દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આવેલ ચર્ચ કાઉન્સિલ ઈન્ડિયન કેનેડિયન પ્રેસબિટેરિયન મિશન કાઉન્સીલની માલિકીની જમીનને ભુમાફિયાઓ દ્વારા પચાવી પાડવાની કોશિષ કરાતા વહીવટકર્તા દ્વારા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. મિલ્કત ઉપર કેટલાંક અસામાજીક ભુમાફિયાઓ દ્વારા આજ નામની ખોટી સંસ્થા ઉભી કરી તેમજ રેવન્યુંના ખોટા હુકમો જે તે સમયે મેળવી જમીનો પચાવી પાડવાની કોશીષ કરેલ હોઈ જે મામલે દાહોદના કલેક્ટરને લેન્ડ ગ્રેબીંગ મુજબ ફરિયાદ પણ કરેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે જાહેર ચેતવણી આપી જમીનોમાં અસીલની સંમતિ સિવાય આ મલિક્ત કોઈ વેચાણ, ગીરો બક્ષીસ કે ઈતર રીતે રાખવી નહીં જેવી જાહેર ચેતવણીથી આમ જનતાને જાહેર કરતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં ભુમાફિયાઓમાં ચકચાર મચી જવા પામી છે.
ચર્ચ કાઉન્સીલ બોર્ડ ઈન્ડિયન કેનેડિયન પ્રેસબિટેરિયન મિશન કાઉન્સીલના હાલના વહીવટકર્તા સુધીરસિંગની સુચના અને ફરમાશથી તેઓના વકીલ જીતેન્દ્ર એસ.વ્યાસના માધ્યમથી જાહેર જનતાને જણાવ્યું હતું કે, દાહોદના સર્વે નં.૧૫,૧૬ તથા ૧૯ એ કે જેનું કુલ ક્ષેત્રફળ ૨૨.૨૦ એકડ છે. મિલ્કત ચર્ચા કાઉન્સીલ બોર્ડ ઈન્ડિયન કેનેડિયન પ્રેસબિટેરિયન મિશન કાઉન્સીલ બોર્ડની આ મિલકત છે જેના દસ્તાવેજ ચર્ચા કાઉન્સીલ બોર્ડ ઈન્ડિયન કેનેડિયન પ્રેસબિટેરિયન મિશન કાઉન્સીલ દ્વારા તા.૨૬ ઓગષ્ટ ૧૯૩૮ના રોજ આઈરીસ પ્રેસબિટેરીયનના નામે તે સમયે કરવામાં આવેલ હતી. જેથી સદર મિલકત ચર્ચ કાઉન્સીલ બોર્ડ ઈન્ડિયન કેનેડિયન પ્રેસબિટેરીયન મિશનની સ્વતંત્ર માલિકીની મિલકત છે જે સદર મિલકત ઉપર કેટલાંક અસામાજીક ભુમાફિયાઓ દ્વારા આજ નામથી ખોટી સંસ્થા ઉભી કરી તેમજ રેવન્યુંના ખોટા હુકમો જે તે સમયે મેળવી આ જમીન પચા