તા. 2.2.22ના ચર્ચાપત્રોમાં એક ચર્ચાપત્રીએ 108 એમ્બ્યુલન્સ સેવાને ગુજરાત સરકારની ઉત્તમ સેવાઓમાંથી એક ગણાવી છે. આ ચર્ચાપત્રીસ ાચી હકીકતોથી અજાણ છે. હકીકત એ છે કે 2010માં કેન્દ્રની યુપીએ સરકારના વડા મનમોહન સિંહે દેશની આરોગ્ય સેવાઓને વધુ પ્રજાલક્ષી અને બહેતર બનાવવા 108 એમ્બ્યુલન્સ સેવાને રાષ્ટ્રવ્યાપી ધોરણે મંજુરી આપી દરેક રાજયોને એની વસ્તી મુજબ એમ્બ્યુલન્સો અને આરોગ્ય સેવા માટેનું ભંડોળ ફાળવ્યું હતું. પરંતુ તે સમયથી ગુજરાત સરકારના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાંથી મોકલાયેલ એમ્બ્યુલન્સો ઉપર પોતાના ફોટા લગાડી તેના ઉપર ‘ગુજરાત સરકાર’ લખાવી પ્રજાને ઉલ્લુ બનાવવાનુન દુષ્કૃત્ય કરેલું જે તે સમયે આ બાબતે ઉહાપોહ પણ થયેલો પરંતુ સૌમ્ય સ્વભાવના મનમોહન સિંહે વિવાદને ખાસ મહત્વ આપ્યું ન હતું. નરેન્દ્ર મોદી બીજી સરકારની યોજનાઓને પોતાના નામે ચડાવવામાં લાજ કે શરમ નથી અનુભવતા. ઢોંગ, નાટકબાજી અને ભવ્ય તમાશા એમના ધારદાર હથિયાર છે. માત્ર ગુજરાત નહીં આખા દેશમાં 108 સેવા ઉપલબ્ધ બનાવાયેલ છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે