Charchapatra

ભૂદાન યજ્ઞ દ્વારા મળેલી જમીન

ગુ. મિત્ર તા. ૨૧/૧૨/૨૦૨૪ ના સમાચાર મુજબ ૧૭ ખેડૂતો ફરી “ભૂમિહીન” ગુ. મિત્ર દૈનિક દરરોજ રેતી-માટી-ખનન, સરકારી કૌંભાડોનો પર્દાફાશ કરતું જ હોય છે. એક જાગૃત અખબાર છે, સમાચાર મુજબ ૧૭ આદિવાસી ખેડૂતોને ભૂદાન દ્વારા મળેલ જમીનને ૬૦ વર્ષ પછી ભૂ માફિયાઓ અને તલાટી- મામલતદાર મળીને જમીન સમતળ કરવાની લાલચ આપી અંગુઠો પડાવી લઈને એમની જમીનની માટી ખોદીને ખીણ બનાવી દીધી. ફરીથી તેઓને ભૂમિહીન બનાવી દીધા. ભૂદાન દ્વારા મળેલી જમીનમાં તમો ખેતી જ કરી શકો. તમો કોઈને વેચી શકો નહીં. આ જમીન ઉપર ખેડૂતોની ત્રીજી પેઢી નભી ગઈ, દક્ષિણ ગુજરાતના વિકાસના સંદર્ભમાં જોઈએ ત્યાં આવી શરતોની કેટલીએ જમીન આ ભૂમાફિયા હડપ કરી ગયા.

ભૂમાફિયા એટલે આજના રાજકરણીઓ નેતાઓ મંત્રીઓ જ સાથે ૬૦૦૦ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું. આઝાદી પછીની તત્કાલીન સરકાર પાસે કોઈ વધારે વેરાકીય આવક હતી નહીં છતાં પણ વૃક્ષો બાબતે બહુ જ સજાગ હતી, રોડની બંને બાજુ એક- એક ઝાડને ગેરુ કલર મારીને માવજત કરવામાં આવતી હતી. હવે રોડની બંને બાજુ એકેય ઝાડ જોવા મળતું નથી. મારા બાળપણમાં ૫૦ વર્ષ પહેલાં હું ૧૦ વર્ષનો હતો ત્યારે આ ગેરુ કલર વાળા ઝાડ જોઈને આશ્ચર્યચકિત થઈ જતો હતો. વિકાસ થવો જોઈએ પરંતુ ખેતીલાયક જમીન અને પર્યાવરણના ભોગે નહીં. છેલ્લાં ૩૦ વર્ષમાં વિકાસની સામે વન વિભાગની કામગીરી બહુ જ પુઅર છે.  વિનોબા ભાવેજીના ભૂ-દાન પક્ષની રાખ હાલ હવામાં ઊડી ગઈ છે.
કીમ      – પી. સી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top