હથોડા : કોસંબા (Kosamba) નજીકના ખરચ ખાતે રહેતા યુવાનને અગાઉ ખરચ ખાતે ની જીટીપીએલ (GTPL) ઓફિસમાં લાઈટ સીરીઝ તોડીને નુકસાન કરવા બદલ પોલીસને (Police) જાણ કરી હતી તેની અંગત અદાવત રાખીને ખરચ ખાતે રહેતા આસિફ ઈસ્માઈલ શેખ નામના યુવાનને કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવારદા નજીક કોસંબા ખાતે રહેતા અભય પરમાર નિતેશ બોડીગાર્ડ અને સુફિયાને કુવારદા નજીક તળાવ પાસે આસિફ ઈસ્માઈલ શેખનો શર્ટ નો કોલર પકડી તેની સાથે ઝપાઝપી કરી ત્રણ જણાએ ઢીકા મુક્કી નો માર મારી ₹16,000 ઝૂંટવી લઈને ફરાર થઈ જવાની ફરિયાદ નોંધાવા પામી છે. કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોસંબામાં કેબલના ઉઘરાણી ક્લાર્કને માર મારી ચાર જણાએ લૂંટી લીધો
હથોડા : કોસંબામાં જીટીપીએલ કેબલ ની ઉઘરાણી કરતા ક્લાર્કને રાત્રિના સમયે કોસંબા ખાતે રહેતા ચાર જણાએ આંતરીને તે નવરાત્રિના સમયે અમારી સાથે બોલા ચાલી કેમ કરેલી તેમ જણાવી તેની અદાવત રાખીને લાકડાના સપાટાનો તેમજ ઢીક મુક્કીનો માર મારી રૂપિયા 2500 અને મોબાઇલની લૂંટ ચલાવી હતી. બનાવ અંગે જીટીપીએલના ઉઘરાણી ક્લાર્ક આદિલ ખાન ફિરોજખાન પઠાણે કોસંબા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગતરાત્રિના દસ વાગ્યાના સમયે તરસાડી ખાતે ઉઘરાણી કરીને પોતે ઘરે પરત જઈ રહ્યો હતો.
ચપ્પુ બતાવી ઉઘરાણીના રોકડા રૂપિયા 2500 તેમજ મોબાઇલની લૂંટ
ત્યારે તરસાડીની સલીમ ટોકીઝ પાસે નિતેશ ઉર્ફે બોડીગાર્ડ વસાવા, અભય ઉર્ફે અભિ પરમાર, સુફિયાન વરાછિયા અને રાહુલે ઉર્ફે ટામેટા એ આદિલ ખાનને આંતરીને જણાવ્યું હતું કે તે અમારી સાથે નવરાત્રિના સમયે કેમ બોલાચાલી કરેલી તેવું જણાવી નાલાયક ગાળો આપીને લાકડાના સપાટાનો તેમજ ઢીકા મૂકકીનો માર મારી ચપ્પુ બતાવી ઉઘરાણીના રોકડા રૂપિયા 2500 તેમજ મોબાઇલની લૂંટ ચલાવી હતી.
ઘાસ કાપવાની બાબતે ખેડૂતને બે ઇસમોને માર મારતાં ગુનો દાખલ
ઝઘડિયા : ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ખેડતરના શેઢે ઘાસ કાપવાની બાબતે ખેડૂતે અટકાવતા ઘાસ કાપનારા બે ઈસમોએ ઢોર મારતા ફરીયાદ દાખલ થઇ હતી.ઝઘડિયાના રાણીપુરાના ખેડૂત રાયસિંગભાઇ બિજલભાઇ વસાવાનું ખેતર કપલસાડી ગામની સીમમાં આવેલું છે. શનિવારે ખેડૂત રાયસિંગભાઇ સવારના આઠ વાગ્યાના સમયે ખેતરે ગયા હતા, ત્યારે ત્યાં ગામના સોહિલ બાબુ વસાવા તેમજ ભોલો વસાવા નામના ઇસમો રાયસિંગભાઇના ખેતરના શેઢે ઘાસચારો કાપતા હતા. તેથી રાયસિંગભાઇએ તેમને જણાવેલ કે તમે કોને પુછીને ઘાસ કાપો છો? આ સાંભળીને સોહિલ ઉશ્કેરાઇ જઇને ગાળો બોલવા લાગેલ. ત્યારબાદ આ લોકોએ રાયસિંગભાઇને માર માર્યો હતો.