Business

ભરૂચ જિલ્લામાં ભૂતકાળમાં લખાબાવા નામે જાણીતું આ ગામ જેનો ભૂતકાળ જાણવા જેવો છે

અરબી સમુદ્ર અને ઔદ્યોગિક નગરી દહેજ નજીક આવેલું ગામ એટલે લખીગામ. જે ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલું છે. આ ગામ (Village) ધીમે ધીમે પ્રગતિને પંથે આગળ વધી રહ્યું છે. લખીગામમાં (LakhiGaam) પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં હાઇટેક અને ડિજિટલ રૂમ બનાવાયા છે. અંદાજે ૪૯૩૩ની વસતી ધરાવતા લખીગામના લોકો નોકરી, ખેતી અને સ્વાવલંબી કામગીરી પર નિર્ભર છે. ભરૂચ જિલ્લા પેલેસથી ૩૯ કિ.મી., વાગરા તાલુકાથી ૪૧ કિ.મી. અને દહેજથી (Dahej) માંડ ૫ કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. લખીગામમાં કોળી પટેલ, આદિવાસી, હરિજન અને માછી સમાજની વસતી આવેલી છે. ખાસ કરીને લખીગામમાં ઉદ્યોગો વધતાં વ્યવસાયમાં રોજગારી મળતી થઇ છે. લેન્ડલૂઝરને પરમેડન્ટ જોબ, લેબર વર્કર મળીને લગભગ ૯૦૦ જેટલા યુવાનો કંપનીમાં જોબ કરે છે. આજુબાજુ ઔદ્યોગિક એકમોની (industrial Unit) ભરમાળ વચ્ચે લખીગામ ગ્રામ પંચાયત આર્થિક રીતે સમૃદ્ધિના શિખરે છે. આ ગામમાં લગભગ ૧૨ જેટલાં ઔદ્યોગિક એકમ આવેલાં છે. વળી, આ ગામ યુવાનની લીડરશીપને કારણે વિકાસની રાહ ચીંધે છે. ગામમાં ૧૦૦ ટકા શૌચાલય અને રોડ કે પેવર બ્લોકથી સંપૂર્ણ કામો થયાં છે. ગ્રામજનોને ૨૪ કલાક સુધી પાણીની સુવિધા આપી તૃપ્ત કરી દીધા છે. આ ગામમાં આરોગ્ય માટે ૭૫ ટકા લોકોને આયુષ્યમાનની સુવિધા આપવામાં આવી છે. જેને લઈ બીમાર થનારાને ૫ લાખ સુધીનો મેડિક્લેઇમ મળતાં તેમના પરિવારજનોને રાહત થાય છે. લખીગામમાં CCTV કેમેરાની સુવિધા પણ છે. જેથી ગામના રસ્તાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સ્પોર્ટ એક્ટિવિટી તરફ ધ્યાન કેન્દ્રીત રહે છે. લખીગામનો ઈતિહાસ વર્ષો પુરાણો છે

  • લખીગામમાં કઈ સુવિધા છે?
  • ૧) પંચાયત ઘર
  • ૨) પ્રાથમિક શાળા
  • ૩) સરકારી માધ્યમિક શાળા
  • ૪) આંગણવાડી-૨ 
  • ૫) સીસીટીવી કેમેરા-૩૬
  • ૬) સખીમંડળ-૧૨
  • ૭) વોશિંગ પ્લેટફોર્મ-૩
  • લખીગામમાં આવેલાં મંદિરો
  • ૧) મહાકાળી મંદિર
  • ૨) રૂક્નેશ્વર મહાદેવ મંદિર
  • ૩) ભૂતમામા મંદિર
  • ૪) લખાબાવા મંદિર
  • ૫) ભાથીજી મંદિર
  • ૬) બાપા સીતારામ મંદિર
  • લખીગામની વસતી
  • કુલ વસતી :- ૪૯૩૮
  • ઘરની સંખ્યા :- ૧૨૧૭ 
  • સ્ત્રી વસતી;- ૧૭૯૪
  • પુરુષ વસતી :- ૩૧૪૪
  • સાક્ષરતા દર :- ૯૦.૭૧ ટકા
  • પુરુષ સાક્ષરતા :- ૯૪.૦૭ ટકા
  • સ્ત્રી સાક્ષરતા દર :- ૮૪.૪૫ ટકા
  • ખેડૂત :- ૪૯
  • ગૃહઉદ્યોગ :- ૨૨
  • મુખ્ય કામદાર :- ૨૧૭૭

