દુનિયાના ધનાઢ્ય બિઝનેસનો માટેની સૌથી પ્રિય અને પ્રખ્યાત કોન્ફરન્સ જો કોઇ હોય તો તે સ્વીત્ઝરલેન્ડના દાવોસ ખાતે દર વરસે યોજાતી કોન્ફરન્સ છે. હાલમાં તેની 55મી પરિષદ ચાલી રહી છે. 20થી 24 જાન્યુઆરીના 5 દિવસ તે યોજાય છે. દુનિયાની ટોચની કંપનીઓથી માંડીને અનેક દેશોના વડાઓ તેમાં હાજરી આપે છે. દાવસોની કોન્ફરન્સનું વર્લ્ડ ઇકોનોમી ફોરમ (WEF) દ્વારા આયોજન કરાય છે. આ વરસે ભારતમાંથી લગભગ 65થી વધુ ઉદ્યોગપતિઓ ફોરમીન પરિષદમાં હાજરી આપવા જવાના હતા. વળી યુવાન રાજકીય નેતાઓ, જેવા કે રેલવ. મંત્રી અશ્વિન વૈષ્ણ, ચિરાગ પાસવાન, આન્ધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ, કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ, ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ ખન્ના વગેરે અનેક મહાનુભાવો દાવસો પહોંચી ગયા છે.
છેલ્લાં 55 વરસથી અને વિશેષ કરીને હમણાંના વરસોથી મનાતું આવ્યું છે કે દાવોસની પરિષદ પ્રભાવશાળી પુરુષોની અથવા એમના માટેની પરિષદ છે. કુલ ત્રણેક હજારા માંધાતાઓ અને પુરોધાઓ પરિષદમાં નામ રજીસ્ટાર કરાવી પરિષદમાં હાજરી આપવા જાય છે. અનેક દેશોના રાજકીય નેતાઓ હાજર રહે છે. ત્યાં તેઓ એક મેકના દેશોમાં મૂડી રોકાણ ભાગીદારી, સવલતો, શક્યતાઓ વગેરેની ચર્ચાઓ કરે છે અને નવી નવી ઓળખાણો, મિત્રતા કેળવે છે. પણ દાવોસમાં માત્ર આવું જ થતું નથી.
દુનિયાભરના જાતજાતના ગુરુઓ, નિષ્ણાતો, વિશારદો અને મહારથીઓ સ્વીત્ઝરલેન્ડની રમણીય વાદીઓના ફાઇવ સ્ટાર્સ રિસોર્ટસમાં ડેરા તાણવા પહોંચી જાય છે અને પાંચ દિવસમાં અધ્યાત્મ, માનસિક શક્તિ, નવી નીતિઓ અને નવા ઔદ્યોગિક વાતાવરણમાં કેવી રીતે આગળ વધવું તેના પાઠો શિખડાવવાનો આપે છે. એક સૌથી વધુ કાર્યકરો યોજાય છે, તે બધામાં હાજરી આપવાનું શક્ય નથી, પણ જેને જેની જરૂર હોય એવી દુકાનમાં એ ઊંચી પ્રવેશ ફી આપીને જાય છે. તરેહ તરેહની સેંકડો સેશનોની ભરમાર લાગી હોય છે.
આ વખતની કોન્ફરન્સમાં આધ્યાત્મિકતા અને સ્ત્રીઓને ઉદ્યોગમાં સમોવડિયા બનાવવાની વધુ હિમાયત થઇ રહી છે. આપણે જાણીએ છીએ કે અમુક કંપનીઓમાં અમુક સ્ત્રીઓ શિર્ષસ્થાન પર છે, પણ પુરુષોની સરખામણીમાં તેઓની સંખ્યા નજીવી છે. હમણા સુધી એમ મનાતું અથવા કહેવાતું હતું કે અમુક બિઝનેસમેનો મોજમજા અને દુનિયાની ટોચની સેક્સ-વર્કરોના સંગાથ માણવા દાવસો જતા હોય છે. શ્રીમંતો વિશે ઘણી વખત વધારી ચડાવીને વાતો થતી હોય છે. પણ માત્ર એવી બાબતો માટે ત્યાં જનારા ઓછા હશે.
