હથોડા: કોસંબામાં (Kosamba) થોડા દિવસ પહેલાં સલીમ ટોકીઝ (Salim Talkies) પાસે એક વ્યક્તિને તેમજ કુંવરદા નજીક એક વ્યક્તિને અંગત અદાવત રાખી માર મારી રોકડા રૂપિયાની લૂંટ (Robbery) ચલાવી હતી. જેની ફરિયાદ દાખલ થયા બાદ કોસંબા પોલીસે બાતમી મેળવી ત્રણ લુંટારાને (Robbers) ઝડપી પાડ્યા હતા. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. કોસંબા પોલીસની (Policce) હદમાં આવેલી સલીમ ટોકીઝ પાસે નવરાત્રિની રાત્રે થયેલી બોલાચાલીની અદાવત રાખી જીટીપીએલ કેબલ માટે ઉઘરાણી કરતાં આદિલખાન ફિરોઝખાન પઠાણ નામના ક્લાર્કને રસ્તે આંતરી કોસંબામાં રહેતા નિતેશ ઉર્ફે બોડીગાર્ડ વસાવા, અભય ઉર્ફે અભી પરમાર, સુફિયાન વરાછિયા અને રાહુલ ઉર્ફે ટામેટો નામના ચાર જણાએ આંતરીને માર મારી ઉઘરાણીના રોકડા રૂપિયા અને મોબાઈલની લૂંટ ચલાવી હતી.
જ્યારે એ જ આરોપીઓએ કુંવારદા નજીક તળાવની પાળ પાસે ખરચ ગામે રહેતા આસીફ ઇસ્માઈલ શેખ નામના યુવાને પોલીસમથકમાં બાતમી આપી હોવાની અદાવત રાખી આસીફના શર્ટનો કોલર પકડી મારી મારી રોકડા ₹8,000 લૂંટી આરોપી ભાગી છૂટ્યા હતા. જે બનાવની ફરિયાદ દાખલ થયા બાદ કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી.ગોહિલે અને પોલીસ કર્મચારી હિમાંશુ રશ્મિકાંત પટેલે આરોપીઓની બાતમી મેળવી ત્રણ આરોપીને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે ભાગી છૂટેલા એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
વ્યારા તાલુકામાંથી ચોરાયેલી મોટર-બેટરી સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો
વ્યારા: વ્યારા વેગી ફળિયામાં રહેતા શખ્સને ઉનાઈ નાકા પાસેથી એલસીબીએ ચોરીના આશરે રૂ.૬૨ હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.વ્યારા- ઉનાઈ નાકા પરથી એક ઈશમ પોતાની બ્લ્યુ કલરની એક્ટીવા મોપેડ ઉપર ચોરીની સબ મર્સીબલ મોટર લઇ પસાર થનાર છે, તેવી એલસીબીને મળેલ બાતમીના આધારે શકમંદ ઇશમ વિશાલ સંજય ચોધરી (ઉ.વ.૨૯)(રહે. વ્યારા, વેગી ફળીયા, અંબાજી મંદિરની પાછળ તા.વ્યારા જી.તાપી)ને પકડી તલાશી લેતા તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. એલસીબીએ તેના કબજામાંથી સબમર્સીબલ મોટર આશરે કિ.રૂ.૯૦૦૦ તથા એક્ટીવા મોપેડ નં.GJ-26-AD-5064 કિ.રૂ.૩૫૦૦૦, સનરાઇઝ કંપનીનો ઇલેક્ટ્રીક વજન કાંટો કિ.રૂ.૬૦૦૦ તથા એમેરોન કંપનીની ચાર નંગ બેટરી કિ.રૂ.૧૨૦૦૦ મળી કુલ્લે કિ.રૂ.૬૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની એલસીબીએ અટક કરી વ્યારા પોલીસને સોંપ્યો હતો.