લખીગામને સુવિધા સંપન્ન કરવાનું જ અમારું લક્ષ્ય છે: સતીષભાઈ ગોહિલ
લખીગામ
એ કેટલાક અંશે લીડરનું ગામ છે. લખીગામના ડેપ્યુટી સરપંચ ૨૯ વર્ષના સતીષભાઈ જસવંતભાઈ ગોહિલનું લક્ષ્ય ગામનો સર્વાંગી વિકાસ કરવાનું છે. સતીષભાઈ ગોહિલ અગાઉ પણ પાંચ વર્ષ સરપંચ પદે રહી ચૂક્યા છે. લખીગામે પણ તમામ ફેસિલિટી માટે પોતાની દૃષ્ટિએ આગવી ઓળખ ઊભી કરવામાં કોઈ કસર છોડી નથી. મૂળ તો આધ્યાત્મિક રીતે લાખાબાવા દાદા મંદિરનું રિનોવેશન કરવાનું હોય કે અન્ય કોઇપણ સેવાના કામ માટે સતીષભાઈ હરહંમેશ ખડેપગે મદદરૂપ થવાની ભાવના રાખે છે. સતીશભાઈ ગોહિલ કહે છે કે, મૂળ તો લખીગામને સુવિધા સંપન્ન કરવાના લક્ષ્ય સાથે કામ કરીએ છીએ. હજુ પણ ઘણાં કામો કરીને લખીગામ મોડેલ વિલેજ બને એ માટે પ્રયત્ન કરીશ.

લખીગામની મહિલા સશક્તિકરણની અમૂલ્ય મિસાલ ‘લાખેણું’ અમુલ પાર્લર
સમાજમાં
નારી શક્તિને સશક્ત બનાવવાના પ્રયાસોમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. SEZ દહેજના લખીગામમાં મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. સુયોગ્ય માર્ગદર્શન અને પૂરતી મદદ મળતાં ગામની મહિલાઓએ તેમનું કૌવત સાબિત કરી બતાવ્યું છે. એક સમયે માત્ર ઘરની ચાર દીવાલોમાં રહેનારી મહિલાઓ લાખોનો કારોબાર કરી સ્વરોજગારી સાથે લોકોને રોજગારી મેળવવા તક આપી રહી છે. આમ તો લખીગામની મહિલાઓની આજીવિકા પશુપાલન પર નિર્ભર હતી. પરંતુ મોંઘવારીના જમાનામાં મર્યાદિત આવકમાંથી ઘર ચલાવવું ખૂબ જ અઘરું હતું. તેવામાં ગામની સમજુ મહિલાઓએ અદાણી ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો અને તેમના નસીબ આડેથી પાંદડું હટી ગયું. જો કે, અપૂરતાં સંસાધનો અને માર્ગદર્શનના કારણે તેઓ પાંગળાં હતાં.

ફાઉન્ડેશનની કર્મઠ ટીમે મહિલાઓને સહાયતા પૂરી પાડી તેમની આવક અને જીવનસ્તર ઊંચું લાવવાનું બીડું ઝડપી લીધું. અદાણી ફાઉન્ડેશને ગામની જરૂરિયાતમંદ અને આશાસ્પદ મહિલાઓને એકઠી કરી એક સંગઠન બનાવવાનો વિચાર મૂક્યો. સાધદાદા મહિલા સખીમંડળ નામે મૂર્તરૂપ પામેલાં 11 મહિલાઓના સંગઠનમાં 7 ગરીબી રેખા નીચેના પરિવારોની હતી. ફાઉન્ડેશનની ટીમે તેમને આર્થિક રીતે પગભર થવા માટે સાચી રાહ ચીંધી રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવીને સીલક જમા કરાવી છે. બસ પછી તો લાખેણી મહિલાઓને વ્યવસાયના ગગનમાં ઊડવાની પાંખો મળી ગઈ. ગ્રામીણ મહિલાઓના જૂથને અચાનક ઉદ્યોગમાં જોડવું અનેક પડકારો ભરેલું કામ હતું. મહિલાઓને ઔદ્યોગિક વાતાવરણથી અનુરૂપ થવા ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન તેમજ જિલ્લા આજીવિકા મિશન તરફથી તાલીમ આપવામાં આવી હતી, જેમાં સેલ્સ અને માર્કેટિંગથી લઈ એકાઉન્ટિંગ અને લોજિસ્ટિક્સના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ સરકારી પ્રમાણપત્રો ધરાવતાં સખીમંડળના ઉત્સાહનો પાર ન રહ્યો. સંસ્થાની ટીમે સખીમંડળની ક્ષમતા અને રિસર્ચના આધારે અમૂલ પાર્લરના વ્યવસાયમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. દૂધની દૈનિક જરૂરિયાત સંતોષવા આસપાસના 15 કિલોમીટર સુધી કોઈ પાર્લર ન હોવાથી આ વ્યવસાયમાં કમાણીની પ્રબળ સંભાવના હતી. કાયદાકીય અડચણોથી અજાણ સખીમંડળની મહિલાઓને રજિસ્ટ્રેશન અને ફૂડ લાઇસન્સથી લઈ જરૂરી તમામ બાબતો મેનેજ કરવા સલાહ-સૂચન આપી તેમનું મનોબળ વધાર્યું હતું. એટલું જ નહીં શરૂઆતના કેપિટલ રૂપે રૂ.3.5 લાખની આર્થિક મદદ પૂરી પાડી તેમની ગાડી પાટે ચઢાવી હતી. જુલાઈ-2021માં શરૂ કર્યાના માત્ર સાત મહિનામાં રૂ.20.48 લાખનું ટર્નઓવર થઈ ચૂક્યું છે. 

