Charchapatra

એલ. ઓ. પી. પાર્લામેન્ટ

સંસદનું છેલ્લું સત્ર રાબેતા મુજબ ત્રીસથી પાંત્રીસ ટકા કામકાજ સાથે પૂરું થયું. એલ.ઓ.પી. (વિપક્ષ નેતા) પહેલાં જ જાહેર કરી દે છે કે અમે (વિપક્ષ) સંસદ ચાલવા નહીં દઇએ કારણ અમને બોલવા નથી આપતા (લોકસભા સ્પીકર) રેકોર્ડ પ્રમાણે એ દર વખતે પૂરતા સમય સાથે બોલે છે. એમને વડા પ્રધાનને નીચું જોવડાવવા સિવાય બીજા કશામાં રસ નથી. એ માટે એમને વિદેશી ફંડ પણ મળે છે.આ વખતે એમના હાથમાં એક અપ્રકાશિત પુસ્તક આવ્યું છે. જેના લેખક સેના અધ્યક્ષ શ્રી નરવેણજી છે. આ વાત સંસદના સામાન્ય નિયમો વિરુદ્ધ છે, પણ એ પોતાની વાત પર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટે નોટીસ આપી છે.

જો કે આ માટે બધા વિપક્ષો સહમત નથી. પણ સરવાળે મોદી વિરુદ્ધ બધા એક થઇ જશે. આપણા જેવા પ્રામાણિક કરદાતાઓના પૈસા આ રીતે બરબાદ થાય છે, કારણ કે આને લીધે જરૂરી કામ થઇ શકતું નથી. દેશહિત કે વિકાસનાં કાર્યો માટે વિપક્ષોએ પણ સાથ આપવો જોઈએ. હજી આવતી ચૂંટણી સુધી આવા વિપક્ષના નેતાને સહેવા જ પડશે. નહેરૂજીની ચાલાકીથી ગાંધી અટકનો પૂરો લાભ ઘણાં નવાં યુવા મતદાતા ઉમેરાશે. એ દેશ હિત સમજી મતદાન કરશે. તા.ક.આ પત્ર પોસ્ટ કરૂં ત્યાં સુધી સમાચાર છે કે ભાજપાના શ્રી દુબેજીએ રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર તૈયારી કરી છે. જોઈએ આગળ શું થાય છે. રાહુલ ગાંધીને તો એનાથી કોઇ ફરક પડવાનો નથી.
હૈદરાબાદ          – જીતેન્દ્ર શાહ.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top