Vadodara

જિલ્લાનો લેન્ડ ગ્રેબિંગનો પહેલો કેસ શિનોરના નાના કરાળામાં નોંધાયો

વડોદરા : શિનોર તાલુકાના નાના કરાળા ગામમાં આવેલી વડિલોપાર્જીત જમીનનો છ વર્ષ પહેલાં મહિલાની સંમતિ વગર બાનાખત કરી બળજબરીપૂર્વક જમીન પર કબજો કરનાર બે ભેજાબાજ સામે લેન્ડગ્રેબીગનો ગુનો નોંધી શિનોર પોલીસે ધરપકડ કરી છે.શહેર- જીલ્લા ખાતે સૌ પ્રથમ લેન્ડગ્રેબીગનો ગુનો શીનોર પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા ખાતે રહેતા વિમળાબેન જશભાઈ પટેલના સસરાની વડિલોપાર્જીત જમીન શિનોર તાલુકાના નાના કરાળા ગામમાં આવેલી છે.આ વડિલોપાર્જીત અઢી વીઘા જેટલી જમીનનું બાનાખત વર્ષ ૨૦૧૪ પહેલાં વિમળાબેન પટેલ ની સંમતિ કે સહીઓ વગર કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.

તેમજ આ જમીન પર ગેરકાયદેસર અને બળજબરીપૂર્વક કબજો કરવામાં આવ્યો હતો. દરમિયાનમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લેન્ડગ્રેબીનના નવા કાયદાને ધ્યાને લઇ ને વિમળાબેન પટેલે જીલ્લા કલેકટરમા અરજી કરી હતી.

જે અરજીને અનુસંધાને કલેકટર કચેરીએ લેન્ડગ્રેબીગ હેઠળ ના  નવા કાયદા મુજબ સરકાર દ્વારા નિમવામાં આવેલા અધિકારી ઓની કમીટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમા નાના કરાળા  ગામમાં આવેલી આશરે અઢી વીઘા જમીન અરજદાર વિમળાબેન પટેલ ની સંમતિ કે સહીઓ વગર બાનાખત કરી હતી.

તેમજ આ જમીન પર ગેરકાયદેસર રીતે અને બળજબરીપૂર્વક કબજો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.આ જમીન પર કબજો  ગામમાં રહેતા કમલેશ હસમુખ પટેલ કર્યો હોવાનું જણાયું હતું.જેથી લેન્ડગ્રેબીગનો ગુનો બનતો હોઇ વિમળાબેન પટેલ ની ફરિયાદના આધારે કલેક્ટરના આદેશથી શીનોર પોલીસ મથકે કમલેશ હસમુખ પટેલ (રહે નાના કરાળા ગામ તા.શિનોર) તથા રાજેન્દ્ર ઇશ્ર્વર પટેલ ( મૂળ રહે નાના કરાળા ગામ, હાલ ડભોઇ) સામે લેન્ડગ્રેબીગનો ગુનો નોંધી ને બંનેની ધરપકડ કરી છે. લેન્ડગ્રેબીગનો આ સૌપ્રથમ કેસ નોંધાતા ચીટરોમા ફફડાટ ફેલાયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top