લખીગામની લાખેણી મહિલાઓએ લાખોનો વ્યાપાર કરી લોકોને પોતાની વ્યાવસાયીક ક્ષમતાનો પરિચય આપ્યો છે. નારી માત્ર ઘરકામ જ નહીં, વ્યવસાયમાં પણ અવ્વલ થઈ શકે છે એમ કરી બતાવ્યું છે. આસપાસની હજારો મહિલાઓને વ્યાવસાયીક બનવા માટે પ્રેરણાસ્ત્રોત બની છે. અમુલ પાર્લર ચલાવતાં ૩૦ વર્ષીય ભાવનાબેન રકસિતકુમાર મકવાણા કહે છે કે, પહેલાં અમે તો ઘરે બેસતાં હતાં. આવકનું કોઈ સાધન ન હતું. પણ સખીમંડળ ને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આજે અમે બે રૂપિયા કમાતા થઇ ગયાં છે. અમારે ત્યાં આઈસક્રીમ, કૂલ્ફી, દૂધ, દહીં સહિત દૂધની તમામ વેરાઈટી મળે છે.

લખીગામ નામ કઈ રીતે પડ્યું?
લખીગામનો
અર્થ કાઢવો અને સમજવું નવી પેઢી માટે ખૂબ મહત્ત્વનું છે. લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં લખીગામની ધરતી એ સાધુઓનો વિસ્તાર હતો. આ ભૂમિની બાજુમાં અરબી સમુદ્ર અને પાવન નદી નર્મદાને કારણે આધ્યાત્મિક જગતની દૃષ્ટિએ સાધુ-સંતોનો જમાવડો રહેતો હતો. નર્મદા કાંઠે લક્ષ્મણ નામનો યુવક પરિક્રમા કરવા માટે આવ્યો હતો. એ વખતે આ વિસ્તાર નયનરમ્ય અને વાતાનુકૂલિત હોવાથી લક્ષ્મણને ગમી ગયું અને એ વખતે તપસ્વી સાધુ તરીકે પ.પુ.ગંગાતારતી હોવાથી તેમને ગુરુ માનીને વસવાટ કર્યો. લક્ષ્મણમાંથી લખાબાવા બનેલા તેમના ગુરુનો ગુરુ મહારાજ માનીને પરમ શિષ્ય પડ્યો બોલ ઝીલતો હતો. વહેલી સવારે ગુરુ મહારાજ પરંપરા પ્રમાણે મોઢાની ઉલ ઉતારીને જમીન પર ન નાંખતા અને તેને કટોરામાં લઇ લેતા. આ ઉલનો કટોરો જ્યાં કોઈ જીવજંતુ ન હોય ત્યાં ઠાલવવા માટે શિષ્યને આપતા હતા.

