ફતેપુરા: દાહોદ જિલ્લાના ફતેપુરામાં નેટવર્કના હોવાથી બેંક ઓફ બરોડાની બહાર સવારથી ગ્રાહકો³ને બેસી રહેવું
પડ્યું હતું. દરેક ઓફિસોનું કામકાજ ઠપ થઇ ગયું હતું. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં રજૂઆત કરવાથી બે દિવસ નેટવર્ક આવે છે અને ફરી બંધ થઈ જાય છે તે પણ બરાબર કનેક્ટિવિટી આવતી નથી બીજી કંપનીના નેટવર્ક કાયમ માટે ચાલે છે તો આમાં કેમ નહીં તેના પાછળનું રહસ્ય શુ હોઈ શકે? ખોટાં બણગાં મારવા કરતાં નેટવર્કમાં સુધારો થાય તે જરૂરી છે આના પાછળ મરો કોનો થાય છે એક ગરીબ માણસ નો જ સવારથી માંડી ઓફિસોની કામકાજ માટે આવે છે અને ધરમના ધક્કા ખાઇ પાછા વિલા મોઢે કામકાજ ના થતા ઘરે જાય છે.
બેન્ક ઓફ બરોડાની અંદર ચાર દિવસથી નેટ નથી તેના કારણે ગ્રાહકોને પડતી મુશ્કેલી ચાર દિવસથી ધક્કા ખાતા બિચારા કસ્ટમરો બહાર બેઠેલી હાલતમાં જણાઈ રહ્યા છે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તપાસ કરી એક્સન લઈ સારી કામગીરી કરવા માટે લોક ભલામણ છે.ઉલ્લેખનિય છે કે આજકાલ મોટા ભાગની કામગીરી ઇન્ટરનેટ આધારિત થઇ ગઇ છે. મોટા ભાગના કામો ઓનલાઇન ચાલે છે. આવા સમયે ઇન્ટરનેટનું મહત્વ ખૂબ વધી જાય છે. પરંતુ ઇન્ટરનેટની વ્યવસ્થા નિયમિત અને સારી ન હોય તો ખૂબ મુશ્કેલી પડે છે. જેનો તાજો દાખલો બેંક ઓફ બરોડાના ગ્રાહકો છે.