T20 શ્રેણીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજથી (6 ફેબ્રુઆરી) ODI શ્રેણી રમી રહી છે. 3 મેચની ODI શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં છે. આ મેચમાં ભારતીય ટીમમાં મોટા ફેરફારો થયા છે. યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને ડેબ્યૂ કરવાની તક મળી છે. જ્યારે વિરાટ કોહલી જમણા ઘૂંટણમાં દુખાવાના કારણે બહાર છે.
નાગપુર મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા પોતાનો વનડે ડેબ્યૂ કરી રહ્યા છે. ગૌતમ ગંભીરે યશસ્વીને કેપ આપી હતી જ્યારે મોહમ્મદ શમીએ હર્ષિત રાણાને કેપ આપી હતી. હર્ષિતને તાજેતરમાં પુણેમાં T20 શ્રેણી દરમિયાન કન્કશનના વિકલ્પ તરીકે રમવાની તક મળી હતી.
જ્યાં તેણે મેચનું પાસું પલટી નાખ્યું હતું. ભારતે આ મેચ 15 રનથી જીતીને શ્રેણી 1-3થી જીતી લીધી હતી. શુક્રવારે તા. 31 જાન્યુઆરીના રોજ રમાયેલી મેચમાં શિવમ દુબેની જગ્યાએ હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
વિરાટ કોહલી મેચમાંથી કેમ બહાર થયો?
જમણા ઘૂંટણમાં દુખાવાના કારણે વિરાટ કોહલી નાગપુર વનડેનો ભાગ બની શક્યો નહીં. વિરાટ કોહલીના જમણા ઘૂંટણ પર પાટો બાંધેલો હતો. ટીમ સાથે પ્રેક્ટિસ સત્રમાં જોડાતી વખતે કોહલી સાવધાનીપૂર્વક ચાલતો જોવા મળ્યો. ટોસ દરમિયાન, રોહિત અને બાદમાં BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ) એ વિરાટને સમસ્યા વિશે જાણ કરી.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11: બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ.
ભારતની પ્લેઇંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.
