National

લખમીપુર ખેરીની હિંસક ઘટનામાં સમાધાન: મૃત ખેડૂતોના પરિવારોને 45-45 લાખ આપવામાં આવશે

ખેતીના કાયદા (Farmers law)ઓ સામેના વિરોધ (protest) દરમિયાન રવિવારે લખીમપુર ખેરી (Lakhmipur kheri) ઘટનામાં લોહિયાળ અથડામણ થઈ હતી, ફાયરિંગ અને આગચંપીમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. કિસાન મહાપંચાયતની અરજી પર સુનાવણી કરતા આજે સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું કે જ્યારે લખીમપુર ખીરી જેવી ઘટનાઓ બને છે ત્યારે તેની જવાબદારી લેવા કોઈ આગળ આવતું નથી. દરમિયાન આ મામલે ખેડૂતો અને તંત્ર વચ્ચે સમાધાન થયું હોવાની વાત બહાર આવી છે. મૃતક ખેડૂતોના પરિવારને 45-45 લાખ આપવાનું નક્કી કરાયું છે. સરકારે વચન આપ્યા બાદ ખેડૂતોએ રવિવારથી શરૂ કરેલું આંદોલન આટોપી લીધું છે.

ત્રણ નવા કૃષિ કાયદાઓ પહેલાંથી જ અટકાવી દેવાયા છે, એમ સર્વોચ્ચ અદાલતે સોમવારે કહ્યું હતું અને એક ખેડૂત સંગઠનને પૂછ્યું હતું જ્યારે તે કાયદાઓ વ્યવહારમાં નથી તો તેઓ કઈ બાબતે પ્રદર્શન કરી રહ્યા છે. જ્સ્ટીસ એ એમ ખાનવિલકર અને સી ટી રવિકુમારે કહ્યું હતું જ્યારે એક પક્ષે પહેલાંથી જ અદાલતનો સંપર્ક કરી આ કાયદાઓની વૈધતાને પડકારી છે તો પ્રદર્શન પર જવાનો પ્રશ્ન કેમ ઉભો થાય છે. જ્યારે એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે લખીમપુર ખીરીના બનાવનો સંદર્ભ આપ્યો હતો જેમાં રવિવારે 8 લોકોનાં મૃત્યુ થયાં હતાં ત્યારે બેન્ચે કહ્યું હતું આ પ્રકારના બનાવો બને છે ત્યારે કોઈ જવાબદારી લેતું નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બન્ચને કહ્યું હતું કે જ્યારે આ બાબત ટોચની અદાલતમાં છે ત્યારે કોઈ પણ આ જ મુદ્દે માર્ગો પર ઉતરી શકતું નથી.

ખેડૂતોના એક સંગઠને અરજી દાખલ કરી તેમને જંતર મંતર પર ‘સત્યાગ્રહ’ કરવાની મંજૂરી માગી હતી, ટોચની અદાલત આ અરજીની સુનાવણી કરી રહી હતી. ખેડૂતોના સંગઠન કિસાન મહાપંચાયતે પણ સંબંધિત વહીવટી તંત્રને તેમને જંતર મંતર પર ‘સત્યાગ્રહ’ કરવા ઓછામાં ઓછા 200 પ્રદર્શનકારીઓ માટે જગ્યા ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપવાની માગ કરી હતી. અદાલતે આ બાબતની આગામી સુનાવણી 21 ઓક્ટોબર રાખી હતી. ખેડૂતોના સંગઠને રાજસ્થાન ઉચ્ચ અદાલતમાં આ 3 કૃષિ કાયદાઓની વૈધતાને પડકારતી અરજી કરી હતી, ટોચની અદાલતે આ અરજી પોતાની પાસે હસ્તાંતરિત કરી હતી. ઉલ્લેખનીય છે કે સંસદમાં પસાર થયેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનો પ્રદર્શન કરી રહ્યા છે.

એક એવી વાત પણ બહાર આવી છે કે સમગ્ર મામલાની તપાસ હાઈકોર્ટના એક નિવૃત્ત જ્જ કરશે. દરમિયાન આજે ઘટનાસ્થળે જવા માંગતા તમામ વિપક્ષી પક્ષોના નેતાઓને રોકી લઈ અટકાયત કરવામાં આવી હતી. રવિવારની ઘટના બાદ હિંસા ભડકી ઉઠી હતી. વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોના એક ગ્રુપમાં ટીકોનીયામાં કેન્દ્રીય મંત્રી અજયકુમાર મિશ્રા અને યુપીના નાયબ મુખ્યમંત્રી કૈશવ પ્રસાદ મૌર્યને અટકાવવાી કોશિષ કરી હતી. મિશ્રાના તાજેતરના ભાષણથી ખેડૂતો નારાજ હતા. ખેડૂતોનો દાવો છે કે મંત્રીના કાફલાની એક કાર પર પ્રદર્શનકારીઓના ચઢવા બાદ હિંસા ભડકી છે.

