સુરત: કોસાડ BRTS રૂટમાં ટાબરીયાંઓની ઢીંગા મસ્તી રોડ પર આવી જતા બસના ચાલકે બ્રેક મારી બે બાળકોને મોતના મુખમાંથી બચાવ્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. BRTS રૂટ પર દોડી ને એક બીજા ને જમીન પર પછાડતા બાળકોની રમત કે ઝઘડો પરિવાર માટે લાલબત્તી સમાન કહી શકાય છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બાળકો કોસાડ આવાસના હતા અને BRTS રૂટ પર જ રમતા હોય છે, ખુલ્લી દાદાગીરી કરતા હોય છે કોઈ બોલે તો હાથાપાઈ પર ઉતરી પડે છે, આવા બાળકોના વાલીઓ સામે પોલીસે પગલાં ભરવા જોઈએ, બસ ના ડ્રાઇવરે બ્રેક ન મારી હોય અને કોઈ અનહોની સર્જાઈ હોત તો બસના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાઈ ગઈ હોત, આ સંજોગ નથી પણ આવું કાયમી જોવા મળે છે.
લોકોએ જણાવ્યું હતું કે BRTS રૂટમાં ખાનગી વાહન ચાલકો પર પ્રતિબંધ હોવા છતાં લોકો બિનદાસ્ત આ રૂટ પર વાહન હંકારે છે. પરંતુ હવે આ રમતનું પણ મેદાન બની ગયું છે. કોસાડ આવાસના બાળકો આ રૂટમાં WWF જેવી જમીન પછાડ રમત રમતા થઈ ગયા છે. ભલે આ રૂટ પર બસ કેમ નહિ દોડતી હોય, ડ્રાઇવરે જ સાવધાની રાખવાની હોય છે. આવા વિચિત્ર કિસ્સાઓ માત્ર કેટલાક BRTS રૂટ પર જોવા મળશે એ વાત ને નકારી શકાય નહીં. જેનું વાઇરલ વિડીયો એક ઉદાહરણ બની ગયું છે.
વધુમાં જણાવ્યું હતું કે વાઇરલ વિડીયો કોસાડ આવાસ પાસેના BRTS રૂટ પરનો છે. કેટલાક ટાબરિયાઓ BRTS રૂટમાં દોડી દોડી ને એક બીજા ને માર મારતા અને જમીન પર પછાડતા હોવાનું દેખાય છે. એનો સીધો અર્થ એ થાય છે કે બાળકો BRTS રૂટ પર WWF રમી કે રચી રહ્યા છે એ વાત ને નકારી શકાય નહીં.
જોકે ડ્રાઇવરની સૂઝબૂઝ અને સમજદારી ને પગલે એક મોટો અકસ્માત થતા રહી ગયો હોય એ સ્પષ્ટ દેખાય છે. હાલ કોસાડ BRTS રૂટ બસ ના ડ્રાઈવરો માટે જોખમી બની ગયો છે. જવાબદારી નિભાવે તો પણ બદનામ થાય અને ન નિભાવે તો પણ, આ રૂટ પણ ડ્રાઇવરોની કોઈ સુરક્ષા નથી એમ પણ કહી શકાય છે.