અને ગુરુ મહારાજનું સૂચન હોય એ માટે જમીન પર દરેક જગ્યાએ જીવજંતુ હોય એ માટે શું કરવું એ ચિંતામાં હતો. આખરે એ ઉલનો કટોરો લખાબાવા પોતાના મોંમાં મૂકીને ગળી જતો. એક દિવસ લખાબાવાની આ પ્રવૃત્તિ ખુદ તેમના ગુરુ જોઈ જતાં તેઓ પ્રસન્ન થયા. પરમ શિષ્યની આ કામ જોઇને ગુરુ મહારાજે કહ્યું કે, મારા કરતાં લોકો તને પહેલા યાદ કરશે. જા તારા નામથી આ ભૂમિના ગામનું નામ લખીગામ પડશે. લખીગામના ૩૦ વર્ષીય પ્રહલાદભાઈ ભીમભાઈ ગોહિલ કહે છે કે, ભૂતકાળમાં સાધુના આશીર્વાદથી આજે પણ લખીગામ નામ અવિરત રહ્યું છે. નિવૃત્ત આચાર્ય મનસુખભાઈ ગોહિલ કહે છે કે, લખીગામમાં સ્થાનિક ગ્રામજનોના ઘરે બાળક થાય તો પાંચ વર્ષે તેની બાબરી લઈ લખાબાવાના મંદિરે મુંડન આજે પણ કરાવે છે.

લખીગામ પ્રાથમિક શાળામાં ગામની જ ત્રણ પેઢીએ આચાર્ય પદ ભોગવ્યું
“શિક્ષણ
સૌથી શક્તિશાળી હથિયાર છે. જેનો ઉપયોગ દુનિયા બદલવા કરી શકાય છે.” આ શબ્દો નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા નેલ્સન મંડેલાના છે. દરિયાઈ કાંઠે આવેલા લખીગામમાં ૧૫૪ જૂની પ્રાથમિક શાળામાં પોતાના ગામની જ કોળી પટેલની ત્રણ પેઢીએ શિક્ષણ ક્ષેત્રે પ્રવૃત્તિ કરી છે. ૧૯૯૦માં મનસુખભાઈ ફૂલજીભાઈ ગોહિલે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે જવાબદારી લીધી હતી. મનસુખભાઈ માટે શૈક્ષણિક પ્રવૃત્તિ એ ચોવીસ કલાકની ઉપાસના છે. આ સૂત્રને જીવનપર્યંત બનાવી તેઓ આગળ વધ્યા. મૂળ તો મનસુખભાઈ ગોહિલે તા.૧/૩/૧૯૮૪માં અંતરિયાળ ડેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામે શિક્ષક તરીકે શુભ શરૂઆત કરી હતી. ત્યારબાદ તા.૨૦/૬/૧૯૯૦માં માદરે વતન લખીગામ પ્રાથમિક શાળામાં આવતાં બાળકો માટે કંઈક અલગ રોલ અપાવવાનું મન બનાવી લીધું હતું.

તેમનાં લગભગ ૩૦ વર્ષ તરીકે મનસુખભાઈ ગોહિલે શિક્ષણ માટે રોપેલું બીજ આજે વટવૃક્ષ થઇ ગયું છે. પહેલા બાળકો ચોપડામાંથી અભ્યાસ કરતાં હતાં, એ આજે ડિજિટલ બોર્ડથી જાતે જ ઓપરેટ કરીને અભ્યાસ કરે છે. લખીગામની પ્રાથમિક શાળા સંકુલમાં પ્રવેશ કરો તો અંદર ૨૮ નાળિયેરી, લીલોછમ બગીચો અને કિચન ગાર્ડન નવું રૂપરંગ આપતું નજરે પડે છે. સરકારી પ્રાથમિક શાળામાં આવતાં બાળકોને ઘરેથી અપડાઉન કરવા માટે સ્કૂલ બસ ન હોય. પણ લખીગામ પ્રાથમિક શાળામાં ૨૦૧૩થી LNG દ્વારા સ્કૂલ બસ આપવામાં આવતાં દૂરનાં બાળકો અવિરત અપડાઉન કરે છે. હવે BIRLA કંપની દ્વારા બાળકોને લાવવા-લઇ જવા માટે સ્કૂલ બસ ફાળવાઈ છે. આ સ્કૂલમાં બાળકોને દુનિયાદારીની સમજણ માટે ૫૦ જેટલાં ટેબ્લેટ, પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર રૂમ અને ધો-૭ અને ૮ ડિજિટલ વર્ગ બનાવાયા છે. જો કે, સરકારે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને કંપનીના સહયોગથી ૬ સ્માર્ટ બોર્ડ બેસાડેલાં છે. લખીગામ પ્રાથમિક શાળામાં અદ્યતન પ્રાર્થના હોલ, ઓફિસ, સેનિટેશન જેવી સુવિધા પણ છે.

