નવી દિલ્હી: રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલીઓ તો જાણે તેણે છોડી જ નથી રહી. એક પછી એક મુશ્કેલીઓ તેની સામે આવી રહી છે. સુરતની (Surat) કોર્ટમાં તેને સજા થયા પછી તેની પાસેથી તેને તેનો સરકારી બંગલો (Bunglow) ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી ત્યાંરે હવે બીજી મુસીબતે દસ્તક આપી છે. જાણકારી મળી આવી છે. મોદી સરનેમ પર વિવાદ અંગે રાહુલ સામે બ્રિટન પર કેસ થાય તેવી ધમકી મળી છે.
એક તરફ જયાં મોદી સરનેમના વિવાદ વચ્ચે રાહુલે પોતાની સંસદમાં સદસ્યતા ગુમાવી છે, દેશભરમાં હંગામાઓ થઈ રહ્યા છે. વિપક્ષ બીજેપીને ઘેરી રહી છે ત્યાં હવે આ મામલો બ્રિટન સુધી પહોંચી ગયો છે. આઈપીએલના પૂર્વ પ્રમુખ લલિત મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધી ધમકી આપતા કહ્યું હતું કે મોદી સરનેમ પર ગમે તેમ બોલવાના કારણે તે બ્રિટનની અદાલતમાં કેસ કરશે.
લલિત મોદીએ પોતાને વિશ્વની સૌથી મોટી રમતગમત ઇવેન્ટ પાછળનો માણસ હોવાનો દાવો કર્યો છે જેણે $100 બિલિયનની કમાણી કરી છે. લલિત મોદીએ તેમના દાદા-દાદીની તસવીર પોસ્ટ કરીને કહ્યું કે ગાંધી પરિવાર કરતાં તેમના પરિવારે ભારતમાં વધુ યોગદાન આપ્યું છે. લલિત મોદીએ ટ્વિટમાં કહ્યું, “હું લગભગ દરેક ટોમ, ડિક અને ગાંધીના સહયોગીઓને વારંવાર કહેતો જોઉં છું કે હું ભાગેડુ છું. શા માટે? કેવી રીતે? અને આ માટે મને ક્યારે દોષી ઠેરવવામાં આવ્યો હતો!.” લલિત મોદીએ કહ્યું, “હું પપ્પુ ઉર્ફે રાહુલ ગાંધી જેવો નથી, જે એક સામાન્ય નાગરિક છે અને કહે છે કે એવું લાગે છે કે વિપક્ષી નેતાઓને કંઈ કરવાનું નથી. તેમની પાસે કાં તો ખોટી માહિતી છે અથવા તેઓ બદલાની ભાવનાથી આવું બોલતા રહે છે.”
લલિત મોદીએ વધુમાં કહ્યું, “મેં રાહુલ ગાંધી વિરુદ્ધ બ્રિટનની કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે. મને ખાતરી છે કે તે કોઈ નક્કર પુરાવા સાથે આવશે. હું તેને સંપૂર્ણ મૂર્ખ બનતા જોવા માટે આતુર છું.” કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર લલિત મોદીનો હુમલો તેમની ‘મોદી અટક’ ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યાના દિવસો પછી આવે છે. અને તેમને બે વર્ષની સજા કરવામાં આવી હતી. દોષિત ઠેરવ્યા બાદ ગાંધીને લોકસભાના સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ટ્વીટમાં લલિત મોદીએ કોંગ્રેસના અનેક નેતાઓ પર ગાંધી પરિવાર માટે ફંડ એકઠું કરવાનો અને વિદેશમાં સંપત્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો.