પૂર્વી લડાખના પેંગોંગ તળાવની દક્ષિણ અને ઉત્તર કાંઠે ચીન અને ભારતના અગ્ર હરોળના સૈનિકોએ ‘સહકાલીન (એકસાથે(એકસાથે) અને સંગઠિત’ પીછેહઠ શરૂ કરી છે એમ ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા, સિનિયર કર્નલ વુ કિયાન દ્વારા અપાયેલા નિવેદન પર જો કે, ભારત તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. નવ મહિનાથી બેઉ દેશો સામસામે છે.
ભારતના વિદેશ મંત્રાલય કે ભારતીય સૈન્ય તરફથી કોઇ ટિપ્પણી હજી આવી નથી પણ આ ઘટનાથી વાકેફ લોકોએ કહ્યું કહ્યુંકે બેઉ દેશો ટેંક્સ અને આર્મર્ડ પર્સોનેલ કેરિયર્સ જેવા આર્મર્ડ યુનિટ્સ પાછા લઈ જવાની પ્રક્રિયામાં છે. આ અંગે 24 જાન્યુઆરીએ ઉચ્ચ સ્તરની સૈન્ય મંત્રણામાં ચર્ચા થઈ હતી જે 16 કલાક ચાલી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની કચરીએ દરમ્યાન ટ્વીટ કર્યું કે તેઓ પૂર્વી લડાખની સ્થિતિ અંગઅંગે રાજ્યસભામાં ગુરુવારે નિવેદન આપશે.
વુએ એક ટૂંકું નિવેદનમાં જણાવ્યું હતું કે, પેંગોંગ ત્સો તળાવની દક્ષિણ અને ઉત્તરી કાંઠે ચીની અને ભારતીય ફ્રન્ટલાઈન સૈનિકો 10 ફેબ્રુઆરીથી સૈસૈન્ય પીછેહઠ શરૂ કરી છે. તેમણે વધારે વિગતો આપી ન હતી. ચીનના સંરક્ષણ મંત્રાલયના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે, મોસ્કોમાં ચીની અને ભારતીય વિદેશ પ્રધાનોની બેઠક અને બંને પક્ષો વચ્ચે કમાન્ડર-સ્તરની 9મા રાઉન્ડની વાટાઘાટની સંમતિ અનુસાર ફ્રન્ટ લાઇન પર 10મી ફેબ્રુઆરીએ ચીની અને ભારતીય સૈન્યની ટુકડીઓએ પેંગોંગ તળાવ વિસ્તારમાં એક સાથે અને આયોજિત રીતે પીછેહઠ શરૂ કરી છે. વાંગે એક અલગ નિવેદનમાં કહ્યું, ‘અમને આશા છે કે ભારતીય પક્ષ ચીન સાથે અધવચ્ચે એકબીજાને મળવા માટે કામ કરશે, બંને પક્ષો વચ્ચેની સર્વસંમતિની કડક અમલ કરશે અને ડિસેન્ગેજમેન્ટ પ્રક્રિયાના સરળ અમલીકરણની ખાતરી કરશે.
ભારતીય સૈનિકો ફ્રન્ટલાઇન પર તેનાત, બધું ચકાસીને જ પગલાં લેવાશેઃ ભારતીય સેના
ચીનના આ દાવા પર ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર બંને બાજુ તેનાત ટેન્કોમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ સૈનિકો ફ્રન્ટલાઈન પર તૈનાત છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, સેન્ગેજમેન્ટની પ્રક્રિયા એકદમ લાંબી છે અને તેમાં ઘણો સમય લાગી શકે છે.
દરેક પગલાની ચકાસણી બંને તરફથી કરવામાં આવશે અને તે પછી જ આગળનું પગલું લેવામાં આવશે. તેમણે કહ્યું કે સૈનિકોની તેનાતીમાં કોઈ ઘટાડો થયો નથી. ઉપરાંત, પેંગોંગ તળાવના દક્ષિણ કાંઠે ભારતીય સૈનિકો જે મહત્વપૂર્ણ શિખરો પર સ્થિત છે, તે હજી પણ છે. તેમણે કહ્યું કે ટેન્ક પાછળ લેવામાં આવી રહી છે.