મનસુખભાઈના પિતા ૮૮ વર્ષીય ફૂલજીભાઈ ઉમેદભાઈએ લખીગામ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કામ કર્યું હતું. આજે વયોવૃદ્ધ ફૂલજીભાઈ હરેફરે છે. તેમજ તેમના દાદા ઉમેદભાઈ કુબેરભાઈએ પણ આ શાળામાં આચાર્ય તરીકે કામ કર્યું હતું. ૫૦ વર્ષીય રિટાયર્ડ આચાર્ય મનસુખભાઈ ગોહિલ કહે છે કે, લખીગામ પ્રાથમિક શાળામાં ફરજ દરમિયાન કોઈપણ સગાસંબંધી મહેમાનગતિ માટે ઘરે આવે ત્યારે મારી એક જ સૂચના કે સ્કૂલ ટાઈમે આવે તો મળવા માટે સ્કૂલમાં આવે અથવા સાંજે સાડા પાંચ વાગ્યે જ ઘરે આવીને મળી શકું. સ્કૂલનાં બાળકોએ સ્વચ્છતા માટે કામ કર્યું છે. કોઈ બાળક બીમાર પડે ત્યારે હું તેની ખબર કાઢવા બિસ્કિટનાં પેકેટ લઈ તેમના ઘરે જાઉં. જેમાં તેના વાલીવારસોને અમારા માટે લાગણી પણ થાય. તેમજ નવી પેઢી આગળ વધીને દેશમાં શ્રેષ્ઠ નાગરિક બને એ જ અમારું લક્ષ્ય છે.

ઉદ્યોગો આવતાં જ લખીગામના લોકોની આર્થિક સ્થિતિ સુધરી
એક સમય
હતો જ્યારે આ વિસ્તારમાં કોઈ ઉદ્યોગો ન હતા. લખીગામ સહિતના આજુબાજુનાં ગામોના લોકોને બે ટંક ખાવા માટે ફાંફાં હતા. ગરીબાઈના સમયમાં લોકોએ ખૂબ જ પરિશ્રમ કરવો પડતો હતો. એ કાળનું દૃશ્ય લખીગામના વતની અને જિલ્લા ભાજપ બક્ષીપંચના મહામંત્રી મનહરભાઈ ભીખાભાઈ મકવાણાએ જોયું છે. તેઓ જણાવે છે કે, ઘરની સ્થિતિ તદ્દન દારૂણ હોવાથી ૧૪ વર્ષની ઉંમરે જ ધોરણ-૮ સુધી ભણી અભ્યાસ છોડવાનું મન બનાવી લીધું હતું. એ સમયે પરિવાર સાથે કફોડી હાલતમાં જીવવું અત્યંત મુશ્કેલ હતું. આવી કપરી પરિસ્થિતિ માટે શિક્ષણ કરતાં ઘર ચલાવવું જરૂરી હતું. આવી કફોડી હાલતમાં દહેજ સુધી પગદંડી ચાલીને ભણવું અત્યંત અસહ્ય લાગતું હતું. અને એ વખતે મલ્ટિપલ કે અન્ય ઉદ્યોગો પણ ન હતા. મનહરભાઈએ અભ્યાસ તો છોડ્યો, પણ આવક માટે એ વખતે હીરા ઘસવા માટે સુરત તરફ પ્રયાસ કર્યુ હતું.

પરિવારની સ્થિતિ નાજૂક હોય અને આવક સિવાય કંઈ બીજું વિચારાય નહીં. મનહરભાઈને એમ થતું હતું કે, આખી જિંદગી હીરા ઘસીને કાઢવી પડશે. પણ કુદરત ક્યારેક ન્યાય આપે છે. લગભગ સાત વર્ષ સુધી હીરા ઘસ્યા બાદ ઉદ્યોગો આવવાના શરૂ થતાં એ સમયે બિરલા અને IPCL IPCLIPCLમાં સુપરવાઈઝરનું કામ કર્યું. સાથે છ મહિના રિક્ષા પણ ચાલુ કરી. મૂળ તો મનહરભાઈનો સ્વભાવ લોક ઉપયોગી. કામ કરવાની ખેવના ખરી. તેમણે નક્કી કર્યું કે જેમાં લોકોનું હિત હોય એવું કામ કરવું. એ માટે વર્ષ-૨૦૦૨માં લખીગામ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈને ડેપ્યુટી સરપંચ પદ નિભાવ્યું હતું. વર્ષ-૨૦૦૫માં વાગરા તાલુકા ભાજપના સંગઠનમાં મંત્રી તરીકે કામ કર્યું. વવ્ષ-૨૦૧૫માં તેમનાં પત્ની જયશ્રીબેન વાગરા તાલુકા પંચાયતનાં સભ્ય તરીકે પાંચ વર્ષ રહ્યાં હતાં. મનહરભાઈ મકવાણા હાલમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી છે. મનહરભાઈ મકવાણા કહે છે કે, ભૂતકાળમાં આ વિસ્તારની હાલત કફોડી હતી. પરંતુ આજે ઉદ્યોગો અને નવું નેતૃત્વને લઈ ગામ વિકાસ કરી રહ્યું છે. નવી પેઢી માટે વિકાસની ક્ષિતિજે આગળ વધી રહ્યું છે.

