Entertainment

લલિત મોદીની તબિયત ખરાબ થઈ તેમાં લોકોએ સુષ્મિતા સેનને કેમ ટ્રોલ કરી? જાણો..

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ આઈપીએલ ચેરમેન લલિત મોદી અને સુષ્મિતા સૈનના સંબંધો ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. લલિત મોદી કોવિડ ૧૯ અને ન્યુમોનિયાની ઝપેટમાં આવી ગયા છે. લલિત મોદીએ સોશિયલ મીડિયામાં પોતાની બિમાર સ્થિતિ અંગેની એક પોસ્ટ મુકી છે. લલિત મોદીની પોસ્ટ જોઈને તેમના સમર્થકો તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યાં છે, ત્યારે સુષ્મિતા સેનના ભાઈએ પણ લલિત મોદીની પોસ્ટ પર કોમેન્ટ કરી છે.

ગયા વર્ષે લલિત મોદીએ સોશિયલ મીડિયામાં પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે તસવીરો શેર કરી હતી. તે ફોટોગ્રાફ્સમાં સુષ્મિતા સેન અને લલિત મોદી વચ્ચે ખાસ બોન્ડ જોવા મળ્યો હતો. બંનેના સંબંધોમાં હોવાની પણ ચર્ચા વહેતી થઈ હતી. જોકે, ફોટો વાયરલ થતા જ સુષ્મિતા સેનને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયા પર લલિત મોદી અને સુષ્મિતા સેનના સંબંધોની ચર્ચાએ જોર પકડ્યું છે. તેનું કારણ લલિત મોદીની બગડતી તબિયત અને રાજીવ સેનની કોમેન્ટ છે. 

ખરેખર તો લલિત મોદી એ ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટો શેર કર્યા છે. આ ફોટોગ્રાફ્સમાં જોઈ શકાય છે કે લલિત મોદી હોસ્પિટલના બેડ પર છે. તેઓની તબિયત ખરાબ છે. તેથી તેઓને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. લલિત મોદીની પોસ્ટ જોયા બાદ તેમના ચાહકો તેમને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. દરમિયાન લલિત મોદીની પોસ્ટ પર એક કોમેન્ટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ પોસ્ટ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનની હતી. રાજીવ સેને લલિત મોદીને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી હતી. 

લલિત મોદીની તબિયત ખરાબ છે
એક અહેવાલ અનુસર લલિત મોદી મેક્સિકોમાં હતા ત્યારે તેઓને ચેપ લાગ્યો હતો. પહેલાં એવું નહોતું લાગ્યું કે તેઓની તબિયત વધુ ખરાબ થશે. પરંતુ સમય વીતતા તેઓની હાલત વધુ બગડી હતી. લલિત મોદીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, બે ડોક્ટર્સ અને તેમના સંતાનો તેમની મદદ કરે છે. તેઓને ફ્લાઈટમાં લંડન સિફ્ટ કરાયા હતા. લલિત કહે છે કે દુર્ભાગ્યવશ પોતે ૨૪ કલાકથી ઓક્સિજનના સપોર્ટ પર છે. છેલ્લે લલિત મોદીએ પોતાન ચાહકોને થેન્ક્યુ કહ્યું હતું. ફોટોમાં લલિત મોદીની ખરાબ તબિયત અને સ્થિતિ તથા તેઓનું દર્દ અનુભવાઈ શકાય છે. 

Most Popular

To Top