ભારતીય ક્રિકેટ ટીમના કાંડા સ્પિનર કુલદીપ યાદવે રવિવારે કહ્યું હતું કે જ્યારે વસ્તુઓ તેની માટે સારી રીતે ચાલતી નથી ત્યારે તે પોતાની ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરે છે.26 વર્ષીય ખેલાડી છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો નથી. તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેને કેનબેરામાં વનડે મેચ રમવાની તક મળી હતી. ભારત તરફથી છ ટેસ્ટ મેચ રમનારા ચાઇનામેન બોલરને 5 ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે.
ડાબા હાથના સ્પિનરે કોલકાતા નાઈટ રાઇડર્સ વેબસાઇટ પર જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, એક તક છે જ્યારે તમે સારું પ્રદર્શન કરી શકતા નથી અને આ તે સમય છે જ્યારે તમે તમારી ભૂલો અને અનુભવ પર ધ્યાન આપો છો. ભવિષ્યમાં આ ભૂલોનું પુનરાવર્તન નહીં કરો.હાલ ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા કુલદીપ યાદવને ઘરઆંગણે રમાડવામાં આવે તેવી સંભાવના વધારે દેખાય છે. રવિન્દ્ર જાડેજા ટીમમાં નથી ત્યારે વોશિંગ્ટન સુંદર અથવા કુલદીપને ટીમમાં સ્થાન પાકું છે. અનુભવના આધારે કુલદીપ યાદવને પોતાનું ટેલેન્ટ દર્શાવવાની વધારે તક છે.