National

નાગપુરમાં ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું થયું..

આજે મંગળવારે તા. 17 જૂનના રોજ નાગપુર એરપોર્ટ ઈન્ડિગોની એરલાઈન્સની એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતા ગભરાટ વ્યાપી ગયો છે. હજુ ગઈ તા. 12 જૂનના રોજ અમદાવાદમાં લંડન જતી એર ઈન્ડિયાની બોઈંગ 787 ફ્લાઈટ ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં 270 હતભાગી લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ પ્લેનની મુસાફરી કરતા લોકો ડરી રહ્યાં છે ત્યારે આજે નાગપુરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થતા અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે મંગળવારે સવારે કોચીથી દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનું નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ નાગપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. મુસાફરોને સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતાર્યા બાદ વિમાનની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે.

Most Popular

To Top