‘આ જમીન અમે તને આપવાનાં નથી, તું સાપુતારા જતો રહે’ કહી 6 ઈસમોએ પિતા પુત્રને ફટકાર્યા

સાપુતારા : આહવા તાલુકાનાં કોટબા ગામે રહેતા શિવરામભાઈ જાનુભાઈ ભોયે પોતાની જમીનમાં (Land) ઝાડોની (Tree) છીંદણી કરી રહ્યા હતા. તે દરમ્યાન તેનો સગો ભાઈ મોતીલાલ ભોયે અને તેના બે દીકરાએ ત્યાં આવી આ જમીન અમે તને આપવાનાં નથી. તું સાપુતારા (Saputara) જતો રહે તેમ જણાવ્યુ હતુ. બાદમાં આ બાબતે ફરીયાદીએ ગ્રામ પંચોને પણ જાણ કરી હતી. છતાંય મોતીલાલભાઈ ભોયે અને તેમના બે દીકરાએ શિવરામભાઈ ભોયે સાથે ઉગ્ર બોલાચાલી કરી માર માર્યો હતો.

આ બાબતની જાણ શિવરામભાઈ ભોયેનાં દીકરા દિપકભાઈ ભોયેને થતા તેઓએ કાકા મોતિલાલભાઈ ભોયેને તકરાર નહીં કરવા જણાવતા ફરી ઉશ્કેરાઈને મોતિલાલભાઈ ભોયે તથા બે દીકરા અને ગામનાં અન્ય ત્રણ યુવકોની મદદગારીમાં પિતા પુત્રને લાકડાનાં ડંડા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોચાડતા સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલમાં શિવરામ ભોયેની ફરિયાદનાં આધાર આહવા પોલીસની ટીમે 6 ઈસમો મોતિલાલભાઈ ભોયે, હિતેશ ભોયે, નિલેશ ભોયે, અશ્વિન ગાયકવાડ, સાગર ભોયે તથા વિષ્ણુભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તું તારી પત્ની સાથે કેમ ઝઘડો કરે છે’ કહીને યુવાને પતિને ફટકાર્યો
વલસાડ : વલસાડ નજીકના અતુલ ગામે પતિ-પત્ની વચ્ચે પાણી બાબતે ઝઘડો ચાલતો હોય અન્ય યુવાન વચ્ચે પડીને ‘તું તારી પત્ની સાથે કેમ ઝઘડો કરે છે’, કહીને પતિને યુવાને મારમાર્યો હતો. જેમાં મારામારી થતા બન્ને યુવાનોને ઈજા થઈ હતી. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે સામસામે નોંધાઈ છે.
અતુલ સાઈના માઈડ બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા દેવેન્દ્રભાઈ જયદેવભાઈ માલી અતુલ કંપનીમાં નોકરી કરે છે.

ગતરોજ તેઓ પોતાની પત્નીની નિશા સાથે પાણી ભરવા બાબતે ઝઘડો કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થતા અતુલમાં રહેતા સુરેશ બાબુ નાયકા અને ધર્મેશ ગુલાબ નાયકાએ મોપેડ ઉભી રાખી સુરેશે દેવેન્દ્રને ‘તું કેમ તારી પત્ની સાથે બોલાચાલી કરે છે’. કહીને દેવેન્દ્રનો કોલર પકડીને બાજુમાં પડેલા લાકડા વડે માથાના ભાગે બે ફટકા મારી દીધા હતા. જેથી દેવેન્દ્રને બચાવવા માટે તેની પત્ની નિશા વચ્ચે પડતાં સુરેશે અન્ય આઠથી દસ સાગરીતોને બોલાવી દેવેન્દ્રને લાકડા વડે ઢોર માર માર્યો હતો. જ્યારે દેવેન્દ્ર ઇજા થતા સારવાર અર્થે 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે. જ્યારે સુરેશ બાબુ નાયકાએ પણ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તેમાં દેવેન્દ્ર અને એની પત્ની જાહેર રસ્તા ઉપર ગાળાગાળી કરતા હતા. તેઓને ગાળો બોલવાની ના પાડતાં દેવેન્દ્ર એકદમ ઉશ્કેરાઇ જઇને તેના સાગરીતો બોલાવીને સંતોષ અને સુરેશને લાકડા વડે ઢોર માર માર્યો હતો. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે સામસામે નોંધાયેલી છે.

દેવેન્દ્ર માલીએ નોંધાવેલી ફરિયાદમાં અતુલમાં રહેતા સુરેશ ભગુ નાયકા, સંતોષ માધુ નાયકા, ધર્મેશ ગુલાબ નાયકા, ચિરાગ ભગુ નાયકા, કરણ મનોજ રાજપુત, જીગ્નેશ ગુલાબ નાયકા, સતીશ નવીન નાયકા, દિપેશ પ્રવીણ નાયકાનો સમાવેશ થાય છે. જ્યારે સુરેશ નાયકાએ નોંધાવેલી ફરિયાદમાં અતુલ સાઈનામાઈડ બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા દેવેન્દ્ર જયદેવ માળી, સદ્દામ હુસેન મીર હુસેન ખાન, રાજીવ રંજનલાલ, બિહારી પ્રસાદ યાદવ, છોટેલાલ જય અને વિષ્ણુદાસ રાજભરનો સમાવેશ થાય છે.

Most Popular

To Top