નવી દિલ્હી : કીવીના (Kiwi) સ્ટાર બેટ્સમેન (Star Batsman) માર્ટિન ગપ્ટિલે (Martin Guptill) એક મોટો નિર્ણય લીધોછે. તેઓ હવે કેન્દ્રીય કરારમાંથી મુક્ત થશે તેવું તેમેણે એક ઇન્ટરવ્યૂ આપતા કહ્યું હતું. અને ત્યાર પછીના બે જ દીવસ બાદ તેમેને બીજો સ્ટેપ લીધો છે. હવે કીવીનો આ સ્ટાર બેસ્ટમેન પોતાના દેશનો સાથ છોડ્યા બાદ તેના પાડોસી દેશ માટે રમવાનો નિર્ણય લઇ લીધૉ છે. અને આ પાડોસી દેશ એટલે કે ઓસ્ટ્રેલિયા છે. આનાથી પહેલા સ્ટાર બોલર ટ્રેટ બોલ્ટે પણ આવુ જ પગલું ભર્યું હતું. એટલૅ કે છેલ્લા ઘણા દિવસોથી કીવી ક્રિકેટ ટિમમાં મોટા બદલાવો થઇ રહ્યા હોઈ તેવું ચોક્કસ લાગી રહ્યું છે. ટિમને જોરનો ઝાટકો ધીરેથી લાગ્યો હોઈ તેવું કહી શકાય.
ટૂંકમાં જાણવી દઈએ શું છે આખી હકીકત
યાદ રહે કે માર્ટિન ગપ્ટિલ ન્યુઝીલેન્ડની ટિમનો ખુબ જ અનુભવી અને ધુંવાધાર બલ્લેબાજ છે.અને તેની ટિમ માટે તેઓ હંમેશા ઓપનિંગ ઇનિંગ રમેં છે.તો હવે તમે કદાચ વિચારી રહ્યા છે કે તે હવે ઓસ્ટ્રેલિયા માટે રમશે ? તો એવું નથી આપને જણાવી દઈએ કે,ઓસ્ટ્રેલિયાની T-20 લીગ એટલે કે બિગ બેશ લીગ માટેની ટિમ તરફથી તે રમશે.તેમને આગામી સિરાઝ માટે રેનેગેઝડ ટિમ તરફે સાઈન કરવામાં આવ્યા છે.આનાથી પહેલા ડાબાહાથના ફાસ્ટ બોલર ટ્રેટ બોલ્ટ ને મેલબોર્ન સ્ટાર્સ તરફથી મેજબાન ખેલાડીની જેમ ટિમમાં સમાવી લેવામાં આવ્યા હતા.અને હવે આ રીતે ગપ્ટિલ બીબીએલએમ માટે રમનાર નેયુઝીલેન્ડનો ત્રીજો ખેલાડી બનશે.
આ નિર્ણ્ય પછી ગપ્ટિલનું શું કહેવું છે ?
માર્ટિન ગપ્ટિલ BBL માટેની ક્લબમાં જોડાવા બદલ જણાવ્યું હતું કે, “હું રેનેગેડ્સમાં જોડાવા માટે ખુબ જ ઉત્સાહિત છું અને આ સિઝનમાં બિગ બેશનો ભાગ બનવા માટે ઉત્સુક છું.” ક્લબે પણ ગુપ્ટિલના હસ્તાક્ષર પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “માર્ટિન જેવા ખેલાડીને રેનેગેડ્સમાં જોડવાથી અમને આનંદ થાય છે અને તેણે અમારી ક્લબ માટે રમવાનું નક્કી કર્યું છે તે બદલ અમે ઉત્સાહિત છીએ. સમગ્ર લીગમાં માર્ટિનનો લાંબા સમયના પ્રદર્શન માટે તેમનો રેકોર્ડ જ બોલે છે કે તેઓ કઈ પ્રકારના ખેલાડી છે.