લખમીપુર જેવી ઘટના અટકાવવી હોય તો ખેડૂત આંદોલનને મંજૂરી આપવી જોઈએ નહીં: એટર્ની જનરલ વેણૂગોપાલ

એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે જો આપણે લખીમપુર જેવી ઘટનાઓ બનતી અટકાવવી હોય તો આપણે ખેડૂત આંદોલનની કદી પણ મંજૂરી ન આપવી જોઈએ. વેણુગોપાલે કહ્યું કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ન બનવી જોઈએ. ખેડૂત આંદોલન પર સ્ટે મૂકી દેવો જોઈએ. કોર્ટે એવું પણ કહ્યું કે જ્યારે ખેડૂતોએ કૃષિ કાયદાને અદાલતમાં પડકાર્યો છે તો તેઓ વિરોધ પ્રદર્શન કેમ કરી રહ્યાં છે. અદાલતે કાયદાના અમલ પર રોક લગાવી છે. તો ખેડૂતો વિરોધ કેમ કરી રહ્યાં છે.

કોર્ટે એવું પણ જણાવ્યું કે અમે એ વાતની ખાતરી કરીશું કે શું કોઈ વ્યક્તિને આંદોલન કરવાનો અધિકાર છે કે નહીં. આ ચુકાદો આપીને સુપ્રીમ કોર્ટે હવે આ કેસની વધુ સુનાવણી 21 ઓક્ટોબર સુધી મોકૂફ રાખી દીધી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન લખીમપુર ખીરીમાં થયેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. કોર્ટે કહ્યું કે કાયદો પોતાનું કામ કરશે. કોર્ટે કહ્યું કે આમ તો પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ દેખાવનો દાવો કરી રહ્યાં છે પરંતુ ત્યાં હિંસા અને જાહેર સંપત્તિને નુકશાનની જવાબદારી નહીં સ્વીકારે. કિસાન મહાપંચાયતે સુપ્રીમમાં અરજી કરીને દિલ્હીના જંતરમંતર પર સત્યાગ્રહ કરવાની પરમિશન આપી હતી. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી. કોર્ટે એવું પણ જણાવ્યું કે શું પ્રદર્શન કરવું મૂળભૂત અધિકાર છે કે નહીં તે વાતની પણ ચકાસણી કરવામાં આવશે.

આ અગાઉ રવિવારે લખીમપુર ખેરીમાં થયેલી અથડામણમાં 4 ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે વિરોધ દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ ઉર્ફે મોનુ અને તેમના ટેકેદારોએ ખેડૂતો પર ગાડી ચઢાવી કચડી માર્યા હતા. આમાં ચાર ખેડૂતો માર્યા ગયા, જ્યારે ઘણા ઘાયલ થયા. તેનાથી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ મોનુ અને તેના સમર્થકોના ત્રણ વાહનોને આગ લગાવી દીધી અને બાકીનાને ઉથલાવી દીધા.

આ સાથે જ ખેડૂત નેતા રાકેશ ટિકૈત (rakesh tickeit) પીલીભીતથી લખીમપુર જવા રવાના થયા છે. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો કાફલો બેરીકેડિંગ તોડીને આગળ વધ્યો. ત્યાં પોતે, લખીમપુર ખેરી જવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી (priyanka gandhi)ની પોલીસે અટકાયત કરી હતી.

દરમિયાન આ તરફ લખનઉમાં પૂર્વ સીએમ અખિલેશ યાદવના ઘરની બહાર હાઈવોલ્ટેજ હંગામો થયો છે. ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનની જીપમાં અખિલેશ યાદવના ઘરની બહાર આગ લગાડવામાં આવી હતી. અખિલેશ યાદવનો આરોપ છે કે , પોલીસે જાતે જ તેમની કારને આગ લગાવી દીધી. હંગામા બાદ એસપીના કેટલાક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ, લખીમપુર એપિસોડમાં, ખેડૂતોની ફરિયાદ પર પોલીસે મંત્રી અજય મિશ્રા અને તેમના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને તેમના પુત્ર વતી કેટલાક લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે લખીમપુર ખેરીના ટીકોનિયા કેસમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મંત્રીના પુત્ર ઉપરાંત અન્ય 15 સામે પણ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top