ઉત્તર પ્રદેશ (UP)ના આગ્રા (Agra) જિલ્લાના પોલીસ સ્ટેશન (Police station) એમએમ ગેટ પર તૈનાત મહિલા કોન્સ્ટેબલ (lady constable) પ્રિયંકા મિશ્રા (Priyanka mishra)ને સોશિયલ મીડિયા (social media) પર વીડિયો શેર (video share) કરવું લેડી સિંઘમને ભારે પડ્યું છે.
પ્રિયંકા મિશ્રાએ ઈન્સ્ટાગ્રામ (instagram) પર મુકવા માટે પોલીસ ગણવેશમાં રિવોલ્વર (revolver) સાથે એક વીડિયો શૂટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ (viral) થયો હતો. વીડિયો વાયરલ થતાં જ પોલીસ વિભાગ (police dept)માં સનસનાટી મચી ગઈ હતી. પોલીસકર્મીઓએ આ વીડિયો ખૂબ વાયરલ કર્યો છે. વીડિયોની નોંધ લેતા, આગ્રાના એસએસપી મુનિરાજ જીએ પ્રિયંકાને લાઇન હાજર કરી દીધા છે. આ સાથે, વીડિયો પર તપાસ પણ ગોઠવવામાં આવી છે. ત્યારે આવા જ વિડીયો ભૂતકાળમાં પણ આવ્યા હોય કર્મીઓને સસ્પેન્ડ પણ કરવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
મહત્વની વાત છે કે પાંચ દિવસ પહેલાથી મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકા મિશ્રા ઉત્તર પ્રદેશ પોલીસની રંગબાઝી જેવા ડાયલોગ્સ આપી રહી છે જેમાં તેની કમરમાં રિવોલ્વર પણ છે. જેથી પોલીસની વરદીને પ્રદર્શન કરતા આ વીડિયોની એસએસપી મુનિરાજ જીએ નોંધ લીધી છે. તાલીમ હેઠળ હોય કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રા વિષે નોંધ લેતા મેન ગેટના પ્રભારી અવધેશ અવસ્થી કહે છે કે પ્રિયંકા મિશ્રા અંડર ટ્રેઇની છે. થોડા દિવસો પહેલા તેને પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મળી. અત્યારે તે રજા પર છે. એસએસપી મુનિરાજ જીના આદેશથી પ્રિયંકા મિશ્રાની બુધવારે પોલીસ લાઇન્સમાં બદલી કરવામાં આવી છે. એસએસપીએ તપાસની સ્થાપના કરી છે પોલીસ અધિકારીઓ કહે છે કે એસએસપી મુનિરાજ જીએ પ્રિયંકા મિશ્રાના વિડિયો અંગે તપાસની સ્થાપના કરી છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા પોતાના સોસ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, અને વારંવાર વિડીયો શેર કરે છે, ત્યારે હાલ તેના પર મુકાયેલ તપાસમાં વિડિયો અને તે રિવોલ્વર વગેરેના સંબંધમાં તપાસ કરવામાં આવશે. કેસની તપાસ બાદ પ્રિયંકા મિશ્રા સામે કાર્યવાહી થવાની શક્યતાઓ છે. સાથે જ અહીં એ નોંધવું ઘટે કે અગાઉ પણ આવા કિસ્સાઓમાં પોલીસ કર્મીઓ પર ખોટા પ્રદર્શનને લઇ કેસ થઇ ચુક્યા છે, ત્યારે આ કિસ્સા પરથી સોસ્યલ મીડિયાનો ઉપયોગ કરતા અન્ય પોલીસ કર્મી અને સરકારી કર્મીઓએ પણ નોંધ લેવી રહી કે સરકાર અને સરકારની કોઈ ઉપયોગી વસ્તુથી લોકોમાં ખોટી છાપ ઉભી થાય કે ખોટું પ્રદર્શન ન થાય તેનું ધ્યાન રાખવું પણ એ જ સરકારી કર્મીઓની જવાબદારી છે.