વલસાડ : એશિયામાં (Asia) સૌથી નાની વયે 3 મિનિટમાં 192 ઘૂંટણ કિક (Knee kick) મારી ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Greenies Book of World Records) નામ નોંધાવી વલસાડના (Valsad) રુદ્ર ઇતિહાસ રચ્યો છે અને વલસાડનું ગૌરવ વધાર્યું છે. રુદ્રએ તેના અગાઉ પાકિસ્તાનના મોહમંદ રશીદ દ્વારા બનાવવામાં આવેલ 178 ઘૂંટણ કીકનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના ઉદ્યોગપતિ મીનેશ ભાઈ પટેલનો પુત્ર રુદ્રને નાનપણથી જ કંઈક કરી બતાવવાની અનોખી ધગશ હતી. તેણે બીડીસીએ ખાતે ચાલતા કરાટે ક્લાસમાં કરાટેમાં 5 ડીગ્રી બ્લેક બેલ્ટ મેળવનાર કરાટે કોચ વિસ્પી બાજી કાસદ અને તલવાર બાજીમાં 1 ડીગ્રી બ્લેક મેળવનાર રીટા દેસાઈ માર્ગદર્શનમાં કલાસમાં પ્રવેશ મેળવી 3 વર્ષ સુધી તાલીમ લીધી છે. રુદ્ર એશિયામાં સૌથી નાની ઉંમરે કરાટે કેટેગરીમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી સિદ્ધિ મેળવી છે. બન્ને પગમાં 5 કિલો વજન બાંધી 3 મિનિટમાં 192 કીક મારીને પોતાનું નામ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત કરાવ્યુ છે. રુદ્રએ જણાવ્યું કે તેણે મેળવેલી સિધ્ધિનો શ્રેય તે તેના ગુરુ અને માતાપિતા અને દાદીને આપે છે. તેઓના પ્રોત્સાહન અને સહયોગ વિના તેની સિદ્ધિ અધૂરી હોવાનું તેણે જણાવ્યું હતું રુદ્રના પિતા ઉધોગપતિ છે. જ્યારે માતા હાઉસ વાઈફ છે. તેની આ સિદ્ધિ મેળવવા બદલ વલસાડ મોંઘાભાઈ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલના હસ્તે તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
શ્વાનની આધ્યાત્મિક ભક્તિ, ૯ દિવસે જંબુસર સંઘ સાથે ૯૬ કિ.મી પગપાળા ચાલ્યો
સુરત: જંબુસરથી અંબાજી પગપાળા નીકળેલા જય ભવાની પદયાત્રા સંઘ સાથે વડોદરાના વડુ ગામથી શ્વાન જોડાયો હતો. જેને ૯ દિવસ પગપાળા સંઘ જોડે ૯૬ કિ.મી. ચાલી માઇ ભક્તિનું અનોખું ઉદાહરણ અપાતાં સૌ કોઈને અચરજમાં મૂકી દીધા છે. ભરૂચ જિલ્લાના જંબુસર જય ભવાની પદ યાત્રા સંઘ અંબાજી ભાદરવી પૂનમ ભરવા પગપાળા નીકળ્યો હતો. વડોદરા જિલ્લાના વડુ ગામે સંઘ પ્રવેશતા જ ૨૦ કિલોમીટર પહોચેલા સંઘ સાથે એક શ્વાન જોડાયો હતો. આ શ્વાન સંઘ સાથે જોડાઈ તેમની સાથે જ અંબાજીનાં દર્શન કરવા પગપાળા નીકળ્યો હતો. આજે ૯ દિવસથી આ શ્વાન સંઘ સાથે ચાલી અનોખી માઇ ભક્તિ કરી રહ્યો છે. જેને જોઈ સંઘના લોકો અને રસ્તામાં દરેક તેને જોઈ આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે. એક મહિલાએ આ શ્વાનને ખવડાવવા રૂ.૫૦૦નું દાન પણ આપ્યું હતું.