IPLની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 7 વિકેટે હરાવ્યું. શનિવારે કેપ્ટન અજિંક્ય રહાણેના પચાસ રનની મદદથી KKR એ RCB ને 175 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં વિરાટ કોહલીએ અણનમ 59 રન બનાવીને 22 બોલ બાકી રહેતા પોતાની ટીમને વિજય અપાવ્યો.
ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઘણી ક્ષણો અને રેકોર્ડ જોવા મળ્યા. આ મેચ સાથે કોહલીએ તેની T20 કારકિર્દીમાં 400 મેચ પૂર્ણ કરી. આ માટે BCCI એ કોહલીને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કર્યા. બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ વિરાટ કોહલીને ‘આઈપીએલ 18’ લખેલું સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કર્યા. વિરાટે આઈપીએલની 18 સીઝનમાંથી 18 સીઝન આરસીબી માટે રમી છે.
મેચની પહેલી ઓવરમાં સુયશે ડી કોકનો કેચ છોડી દીધો. બાદમાં એક દર્શક મેદાનમાં પ્રવેશ્યો અને કોહલીના પગ સ્પર્શ્યા. કોહલીએ 13મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી. અહીં એક ચાહકે મેદાનમાં ઘૂસીને વિરાટ કોહલીના પગ સ્પર્શ કર્યા. હર્ષિતની ઓવરમાં કોહલીએ કવર ઉપર ચોગ્ગો ફટકાર્યો. જે બાદ દર્શક મેદાનમાં પ્રવેશ્યો. જોકે સિક્યૂરિટીએ તેને પકડીને મેદાનની બહાર કર્યો હતો.
ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, વિરાટ કોહલી અને રિંકુ સિંહે સાથે ડાન્સ કર્યો હતો. કોહલીએ ઝૂમે જો પઠાણ.. ગીતમાં શાહરૂખ સાથે ડાન્સ કર્યો હતો. જણાવી દઈએ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL-18 ની શરૂઆતની મેચ જીતી લીધી છે. ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું. RCB એ 3 વર્ષ પછી KKR ને હરાવ્યું છે. સતત 4 હાર બાદ ટીમને આ જીત મળી.
