વડોદરા: શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ એક બગીચામાં પ્રેમી પંખીડાઓને કનડતા અસામાજિક તત્વો, પ્રેમી પંખીડાઓ પાસેથી બ્લેકમેલ કરી પૈસા પડાવવા, છોકરીઓ, કે મહિલાઓ સાથે અણછાજતું વર્તન, દાદાગીરી કરવામાં આવે છે ઘણીવાર પ્રેમીને માર પણ મારવામાં આવતો હોય છે. અત્યારના સમયમાં સમાજમાં ફિલ્મો, સોશિયલ સાઇટો તથા સિરિયલોની વ્યાપક અસરોનો પ્રભાવ યુવાનો-યુવતીઓ પર વધુ જોવા મળે છે. અત્યારના આધુનિક અને ઝડપી યુગમાં માતા-પિતા પોતાના બાળકો કે જેઓ હવે ટીનએજ માંથી પુખ્તતા તરફ જઇ રહ્યાં હોય છે.
તેઓ સાથે સુમેળ, પ્રેમ અને વિશ્વાસ ને ક્યાંક ને ક્યાંક ખોઇ રહ્યાં છે અથવાતો એમ કહી શકાય કે પોતાના ટીનએજ થી પુખ્ત અવસ્થામાં ડગ માણતાં બાળકોને શું સમઝાવવું, શું ધ્યાન રાખવું કે કેવી રીતે તેઓનો વિશ્વાસ સંપાદન કરી દરેક બાબતો વિશે ચર્ચા કરવી તેના માટે સમય ફાળવતા નથી તેનું ગંભીર પરિણામ એ આવે છે કે, જે શરીરના વિકાસની સાથે સાથે અવનવું જાણવાની ઇચ્છાઓ, ઉત્સુકતા તેઓ બહાર અન્ય માધ્યમો જેવાં કે, ફિલ્મો, ટેલિવિઝન તથા હાલમાં સૌથી વધુ ચલણ જે ચાલે છે અને તે સીધું જ હાથવગું છે.
તે મોબાઇલ અને ઇન્ટરનેટ કે જેમાં તમે દરેક બાબતને સર્ચ કરી શકો છો જોઇ શકો છો સાથે જ આજકાલ બનતી ફિલ્મો, ઓટીટી પ્લેટફોર્મ પર, વેબ સિરિઝોમા દર્શાવાતી ફિલ્મોમાં પ્રેમ, શારીરિક નિકટતા, ગુનાઓ, આ તમામ જે રીતે દર્શાવવામાં આવી રહી છે અને તેમાંથી આ ટીનએજ કુમળી વયના બાળકો સાથે જ પુખ્ત ઉંમરમાં પ્રવેશતા બાળકો આ તમામ માધ્યમોથી કાલ્પનિક અને અધકચરી જાણકારીને જ સત્ય માની લે છે અને તે રીતે વર્તન કરવા લાગે છે તેઓની ચેષ્ટાઓ પણ એ રીતે થતી જાય છે. આજકાલ બાળકોમાં નાની ઉમરથી જ શાળા કક્ષાએથી જ અભ્યાસ કરતાં પહેલાં તો પ્રેમના પાઠ ભણવાનું શરૂ કરી દેતાં હોય છે.
ફિલ્મો, સોશિયલ મિડિયા, મોબાઇલ ની સાથે સાથે તેઓના મિત્રવર્તુળ એટલે તેમનુ મિત્રગૃપ પણ કેટલાક અંશે જવાબદાર ગણી શકાય જેમાં દેખાદેખી અને એકબીજા સાથે ની હોડમાં બાળકો નાની ઉંમરમાં જ પ્રેમમાં પડી જતાં હોય છે અને ન કરવાનું કરી બેસે છે જેની કિંમત ફક્ત બાળકોએ જ નહીં પરંતુ પરિવારને પણ ઉઠાવવાનો વારો આવતો હોય છે ઘણીવાર ગંભીર મોડ પણ લેતી હોય છે ઘટનાઓ. બીજી તરફ હવે લગ્ન બાહ્ય સંબંધો, કોલેજમાં જવું એટલે પ્રેમ અને દરેક બાબતની આઝાદી તેવું બાળકો માની લેતા હોય છે.