Vadodara

ઘૂંટણની સર્જરીના ખોટા બીલો બનાવનાર ડોક્ટર, કર્મચારી સહિત ત્રણની ધરપકડ

વડોદરા: ઘૂંટણની સર્જરીના ખોટા બીલો બનાવીને 2.58 લાખ રૂપિયાનો મેડિક્લેમ પકવવાનું તરકટ રચનારા ડોક્ટર, લેબોરેટરીના કર્મચારી અને પતિ -પત્ની વિરુદ્ધ ઇન્સ્યોરન્સ કંપનીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે છેતરપિંડીના ગુના હેઠળ ડોક્ટર, લેબોરેટરીના કર્મચારી અને મેડીક્લેમ ધારકના પતિની અટકાયત કરી હતી, મેડિક્લેમ રજૂ કરનારી મહિલા હજી સુધી પોલીસની પકડમાં આવી નથી.

અમદાવાદમાં રહેતા ડો. કેયુર પટેલ રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં ઈન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે, જનરલ ઇન્સ્યોરન્સ પોલિસી આપવાનું કામ કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી કંપનીમાંથી સેજલબેન ભાવેશ કુકડિયા(રહે, કાન્હા ગોલ્ડ રેસિડેન્સી, ડભોઇ રોડ, વડોદરા) હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવ્યો હતો.

ત્યાર બાદ ટીપીએ કંપનીને તેઓનો મેડિક્લેમ પકવવા માટે સારવારને લગતા કાગળો તૈયાર કરીને કંપનીને સોંપ્યા હતા. સેજલબેને કંપનીમાંથી 27 એપ્રિલ-2019ના રોજ પોલીસી લીધી હતી, જેની મુદત 26 એપ્રિલ-2020 સુધી હતી. ત્યારબાદ સેજલબેને 16 જુલાઇ-2020ના રોજ ડોકયુમેન્ટ્સ ટીપીએ કંપનીને જમા કરાવી 2,58,984નો મેડિક્લેમ મેળવવા અરજી કરી હતી. જેથી કંપનીને શંકા જતા અમારી કંપનીએ ખાનગી ઇન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપી હતી.

તપાસ દરમિયાન સેજલબેને વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે આવેલી સંન્નધી હોસ્પિટલના બીલ તથા લેબોરેટરીના રિપોર્ટ રજૂ કર્યાં હતા .તપાસ દરમિયાન હોસ્પિટલના ડોક્ટર અનિમેષ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા રેકોર્ડમાં ખાતરી કરતા સેજલબેને હોસ્પિટલમાં સારવાર લીધી નથી.

અને હોસ્પિટલના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો છે, પરંતુ, પાછળથી જાણવા મળ્યું હતું કે, ડોક્ટર અનિમેષ સોલંકીએ જ સેજલબેનની સારવાર કરી ન હોવા છતાં ખોટી રીતે તેમની હોસ્પિટલમાં એડમિશનની એન્ટ્રી કરીને સારવારની મેડિકલ હિસ્ટ્રી નોંધ કરી, સેજલબેનની સર્જરી કરી, તેને લગતી દવાઓ તેમજ સર્જીકલ સામગ્રીનો ઉપયોગ કર્યો હોય.

તેવા તમામ ડોક્યુમેન્ટ બનાવીને સેજલબેનનો વીમો પકવવા માટે મદદ કરી હતી. સેજલબેને ઝવેરી પેથોલોજી લેબોરેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જે બાબતે પણ ઝવેરી પેથોલોજી લેબોરેટરીમાં તપાસ કરતા ડોક્ટર અંકિત ઝવેરીએ જણાવ્યું હતું કે, લેબોરેટરી વર્ષ-2019માં બંધ થઈ ગઈ છે અને અમે કોઈ લેટરપેડ પર લખાણ આપ્યું નથી, અમારા લેટરપેડનો દુરુપયોગ થયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top