લખીગામના નિષ્કામ સેવાભાવી ઈશ્વરભાઈ મેલાભાઈ મકવાણાનો હાર્દ પણ ગામડાં સાથે જોડાયેલો છે. હરહંમેશ ગામડાં કામ માટે અવિરત સેવાની ભેખ લીધી છે. કોઈપણ સારા-નરસા પ્રસંગમાં ઈશ્વરભાઈ મકવાણાની ઉપસ્થિતિ અવશ્ય હોય જ. સામાજિક સેવા અને સુખ-દુઃખમાં બીમારી, અકસ્માત જેવા બનાવો માટે તત્પર રહી સારવાર માટે લઇ જવાની ભાવના હોય છે. તેમજ આધ્યાત્મિક રીતે રૂક્નેશ્વર મહાદેવ મંદિરની જવાબદારી હોવાથી તેની સંભાળ રાખતા હતા. આધ્યાત્મિક જીવ હોવાથી ધાર્મિક કામોમાં અતૂટ નાતો હોય છે. ઈશ્વરભાઈ મકવાણા કહે છે કે, લોકોની સેવા કરવી એ જ અમારો ધર્મ હોય એમ માનીએ છીએ, જેમાં અમે કોઈપણ કામ માટે સેવાના નામે કરીએ એ જ અમને ગમે છે.

અમારું સપનું લખીગામની સેવા કરવાનું છે: સંજયભાઈ ગોહિલ
લખીગામના
બીજેપી પાર્ટી સાથે જોડાયેલા અને ૪૨ વર્ષીય સંજયભાઈ મંગળભાઈ ગોહિલ હાલમાં વાગરા તાલુકા પંચાયતના સભ્ય છે. સંજયભાઈ માટે મૂળ તો સેવાના ભાવ સાથે અવિરત જોડાયેલા છે. ૨૦૦૮માં પહેલાં ભરૂચ નહેરૂ યુવા કેન્દ્રમાં સંકળાઈને સ્પોર્ટ્સની પ્રવૃત્તિ સાથે જોડાઈ રહ્યા. ત્યારબાદ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી હોય ત્યારે વ્યસનમુક્તિ અભિયાન માટે રેલી, સેવ વોટરની કામગીરી અને દેશપ્રેમ માટે નાટકો જેવાં કામો કરતા હતા. સાથે જન શિક્ષણ હેઠળ અભ્યાસ છોડનારાં બાળકોને રાત્રિ ક્લાસ લેતા હતા. સંજયભાઈ માટે વર્ષ-૨૦૧૫માં વાગરા તાલુકા બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું. જો કે, ઘણી વખત ગામડાંના લોકો માટે કેટલાંક સરકારી કામોની સમસ્યા ઉદભવતી હતી. જે માટે વર્ષ-૨૦૨૧માં વાગરા તાલુકા પંચાયતની ચૂંટણી આવતાં લખીગામ બેઠક પરથી ભાજપે સંજયભાઈને ઉમેદવાર તરીકે ઊભા રાખતાં તેઓ જીતી ગયા હતા. સભ્ય સંજયભાઈ કહે છે કે, અમારું સપનું લખીગામની સેવા કરવાનું છે. હાલમાં લગભગ ૭૫ ટકા લોકોની આયુષ્યમાનની કામગીરી કરી છે. હજુ ઘણું કામ કરવાનું બાકી છે.

