મનોરંજનનું એક સાધન એટલે લોકસંસ્કૃતિની મોજ કરાવતો ડાયરો, લોકગીત, ગરબા, લગ્ન ગીતો, પ્રભાતિયા, ફિલ્મીગીતો દ્વારા અપાર લોકચાહના મેળવનારા, ગૌરવ પુરસ્કાર મેળવનારા, જેમને સાંભળવા ગમે એવા કોકીલકંઠી ગાિયકા મીનાબેન પટેલનું તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ખાતે નિધન થયાના દુ:ખદ સમાચાર મળ્યા છે.
તેમના ગંગાસતીના જાણીતા વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ, સદગુરુ શબ્દના થાય અધિકારી, વચન વિવેકી જે નર ને નારી, છૂટા છૂટા તીર ન મારો બાઇજી, ભકતી કરવી તેને રાંક થઇને રહેવું, શિલવંત સાધુને વારેવારે નમીએ, મેરુ તો ડગે પણ જેના મનડા ન ડગે, એક દિન જાવુ હરિના ધામમાં, વગેરે ભજનો દ્વારા દેશ-િવદેશમાં લોકહૃદયમાં સ્થાન પામનારા ગુજરાતનું ગૌરવસમા, ડાયરા કવીન મીનાબેન પટેલ હવે આપણી વચ્ચે રહ્યા નથી. નતમસ્તકે વંદનો.
જહાંગીરપુરા-ભગુભાઇ પ્રે. સોલંકી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.