Charchapatra

સમજણના દીવા

સમય સહેજ પડખું ફેરવે છે અને વરસ બદલાઇ જાય છે. સમયને કામચોરી, લાગવગ અને ભ્રષ્ટાચાર કર્યા વગર પોતાનો ધર્મ નિભાવવાની ટેવ છે. બેસતા વરસનો દિવસ એક એવો દિવસ છે જયારે માણસ ખરેખર માનસ જેવો જ લાગે છે! શું નવા વર્ષના પ્રથમ દિવસે પ્રગટ થતો પ્રેમ, સ્નેહ, ભાઇચારો આપણે આખુ વર્ષ ન ટકાવી શકીએ? વાત વાતમાં તોફાન, ઝઘડા, ખૂન, છેતરપીંડી અને અપરંપાર નીચતાથી સમાજ પક્ષાઘાતનો સામનો કરી રહ્યો છે. આપણી સમસ્યા એ છે કે પથ્થર સાથે ભગવાન જેવો વહેવાર કરીએ છીએ અને માણસ સાથે પથ્થર જેવો!! આપણી ખોટી દ્રષ્ટિ અને ખોટા અભિગમના કારણે દુખ આપણો પીછો છોડતુ નથી. પોણી દુનિયાને વહેમ છે કે આપણે બીજાને કારણે દુખી છીએ. હકીકતમાં ખોટી માન્યતા, ખોટા નિર્ણયો અને ખોટા ધંધાને કારણે દુખી થતા છીએ. મૃત્યુ બાદ મોક્ષ મેળવવાની મહેનતમાં વર્તમાન જીવનને જ નર્ક બનાવી રહ્યા છીએ. મણસે પૂર્વ ભવના કર્મોનું ફળ નહીં પરંતુ પોતે કરવાના હતા તે કર્મો ન કર્યાનું અને ન કરવાના કર્મો કર્યાનું ફળ ભોગવવું પડે છે. માણસને દુખ, સંઘર્ષ, સમસ્યા ગમતા નથી. પરંતુ એ જીદંગીનો એક અવિભાજય હિસ્ો છે. જીવન સુધારવા માટે માળા કરવાનો સમય છે પરંતુ મનન કરવાનો સમય માણસ પાસે નથી. જીવનને સજારૂપ બનાવવામાં માણનો પોતાનો જ સિંહફાળો છે. નવા વરસે સમજણના રાહે ચાલી તેના દીવા પ્રગટાવી વર્ષને સાર્થક કરીએ.
વ્યારા              – બાબુ દરજી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top