Dakshin Gujarat

ઉમરગામમાં પતિએ પત્નીના પિયર પહોંચી મોબાઈલ માંગ્યો, ના પાડતાં ચપ્પુના ઘા ઝીંક્યા

ઉમરગામ: ઉમરગામમાં પતિ (Husband) સાથે અવારનવાર ઝઘડો થતો હોવાથી પત્ની (Wife) પિયર રહેવા આવી ગઈ હતી. પતિ પિયરમાં રહેતી પત્નીના ઘરે આવી પહોંચ્યો હતો અને તેની પાસે મોબાઈલ ફોનની (Mobile Phone) માંગણી કરી હતી. જો કે પત્નીએ આપવાની ના પાડતાં પતિએ ઉશ્કેરાઈને પત્ની ઉપર ચપ્પુ (Knife) વડે હુમલો (Attack) કર્યો હતો અને ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની ફરિયાદ પરિણિતાના મોટાભાઈએ ઉમરગામ પોલીસ મથકમાં (Police Station) કરી હતી.

ઉમરગામ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ઉમરગામ તાલુકાના ગાંધી વાડીમાં રહેતા પ્રદિપ નંદલાલ રાજભરીની નાની બહેન નિશાએ ચંદન સુરેન્દ્ર મિશ્રા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. હાલ તેઓ ઉમરગામ ફાટક પાસે ભાડાના રૂમમાં રહે છે. ચંદન મિશ્રા નાની-નાની બાબતોમાં ઝગડો કરી માનસિક-શારીરિક ત્રાસ આપતો હોવાથી પત્ની નિશા કંટાળી તેના પિયર ઉમરગામમાં રહેવા આવી ગઈ હતી.

ચંદન મિશ્રા સાંજના છેડે પિયરમાં રહેતી પત્ની નિશા પાસે આવ્યો હતો અને તેની પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો, જે નહીં આપતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ઘરમાંથી ચપ્પુ લાવી નિશા ઉપર હુમલો કર્યો હતો. જેમાં નિશાના પીઠ તથા પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતાં હુમલો કરનાર પતિ ત્યાંથી ભાગી છૂટયો હતો. ઈજાગ્રસ્ત નિશાને સારવાર માટે ગાંધીવાડી દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર માટે સેલવાસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની ફરિયાદ નિશાના મોટાભાઈ પ્રદિપ રાજભારીએ ઉમરગામ પોલીસ મથકમાં કરી હતી.

અંક્લેશ્વરમાં ભત્રીજાઓએ મકાન ખાલી કરવા બાબતે કાકાને માર માર્યો
અંકલેશ્વર: અંકલેશ્વરના રવીદ્રા ગામના મોટા ફળિયામાં ત્રણ ભત્રીજાએ મકાન ખાલી કરાવવા આવેલા કાકાને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વર તાલુકાના રવીદ્રા ગામના ભૈયાત ફળિયામાં રહેતા સઈદ કાસમ વડિયા ગામના મોટા ફળિયામાં પોતાના પિતાજીના મકાન ખાતે ગયા હતા. જ્યાં તેઓના મકાનમાં રહેતા ભત્રીજા સલીમ અબ્દુલ મલિક વડિયા, સફી હફીઝ વડિયા, કાસમ હફીઝ વડિયાને મકાન ખાલી કરવાનું કહેતાં આ ત્રણેય ભત્રીજાએ કાકા સાથે ઝઘડો કરી તેઓને અપશબ્દો ઉચ્ચારી કુહાડીનો પાછળનો ભાગ મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પાનોલી પોલીસે ગુનો નોંધી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top