ઉદયોગપતિઓ વાયરલેસ હેડસેટ્સ પહેરીને સ્વીસ અલ્પાઇન, પર્વત વિસ્તારમાં ચઢાણો ચડે છે અને પોતાનું પ્રિય સંગીત સાંભળે છે. ક્રિપ્ટો કરન્સીના બિઝનેસમાં નવા નવા શ્રીમંતો બનેલા લોકોએ બર્નિંગ મેન નામનો એક ફેસ્ટિવલ યોજ્યો છે. અગાઉ સૂટ અને બૂટમાં સજ્જ થઇને અબજોપતિ આવતાં હતા. પણ આધુનિક સાધનો પહેરીને ટ્રેકિંગ કરતા નવ યુવાન ક્રિપ્ટો માલદારોને જોવાનો તેઓના માટે નવો અનુભવ હશે.
કોન્ફરન્સમાં પુરૂષોનું પ્રચંડ આધિપત્ય હતું અને છે. આજથી ચાર વરસ અગાઉ કોન્ફરન્સનું સ્તર પણ ખૂબ નીચે જતું રહ્યું હતું. લંડનના જાણીતા અખબાર ‘ધ ટાઇમ્સ’ દ્વારા એક સંશોધનાત્મક લેખ ચાર વરસ અગાઉ પ્રસિધ્ધ કરાયો હતો, તેમાં પ્રોસ્ટિટ્યુશન તેમજ શિકાર બનાવવાની વૃત્તિને કારણે કોન્ફરન્સની ગરિયા ઘવાઇ છે તે જણાવાયું હતું. કોન્ફરન્સનો હેતુ અથવા ધ્યેય દુનિયાની સૌથી મોટી, સૌથી જટિલ સમસ્યાઓનો ઊકેલ લાવવા માટે એકઠા થવા માટેનો છે. એ હેતુઓમાં સ્ત્રીઓને પણ સમાન સ્તર પર મુકવાનો એક હેતુ છે. આ ઉદેશ્યની પૂર્તિ માટે ‘અનલોકિંગ ઇવ’ (અર્થાત સ્ત્રીઓને બેડીઓથી મુકત કરવી) નામના એક ફાઉન્ડેશન દ્વારા સ્ત્રી ઉદ્યોજકો માટેની પરિષદનું પણ આયોજન થયું છે. સ્વીત્ઝરલેન્ડની પ્રસિધ્ધ દવા કંપની ‘રોશ’ની) અમેરિકા ખાતે કંપનીનો વહીવટ સંભાળે છે.
આ સંસ્થાની સ્થાપના માટે કોરોનાની બિમારી એક આડકમરૂં પણ પ્રમુખ પરિબળ રહ્યું હતું. કોરોના સંકટ બાદ વિશ્વભરમાંથી તેના સંદર્ભમાં જે આંકડાઓ (ડેટા) ઉપલબ્ધ થયા તેના પરથી જણાયું હતું કે જે દેશોના વડા તરીકે સ્ત્રીઓ હતી એ દેશોમાં કોરોનાને કારણે જે મૃત્યુ થયા તે બાકીના દેશોની સરખામણીમાં છ ગણા ઓછાં હતાં. વળી આ દેશોની આર્થિક સ્થિતિઓ પણ પુરૂષોની નેતાગીરી ધરાવતા દેશોની સરખામણીમાં ઝડપભેર સુધરી હતી. આ પરથી આ બે પંડિતઓને વિચાર સુઝયો કે સ્ત્રીઓ અને પુરૂષોના યોગ્ય સંયોજનવાળી કોઇપણ વહીવટીય વ્યવસ્થા વધુ સક્ષમ અને અસરકારક પુરવાર થાય છે. એમના ઇન્ટીગ્રેટેડ લીડરશીપ મોડેલ’માં બિઝનેસમાં જે લોકો પુરૂષો હોવાનો ફાયદો ઊઠાવતા હોય, અથવા જે સ્ત્રીઓ સ્ત્રીઓ હોવાનો ફાયદો ઊઠાવતી હોય તેઓને ઉત્તેજન આપવું નહી, બલ્કે નિરૂત્સાહ કરવાના રહે છે. કારણ પુરૂષોમાં પુરૂષલક્ષી અને ઘણી સ્ત્રીઓમાં સ્ત્રીલક્ષી એબ અતવા નબળાઇઓ હોય છે.
