National

ઓડિશામાં લખીમપુર જેવી દુર્ઘટના, MLAએ ટોળા પર કાર ચડાવી, 7 પોલીસકર્મીઓ સહિત 23 લોકો ઘાયલ

ઓડિશા: ઓડિશામાં લખીમપુર જેવી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેમાં ઓડિશાના (Odisha) ચિલિકા વિધાનસભા મતવિસ્તારના બીજુ જનતા દળ (બીજેડી)ના સસ્પેન્ડેડ ધારાસભ્ય પ્રશાંત જગદેવે (Prashant Jagdev) ચૂંટણી માટે એકત્ર થયેલી ભીડને તેમની કારથી કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં (accident) લગભગ 23 લોકો ઘાયલ થયા છે, જેમાં ફરજ પર તૈનાત એક મહિલા પોલીસ કર્મચારી સહિત 7 પોલીસકર્મીઓ (Police officer) ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્યના વાહનને સંપૂર્ણ નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે ધારાસભ્યને પણ માર મારવામાં આવ્યો હતો.

7 પોલીસકર્મીઓ તૈનાત અને 23 અન્ય ઘાયલ
ખુર્દા જિલ્લાના બાનપુર બ્લોકમાં, વિવિધ રાજકીય પક્ષો સાથે લગભગ 500-600 લોકો અધ્યક્ષની ચૂંટણી માટે એકઠા થયા હતા. તે જ સમયે ધારાસભ્ય જગદેવ બ્લોક પર પહોંચ્યા હતા અને ટોળાને બળજબરીથી કાર સાથે કચડીને આગળ વધ્યા હતા. જેના કારણે ફરજ પરના 7 પોલીસકર્મીઓની સાથે અન્ય 23 લોકો ઘાયલ થયા હતા.

લોકોએ ધારાસભ્યને માર માર્યો, કાર તોડી
આ અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્યના વાહનને સંપૂર્ણ નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ જોરદાર હોબાળો વચ્ચે લોકોએ ધારાસભ્યને માર માર્યો, જેના કારણે ધારાસભ્ય ઘાયલ થયો. ધારાસભ્યની સાથે અન્ય તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્તારા પાધીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં કોઈ પણ રીતે જાન માલનું નુકસાન થયું નથી. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ દોષિત હશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

બીજેડીના રાજ્યસભા સાંસદ સસ્મિત પાત્રાએ આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે તેઓ બાનપુર બ્લોકમાં ધારાસભ્ય પ્રશાંત જગદેવ દ્વારા કરવામાં આવેલી ઘટનાની સખત નિંદા કરે છે. તેમણે કહ્યું, ‘લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. આ પ્રકારની ઘટના નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટના પર પોલીસ પ્રશાસન દોષિતો સામે કડક કાર્યવાહી કરશે. આ ગતિવિધિઓને કારણે ધારાસભ્ય જગદેવને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમે ઘાયલ થયેલા નિર્દોષ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે 2021માં બીજેડી સરકારે ભાજપના બાલુગાંવ શહેર અધ્યક્ષ નિરંજન સેઠી પર હુમલો કર્યા બાદ ધારાસભ્ય જગદેવને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. ભાજપના નેતા પર હુમલો કરવા બદલ ધારાસભ્યને જેલ પણ જવું પડ્યું હતું. સ્થળ પર હાજર સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે ધારાસભ્ય દ્વારા આ પ્રકારની ગુંડાગીરી અસહ્ય છે.

ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલના દરમિયાન પણ ભારી ભીડ પર કાર ચલાવી દેવામાં આવી હતી. લખમીપુરી ખેરીમાં ખેડૂતોને કાર નીચે કચડી મારી નાંખવાના કેસમાં 6 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા યુપી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. પોલીસે તેને પોલીસે તેને CRPC ની કલમ 160 હેઠળ સમન્સ પાઠવ્યું હતું. ગયા રવિવારે તા. 3 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં ચાર ખેડૂતોની હત્યા કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્રીય મંત્રીના પુત્રએ ખેડૂતો પર કથિત રીતે કાર દોડાવી હતી. આ પછી, ફાટી નીકળેલી હિંસામાં વધુ ચાર લોકોના મોત થયા હતા. ખેડૂતોએ FIRમાં આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાએ વિરોધ કરી રહેલા ખેડૂતોને ધક્કો મારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ચાર ખેડૂતોના મોત થયા છે.

Most Popular

To Top