બાર્સેલોના અને સ્પેનના સ્ટાર ફૂટબોલર લેમિન યમાલે 13 જુલાઈના રોજ પોતાનો 18મો જન્મદિવસ ઉજવ્યો હતો. પોતાના જન્મ દિવસે યોજાલી ભવ્ય પાર્ટીમાં યામલે મહેમાનોના મનોરંજન માટે ઠીંગણા નર્તકોને બોલાવતા તે મુશ્કેલીમાં મુકાયો છે.બાર્સેલોનાથી લગભગ 50 કિમી ઉત્તરપશ્ચિમમાં સ્થિત ઓલિવેલ્લાના એક વૈભવી વિલામાં યોજાયેલી આ પાર્ટીમાં બાર્સેલોનાના તેના સાથી ખેલાડીઓ ઉપરાંત, ઘણા મોટા નામોએ હાજરી આપી હતી. હવે આ પાર્ટીને કારણે યમાલ સરકારી તપાસનો સામનો કરી રહ્યો છે. લોકોનું મનોરંજન કરવા માટે તેણે જે ઠીંગણા નર્તકોને બોલાવ્યા હતા. આ નર્તકો એકોન્ડ્રોપ્લાસિયાથી પીડાતા હતા, આ એવો રોગ છે જેમાં ઊંચાઈ વધતી નથી. પાર્ટીના ફોટા અને વીડિયો બહાર આવતાની સાથે જ હોબાળો શરૂ થઈ ગયો હતો. સ્પેનના ઉચ્ચ અધિકારીઓ અને વિકલાંગતા અધિકાર જૂથોએ આની નોંધ લીધી છે. લેમિન યામલના જન્મદિવસની પાર્ટીમાં માનવાધિકાર ઉલ્લંઘનના કથિત કેસની તપાસ ચાલી રહી છે. સ્પેનના સામાજિક અધિકાર મંત્રાલયે સત્તાવાર તપાસ શરૂ કરી છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કૃત્ય માત્ર વર્તમાન કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ સમાનતાવાદી અને આદરણીય બનવા માંગતા સમાજના મૂળભૂત નૈતિક મૂલ્યોનું પણ ઉલ્લંઘન છે.