વિન્ડહોક નામિબિયા: ભારતના મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં (Kuno National Park) આઠ ચિત્તાને લાવવા માટે નામિબિયન (Namibian) રાજધાનીમાં (Capital) એક ખાસ કસ્ટમાઇઝ્ડ બી747 જમ્બો જેટ (Jumbo Jet)અહીં પહોંચ્યું છે. 1950માં ભારતમાંથી લુપ્ત થયેલા ચિત્તાને (Leopard) ફરી રજૂ કરવાની યોજના છે.વિન્ડહોકમાં ભારતીય હાઈ કમિશને બુધવારે ટ્વીટ કર્યું હતું કે, “વાઘની ભૂમિ પર ગુડવિલ એમ્બેસેડરોને લઈ જવા માટે એક ખાસ પક્ષી બહાદુરની ભૂમિમાં નીચે આવે છે.”ઇન્ટર-કોન્ટિનેન્ટલ ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટના ભાગરૂપે કાર્ગો એરક્રાફ્ટમાં 17 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના જયપુરમાં પાંચ માદા અને ત્રણ નર એમ આઠ ચિત્તાને લાવવામાં આવશે. ત્યારબાદ તેમને જયપુરથી તેમના નવાં ઘર – મધ્યપ્રદેશના શિયોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન – હેલિકોપ્ટરમાં લઈ જવામાં આવશે.
- 5 માદા અને 3 નર ચિત્તાને નરેન્દ્ર મોદી કાલે કુનો નેશનલ પાર્કમાં છોડશે
- વિમાનમાં જયપુર લવાશે અને ત્યાંથી હેલિકૉપ્ટરમાં કુનો લઈ જવાશે
- હવાઇયાત્રા દરમ્યાન ચિત્તાને ભૂખ્યા રખાશે
- વિમાન પર વાઘની છબી ચિતરાઇ
1950માં ભારતમાંથી લુપ્ત થયેલા ચિત્તાને ફરી રજૂ કરવાની યોજના છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસ પર મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આ ચિત્તાઓને મુક્ત કરશે.ભારતમાં ચિત્તાને લાવનારા વિમાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી મુખ્ય કેબિનમાં પાંજરાને સુરક્ષિત કરી શકાય, પરંતુ તેમ છતાં ઉડ્ડયન દરમિયાન પશુચિકિત્સકો ચિત્તા સુધી સંપૂર્ણ રીતે પહોંચી શકશે.તેને વાઘની છબીથી રંગવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટ અલ્ટ્રા-લોંગ રેન્જ જેટ છે જે 16 કલાક સુધી ઉડાન ભરી શકે છે અને તેથી તે નામિબિયાથી ભારત બળતણ ભરવા માટે રોકાયા વિના સીધું જ ઉડાન ભરી શકે છે, જે ચિત્તાની સુખાકારી માટે એક મહત્વપૂર્ણ વિચારણા છે.
ભારતીય વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, ચિત્તાએ તેમનો આખો એર ટ્રાન્ઝિટ પિરિયડ ખાલી પેટે પસાર કરવો પડશે.આવી સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે લાંબી મુસાફરી પ્રાણીઓમાં ઉબકા પેદા કરી શકે છે જે અન્ય ગૂંચવણો તરફ દોરી જાય છે.