત અને તેણે આવું કર્યું હોત તો હું તેની ગરદન કાપી નાખત.

મિથિલેશે એમ પણ કહ્યું કે, આપણા સૈનિકો 10-10 વર્ષ બોર્ડર પર રહે છે, કોઈની બહેન-દીકરીઓ પોતાની જમીન-મકાન વેચીને આવી રીતે ભાગી જતી નથી. આ સાથે મિથિલેશે સીમા પર કટાક્ષ કરતાં કહ્યું કે તે અહીં આવેલી જમીન અને મિલકત વેચીને તેના બાળકોનું ભવિષ્ય બનાવી શકી હોત.

લિગલ નોટીસ અંગે મિથિલેશ ભાટીએ કહ્યું કે મેં કોઈનું અપમાન કર્યું નથી. મારા મોંમાં જે આવ્યું તે મેં કહ્યું. આપણા દેશમાં બોલચાલની ભાષામાં લપ્પુ અને ઝિંગુર શબ્દોનો આડેધડ ઉપયોગ થાય છે. મને નથી ખબર કે બોડી શેમિંગ શું છે.

Most Popular

To Top