વ્યારા: કુકરમુંડાના (Kukarmunda) ખેતરમાંથી (farm) આજથી ચારેકદિવસ પહેલા પાઇપ તથા કેબલ કાપીને નુકસાન કરી કેટલાક લોકો બોરમાં નાંખેલો ૫ હોર્સ પાવરવાળો સબમર્સિબલ (Submersible) પંપની (pump) ચોરી ગયા હતા.આ ચોરી અંગે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા બાદ ત્રણ ઈશમોની અટકાયત કરી હતી.ખેતર જેનું હતું તે આમોદામાં સુદામ વળવીએ ચોરી અંગેની ફરિયાદ બાદ પોલીસ (Police) મથકમાં કરી હતી ત્યારે એવી ચર્ચા ઓ ચાલી હતી કે મામૂલી એવા પમ્પ પણ હવે સુરક્ષિત નથી રહ્યાં.ફરિયાદ બાદ પોલીસે તપાસ કરીને ત્રણ ઈશમોની અટકાયત કરી હતી.
ત્રણ આરોપીઓ અંતે ઝડપાયા
આશરે કિં.રૂ.૧૪ હજાર બોરમાંથી કાઢી ચોરી જનાર કુકરમુંડાના મિથુન ઉર્ફે અશોક રતિલાલ વળવી, સચિન ધીરસીંગ વળવી અને ગૌતમ મવાશીયા વસાવાની અટક કરવામાં આવી હતી. તેમની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ તથા ગુનામાં વપરાયેલી સ્પ્લેન્ડર મો.સા.કબજે કરવામાં આવી હતી.
ઓલપાડના દિહેણના ફાર્મ હાઉસમાં પેધા પડેલા તસ્કરો બે એ.સી. ઉઠાવી ગયા
દેલાડ: ઓલપાડના દિહેણ ગામે વીક એન્ડ ફાર્મમાં પેધા પડેલા તસ્કરો રૂ.૬૦,૦૦૦ની કિંમતનાં બે એ.સી. ઉઠાવી ગયા હતા. જેના પગલે સુરત શહેરમાં રહેતા ફાર્મના માલિકે ઓલપાડ પોલીસમથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જો કે, આ અગાઉ પણ દિહેણ ગામની સીમનાં એક વીક એન્ડ ફાર્મ હાઉસમાંથી તસ્કરો એ.સી. સહિત અન્ય માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ગુનાનો ભેદ હજુ ઉકેલી શકી નથી, ત્યાં જ વળી તસ્કરો વીક એન્ડ ફાર્મને ફરી નિશાન બનાવતાં રજાનો આનંદ માણતા વીક એન્ડ ફાર્મના માલિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
વીક એન્ડ હોમમાં અજાણ્યા ચોર ઈસમો બે એ.સી. ચોરી કરી ફરાર થઈ ગયા હતા
પ્રાપ્ત વિગત મુજબ જેનિસ મહેન્દ્ર ગાંધી તબીબના વ્યવસાય સાથે છેલ્લાં ૧૦ વર્ષથી રિયલ એસ્ટેટનો ધંધો પણ કરે છે. તેમનું ઓલપાડના દિહેણના પ્લોટ નં.૭૨માં રવિવાર સહિત ૨જાના દિવસે પિકનિક માટે સમૃદ્ધિ વિલેજ ફાર્મ હાઉસમાં વીક એન્ડ્ડ હોમ બનાવ્યું હતું. આ વીક એન્ડ હોમમાં ગત તા.૧૫ સપ્ટેમ્બરે સાંજે ૬થી બીજા દિવસે તા.૧૬ના રોજ સવારે ૧૦ કલાક દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમો ફાર્મના મકાનની બારીની ગ્રીલ કાપી રૂમમાં ઘૂસ્યા હતા અને રૂમમાં લગાવેલાં બે એ.સી., કિંમત રૂ.૬૦,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતની જાણ વીક એન્ડ હોમની સાફસફાઈ માટે રાખેલા ગામના દિનેશે તેમને ફોનથી જાણ કરી હતી. જે બાબતની તપાસ બાદ તેમણે ગઈકાલે સોમવારે મોડી સાંજે ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.