National

કોલકાતા રેપ-મર્ડર કેસ: મમતા પોતે ડોક્ટરોને મળવા પહોંચ્યા, કહ્યું- CM નહીં દીદી મળવા આવી છે

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી શનિવારે સ્વસ્થ્ય ભવનની બહાર વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોને મળવા માટે કોલકાતા પહોંચ્યા હતા. 10 સપ્ટેમ્બરથી અહીં ડોક્ટરો વિરોધ પર બેઠા છે. મમતાએ ડોક્ટરોને કહ્યું, ‘મારું પદ નથી, પરંતુ લોકોનું પદ મોટું છે. હું મુખ્યમંત્રી નહીં પણ તમારી દીદી બનીને તમને મળવા આવી છું.

પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરો અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ ચાલુ છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરોધ કરી રહેલા ડોક્ટરોને મળવા માટે સ્વાસ્થ્ય ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ અમને ન્યાય જોઈએ છે તેવા નારા લગાવ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે તે ડોક્ટરોને મળવા બહેન બનીને અહીં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે ડોક્ટરોની એક ટીમ નબન્ના બેઠક માટે પહોંચવાની હતી પરંતુ આ બેઠક થઈ શકી ન હતી. મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ જુનિયર ડોકટરોને મળવા માટે બે કલાક રાહ જોતા રહ્યા પરંતુ તેઓ મીટીંગ સ્થળ પર આવ્યા ન હતા. આ પછી તેમણે કહ્યું કે તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે.

મમતાએ અત્યાર સુધીમાં ત્રણ વખત ડોક્ટરો સાથે વાત કરવાની પહેલ કરી છે. જો કે ડોકટરોએ તેમના ત્રણેય પ્રસ્તાવોને ફગાવી દીધા હતા. તેઓની 5 માંગણીઓ છે. તેમણે આ અંગે વાતચીત માટે 4 શરતો રાખી છે. જણાવી દઈએ કે બળાત્કાર-હત્યા કેસને લઈને આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરો 36 દિવસથી હડતાળ પર છે.

મમતા બેનર્જીએ વિરોધ કરી રહેલા ડોકટરોને ખાતરી આપી હતી કે તેઓ તેમની માંગણીઓ પર ધ્યાન આપશે અને જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે હું અહીં તમને મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ દીદી તરીકે મળવા આવી છું. હું તમારા પર દબાણ ન કરી શકું. હું તમને ફક્ત અપીલ કરી શકું છું. જ્યારે CPIM સત્તામાં હતી ત્યારે હું 26 દિવસ સુધી ભૂખ હડતાળ પર હતી. આ મારો છેલ્લો પ્રયાસ છે અને હું તમને વચન આપું છું કે કોઈની સાથે અન્યાય કરવામાં આવશે નહીં.

Most Popular

To Top