સ્ત્રીઓમાં વધુને વધુ લોકોને નારાજ નહીં કરવાની, કશુંક સાચું નહીં બોલીને રાજી રાખવાની વૃત્તિ હોય છે. પુરૂષોમાં એવી વૃત્તિઓ હોય છે કે પુરૂષો જ બરાબર બિઝનેસ કરી શકે. તેઓમાં આક્રમક સ્પર્ધા અથવા તો ગેરવાજબી હરીફાઇની વૃત્તિ હોય છે. આ વૃત્તિઓને બન્ને જાતિઓમાંથી દૂર કરી એક ‘એકનિષ્ટ’ વહીવટ વ્યવસ્થા પેદા કરવાનો આ અમેરિકન બહેનોનો ધ્યેય છે. આ સંસ્થા ન તો માત્ર પુરૂષો માટે કામ કરે છે અને ન તો માત્ર સ્ત્રીઓ માટે કામ કરે છે. બન્ને જાતિ વચ્ચે સમન્વય સ્થાપીને બન્નેના ભલા માટે અને એ રીતે તેઓ જે સરકાર, સંસ્થા કે કંપની ચલાવતા હોય તેનું ભલું થાય એવી આ સંસ્થાની નેમ છે.
‘અનલોડિંગ ઇવ’ની સ્થાપના વરસ 2022-માં થઇ હતી અને દાવોસમાં તેની પ્રથમ વખત રજૂઆત થઇ હતી. સંસ્થાને દુનિયાની માન્યયર સ્ત્રીઓએ સમર્થન આપ્યું. તેમાની ઘણી સ્ત્રીઓ સરકારોમાં, કંપનીઓમાં કે ઓસોનિમેશનોમાં મહત્વના હોદ્દાઓ પર છે. દર વરસે તેઓ દાવોસમાં નિયમિતપણે મળે છે અને સભ્યસંખ્યા સતત વધી રહી છે. દાવોસમાં તન અને મનના આરોગ્ય માટેની પણ શિબિરો, સેશનો રખાઇ છે. બૌધ્ધ સાધુઓ અહીં અનેક સ્થળે, કંપનીઓની પરિષદોમાં વિહાર કરતા જોવા મળે. કુંડલિનિ યોગા, માર્શલ આર્ટસ, બ્રેથવર્ક અર્થાત શ્વાસોશ્વાસની ક્રિયા અગાઉના પ્રાણી-પશુ જેવી ફિટનેસનાં કારણો જણાવતી અને શિખડાવતી સેશનો યોજાઇ રહી છે.
આરોગ્ય અને પ્રેરણાઓ જગાવતી એક સેશનમાં 31 વરસની એક પૂર્વ ડેન્સર (નૃત્યક) અને ‘સેંકટમ’ (પવિત્રતા) નામક સંસ્થાના લૂક મેલીસી હાવર્ડમાં ભણેલાઓ અને હવે ઉદ્યોગપતિઓ કે સીઇઓ બનેલા લોકો સમક્ષ તેઓને હિપ્નોટાઇઝ કરે એવી શૈલીમાં ‘ અ જની’ (પ્રવાસ) નામક સેશનમાં બોલે છે કે ‘તમારી અંદર (અર્થાત તમે) એક નહીં પણ બેવડી શક્તિઓ છે. જેમ કે ચીની ભાષામાં જેને ચીન અને યોગ (નર અને માદા) કહે છે તે શક્તિ છે. તમારી અંદર તર્ક અને શ્રદ્ધા બન્ને શક્તિઓ છે. પોતાની અને આસપાસના લોકો તેમ જ પ્રકૃતિની બેવડી શકિત છે.
તેનાથી ઉપર ઐક અલૌકિક શક્તિ પર તમારી સાથે હોય છે. સતત બિઝનેસની ખેવનામાં વ્યસ્ત રહેતા લોકોને આ સાંભળીને સારૂ લાગે છે. નવી તાજગી મળે છે. વિચારો કે શ્વાસોશ્વાસની ટેકનિક કે કુંડલિનિ યપગ તો સર્વત્ર ઉપલબ્ધ છે, તો અહીં શા માટે? પણ દુનિયાના અનેક વ્યસ્ત લોકોએ આ પ્રકારના યોગ કે વિધિઓ વિશે સાંભળ્યું હોય છૈ, પણ ઘર-આંગણાની વ્યસ્તતાને કારણે તેમાં હાજરી આપી શકતા નથી. સ્વીત્ઝરલેન્ડના પ્રાકૃતિક સૌંદર્યની હાજરીમાં તેઓને ચેતના પ્રાપ્ત થાય છે. બિઝનેસ કરવો એ દરેકનું કામ નથી. તેઓના મગજ બુધ્ધી અને ચિંતાને કારણે વધુ માત્રામાં ટોક્સિન પેદા કરે છે. તે આવી સેશનો વડે દૂર થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.