૧૫૪ વર્ષ જૂની પ્રાથમિક શાળા èહાઇટેક યુગમાં બેનમૂન
તા.૨૨/૧૧/૧૮૬૮ના
રોજ લખીગામ પ્રાથમિક શાળાની સ્થાપના થઇ હતી. આઝાદી પહેલાની નાનકડી પ્રાથમિક શાળામાં ધૂળની ડમરીઓ ઊડતી હતી. સુવિધાનો ભરપુર અભાવ. તેમ છતાં અક્ષર લખવાનું મંડાણ થયું હતું. લખીગામ પ્રાથમિક શાળાએ તેનાં ૧૫૪ વર્ષના કાર્યકાળમાં ઘણી લીલીસૂકી જોઈ છે. આજે લખીગામ પ્રાથમિક શાળામાં મેગા સિટીને ટક્કર મારે એવી ફેસિલિટી જોવા મળે છે. આજે આદિવાસી સમાજનાં બાળકો ટેબ્લેટ લઈને ભણતાં થઇ ગયાં છે. પ્રાથમિક શાળામાં જાવ તો પ્રકૃતિના ખુશનુમા વાતાવરણનો લાભ મળે. લખીગામ પ્રાથમિક શાળામાં ધો.૧થી ૮માં ૪૭૮ બાળક અભ્યાસ માટે આવે છે. આ શાળામાં દરેક વર્ગ મળી ૮ સ્માર્ટ ટીવી મૂકવામાં આવ્યાં છે. તેમજ અદાણી ગ્રુપે ૫૫ ઇંચ ટીવી આપ્યું હોવાથી ટેલિવિઝન સાથે અભ્યાસ કરવાનું મન વિદ્યાર્થીને થાય છે. ધો.૭ અને ૮માં શિક્ષકો સ્માર્ટ બોર્ડ પર જ્ઞાનકુંજ પ્રોજેક્ટ સોફ્ટવેર આધારીત અભ્યાસ કરાવે છે. અથવા ખુદ વિદ્યાર્થીઓ જ ઓપરેટ કરી અભ્યાસ કરે છે. તેમજ ધો.૬માં પણ આ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરાઈ રહ્યો છે. પ્રાથમિક શાળામાં ૪૩ વર્ષીય આચાર્યા ચેતનાબેન રમેશભાઈ પટેલ સહિત ૧૨ જણાનો સ્ટાફ છે. લખીગામમાં આઠ એકર સંકુલમાં ધો.૯થી ૧૨માંની સરકારી માધ્યમિક શાળા આવેલી છે. આ સ્કૂલે ડિજિટલ સ્માર્ટ રૂમ ભણી ડગલાં માંડ્યાં છે. સરકારી સ્કૂલમાં આજે અદ્યતન હોલ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર રૂમ અને વિશાળ ગ્રાઉન્ડ આવેલું છે. ધો.૯થી ૧૨ સુધી ૧૮૩ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ધો.૧૧ અને ૧૨માં લખીગામ અને જાગેશ્વર ગામના લોકો અભ્યાસ કરે છે. માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ સહિતની ઘણી પ્રવૃત્તિ ચાલી રહી છે. લખીગામ માધ્યમિક શાળાનો એક જ ધ્યેય છે કે, નવી પેઢી અભ્યાસ કરી સારી કારકિર્દી બનાવે.

લખીગામનું વિકાસ તરફ પ્રયાણ  
આજે લખીગામના
રસ્તા, પાણીની ફેસિલિટી તેમજ અન્ય ગામની સુવિધા માટે ગ્રામ પંચાયત અડિખમ છે. વર્ષે દહાડે લાખો રૂપિયાના સરકાર કે અન્ય ફંડ વડે લખીગામનું કામ કરવા માટે ગ્રામ પંચાયતની ટીમ તત્પર રહે છે. લખીગામમાં ૧૦૦ ટકા શૌચાલય, રોડ, ગટર અને ૨૪ કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ બની છે. તેમજ મહત્ત્વની બાબત એ છે કે લખીગામમાં બે તળાવનું નવીનીકરણ પ્રોગ્રેસમાં છે. લખીગામ દિવસે ને દિવસે વિકાસની મંઝિલ તરફ ડગલાં માંડી રહ્યું છે. આવનારી નવી પેઢી માટે લખીગામ સમૃદ્ધ અને મજબૂત થવા જઈ રહ્યું છે.

