Sports

IPL 2025 માટે KKR એ પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી, વેંકટેશ ઐયરને ઉપ-કેપ્ટન પદ મળ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સૌથી પ્રિય ટીમોમાંની એક કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ IPL 2025 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. KKR એ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા અજિંક્ય રહાણેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને KKR દ્વારા ઉપ-કપ્તાનપદ સોંપવામાં આવ્યું છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે સત્તાવાર રીતે અજિંક્ય રહાણેને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને ઉપ-કપ્તાન પદ મળ્યું છે, તેમને ફ્રેન્ચાઇઝીએ 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. નવા કેપ્ટનની જાહેરાત કરતા, KKR ના CEO વેંકી મૈસૂરએ કહ્યું, “અમને અજિંક્ય રહાણે જેવો કોઈ ખેલાડી મળ્યો તેનો આનંદ છે, જે એક નેતા તરીકે પોતાનો અનુભવ અને પરિપક્વતા લાવે છે. ઉપરાંત વેંકટેશ ઐયર KKR માટે ફ્રેન્ચાઇઝ ખેલાડી રહ્યા છે અને તેમની પાસે ઘણા નેતૃત્વના ગુણો છે. અમને વિશ્વાસ છે કે તેઓ અમારા ટાઇટલ બચાવની શરૂઆત કરતી વખતે એક સારું સંયોજન બનાવશે.”

KKR ની કેપ્ટનશીપ મળતાં અજિંક્ય રહાણેએ કહ્યું, “IPL માં સૌથી સફળ ફ્રેન્ચાઇઝીઓમાંની એક કોલકાતા નાઈટ રાઇડર્સનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે. મને લાગે છે કે અમારી પાસે એક શાનદાર અને સંતુલિત ટીમ છે. હું બધા સાથે કામ કરવા અને અમારા ટાઇટલનું રક્ષણ કરવાના પડકારનો સામનો કરવા માટે ઉત્સુક છું.”

તમને જણાવી દઈએ કે કોલકાતાએ IPL 2024નો ખિતાબ જીત્યો હતો. KKR એ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતુંં. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં KKR ચેમ્પિયન બન્યું હતું પરંતુ IPL 2025 ની હરાજી પહેલા KKR એ તેના ચેમ્પિયન કેપ્ટન શ્રેયસ ઐયરને રિલીઝ કર્યો હતો. આ જોઈને બધાને આશ્ચર્ય થયું. ત્યારથી ટીમ નવા કેપ્ટનની શોધમાં હતી. IPL 2025 22 માર્ચથી શરૂ થશે. હવે KKR રહાણેની કેપ્ટનશીપમાં રમતા જોવા મળશે.

Most Popular

To Top