Sports

કિંગ કોહલી રંગમાં, અડધી સદી ફટકારીઃ ગિલ-ઐય્યરે પણ ઈંગ્લેન્ડના બોલરોને ઝૂડ્યા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી રહી છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ ક્રીઝ પર છે. ભારતીય ટીમ આ ત્રણ મેચની શ્રેણી પહેલાથી જ જીતી ચૂકી છે. હવે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય આ મેચ જીતવાનું અને વન ડે શ્રેણીમાં બ્રિટિશ ટીમને વ્હાઇટવોશ કરવાનું છે.

મેચમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ગઈ મેચનો સદી બનાવનાર રોહિત શર્મા બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. રોહિત ફાસ્ટ બોલર માર્ક વુડની બોલિંગમાં વિકેટકીપર ફિલ સોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે બે બોલમાં ફક્ત 1 રન બનાવ્યો.

આ પછી શુભમન ગિલ અને વિરાટ કોહલીએ બાજી સંભાળી અને બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ. શુભમન ગિલે 51 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. કોહલીએ 50 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી છે. તે અંગત 52 રન બનાવી આદિલ રશીદની બોલ પર કેચ આઉટ થયો હતો. કોહલીએ 55 બોલમાં 52 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમમાં 3 ફેરફાર
આ મેચ માટે ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે સ્પિનર ​​વરુણ ચક્રવર્તી પગની પિંડીના દુઃખાવાના કારણે બહાર છે. કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંહને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ઇંગ્લેન્ડે જેમી ઓવરટનની જગ્યાએ ટોમ બેન્ટનને પ્લેઇંગ-11માં સામેલ કર્યો.

ભારત સિરિઝ જીતી ચૂક્યું છે
3 વનડેની સિરિઝ ભારત અગાઉ જ જીતી ચુક્યું છે. ભારતીય ટીમે નાગપુરમાં રમાયેલી શ્રેણીની પહેલી મેચ 4 વિકેટથી જીતી હતી. ત્યારબાદ રોહિત બ્રિગેડે કટક ODI માં પણ બ્રિટિશરો ને 4 વિકેટે હરાવ્યું. ભારતીય કેપ્ટન રોહિત શર્માનો કરિશ્મા કટકમાં જોવા મળ્યો. રોહિત 119 રનની તોફાની ઇનિંગ રમીને ફોર્મમાં પાછો ફર્યો.

Most Popular

To Top