ઉદ્યોગો આવતાં જ લખીગામના લોકોની આર્થિક સ્થિતિ સુધરી
એક સમય
હતો જ્યારે આ વિસ્તારમાં કોઈ ઉદ્યોગો ન હતા. લખીગામ સહિતના આજુબાજુનાં ગામોના લોકોને બે ટંક ખાવા માટે ફાંફાં હતા. ગરીબાઈના સમયમાં લોકોએ ખૂબ જ પરિશ્રમ કરવો પડતો હતો. એ કાળનું દૃશ્ય લખીગામના વતની અને જિલ્લા ભાજપ બક્ષીપંચના મહામંત્રી મનહરભાઈ ભીખાભાઈ મકવાણાએ જોયું છે. તેઓ જણાવે છે કે, ઘરની સ્થિતિ તદ્દન દારૂણ હોવાથી ૧૪ વર્ષની ઉંમરે જ ધોરણ-૮ સુધી ભણી અભ્યાસ છોડવાનું મન બનાવી લીધું હતું. એ સમયે પરિવાર સાથે કફોડી હાલતમાં જીવવું અત્યંત મુશ્કેલ હતું. આવી કપરી પરિસ્થિતિ માટે શિક્ષણ કરતાં ઘર ચલાવવું જરૂરી હતું. આવી કફોડી હાલતમાં દહેજ સુધી પગદંડી ચાલીને ભણવું અત્યંત અસહ્ય લાગતું હતું.

અને એ વખતે મલ્ટિપલ કે અન્ય ઉદ્યોગો પણ ન હતા. મનહરભાઈએ અભ્યાસ તો છોડ્યો, પણ આવક માટે એ વખતે હીરા ઘસવા માટે સુરત તરફ પ્રયાસ કર્યુ હતું. પરિવારની સ્થિતિ નાજૂક હોય અને આવક સિવાય કંઈ બીજું વિચારાય નહીં. મનહરભાઈને એમ થતું હતું કે, આખી જિંદગી હીરા ઘસીને કાઢવી પડશે. પણ કુદરત ક્યારેક ન્યાય આપે છે. લગભગ સાત વર્ષ સુધી હીરા ઘસ્યા બાદ ઉદ્યોગો આવવાના શરૂ થતાં એ સમયે બિરલા અને IPCL IPCLIPCLમાં સુપરવાઈઝરનું કામ કર્યું. સાથે છ મહિના રિક્ષા પણ ચાલુ કરી. મૂળ તો મનહરભાઈનો સ્વભાવ લોક ઉપયોગી. કામ કરવાની ખેવના ખરી. તેમણે નક્કી કર્યું કે જેમાં લોકોનું હિત હોય એવું કામ કરવું. એ માટે વર્ષ-૨૦૦૨માં લખીગામ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈને ડેપ્યુટી સરપંચ પદ નિભાવ્યું હતું. વર્ષ-૨૦૦૫માં વાગરા તાલુકા ભાજપના સંગઠનમાં મંત્રી તરીકે કામ કર્યું. વવ્ષ-૨૦૧૫માં તેમનાં પત્ની જયશ્રીબેન વાગરા તાલુકા પંચાયતનાં સભ્ય તરીકે પાંચ વર્ષ રહ્યાં હતાં.

મનહરભાઈ મકવાણા હાલમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી છે. મનહરભાઈ મકવાણા કહે છે કે, ભૂતકાળમાં આ વિસ્તારની હાલત કફોડી હતી. પરંતુ આજે ઉદ્યોગો અને નવું નેતૃત્વને લઈ ગામ વિકાસ કરી રહ્યું છે. નવી પેઢી માટે વિકાસની ક્ષિતિજે આગળ વધી રહ્યું છે. લખીગામના નિષ્કામ સેવાભાવી ઈશ્વરભાઈ મેલાભાઈ મકવાણાનો હાર્દ પણ ગામડાં સાથે જોડાયેલો છે. હરહંમેશ ગામડાં કામ માટે અવિરત સેવાની ભેખ લીધી છે. કોઈપણ સારા-નરસા પ્રસંગમાં ઈશ્વરભાઈ મકવાણાની ઉપસ્થિતિ અવશ્ય હોય જ. સામાજિક સેવા અને સુખ-દુઃખમાં બીમારી, અકસ્માત જેવા બનાવો માટે તત્પર રહી સારવાર માટે લઇ જવાની ભાવના હોય છે. તેમજ આધ્યાત્મિક રીતે રૂક્નેશ્વર મહાદેવ મંદિરની જવાબદારી હોવાથી તેની સંભાળ રાખતા હતા. આધ્યાત્મિક જીવ હોવાથી ધાર્મિક કામોમાં અતૂટ નાતો હોય છે. ઈશ્વરભાઈ મકવાણા કહે છે કે, લોકોની સેવા કરવી એ જ અમારો ધર્મ હોય એમ માનીએ છીએ, જેમાં અમે કોઈપણ કામ માટે સેવાના નામે કરીએ એ જ અમને ગમે છે.

Most Popular

To Top