હરિદ્વારમાં કુંભમેળાના સમયગાળાને કોરોના સંક્રમણમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં ઇતિહાસમાં પ્રથમ ઘટાડીને માત્ર એક મહિના કરવામાં આવ્યો છે. તેમજ યાત્રાળુઓ તેમાં ભાગ લેવા માટે આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
એક સૂચના મુજબ, ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગાના કાંઠે 1થી 30 એપ્રિલ દરમિયાન ત્રણ ‘શાહી સ્નાન’ (મુખ્ય સ્નાન) 12, 14 અને 27 એપ્રિલના રોજ યોજાશે.આ મેળા દરમિયાન હજારો ભક્તો પવિત્ર નદીમાં ડૂબકી લગાવવા આવે છે અને ‘શાહી સ્નાન’ના દિવસે ભક્તોની સંખ્યા ઘણી અનેકગણી વધી જાય છે.
અધિકારીઓ ચૈત્ર પ્રતિપદા અને રામ નવમી નિમિત્તે 21 એપ્રિલના રોજ 13 એપ્રિલના રોજ વધારે ભક્તો આવે તેવી અપેક્ષા રાખે છે.દેશમાં 12 વર્ષમાં એક વાર આયોજિત થતો મેળો લગભગ સાડા ત્રણ મહિના સુધી ચાલે છે.
ઉત્તરાખંડ હાઈકૉર્ટ દ્વારા ભક્તોને આગમન માટે 72 કલાકથી ઓછા સમયનો નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. તેમજ જે ભક્તોએ કોરોના રસી લીધી છે તેમણે પ્રમાણપત્ર સત્તાવાર પોર્ટલમાં અપલોડ કરવું પડશે અને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તાજેતરમાં ઉત્તરાખંડના મુખ્ય સચિવને પત્ર લખીને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કડક પગલા ભરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઉત્તરાખંડ સરકારના આ પગલાથી સ્થાનિક વેપારી સમુદાય અને સંત સમાજમાં રોષ વ્યાપી ગયો હોવાનું જાણવા મળે છે. વેપારીઓને કુંભ મેળાનો સમય ટૂંકાવાતા આવકમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે