Entertainment

પ્રોસ્થેટિક મેકઅપના કિંગ વિક્રમ ગાયકવાડ

દિલ્હીમાં ફિલ્મ ‘’બેલ બોટમ’’ ની ટિમ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરીને આવી ગઈ છે, ત્યાં લારા દત્તાનો લુક રિવિલ થયો. લારા દત્તા ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે અને તેના લુકની ચર્ચા પણ ઘણી થઇ અને ટીકા પણ ઘણી થઇ રહી છે કે લારા દત્તાનો પ્રોસ્થેટિક મેકઅપ એકદમ નબળો થયો છે એટલે તે બિલકુલ ઇન્દિરા ગાંધી જેવી લાગતી નથી, પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટની ખુબ જ ટીકા થઇ રહી છે, લારા દત્તા ખુબ જ પ્રતિભાશાળી એક્ટ્રેસ છે એટલે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે કે લારા દત્તાએ ઇન્દિરા ગાંધીની ભૂમિકાને કેવો ન્યાય આપ્યો છે? લારા દત્તા ઇન્દિરા ગાંધી જેવી તો બિલકુલ લાગતી નથી પણ ટેલિવિઝન એક્ટ્રેસ નવની પરિહાર જેવી લાગે છે.

નવની પરિહાર ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી ચુકી છે અને મહેશ ભટ્ટની ફિલ્મમાં તમે એને જોઈ પણ હશે. લારાને જોઈ બિલ્કુલ ઇન્દિરા ગાંધી જેવું લુક નથી લાગતું પણ નવની પરિહારનું ઘડપણ દેખાય રહ્યું હોય એવું લાગે છે, પણ એમાં લારાનો દોષ નથી દોષ મેકઅપ આર્ટિસ્ટનો છે જોકે લારાનો મેક અપ તૈયાર કરનાર વિક્રમ ગાયકવાડ બોલીવુડમાં બહુ વિખ્યાત છે. લારા દત્તાએ પોતાનો પ્રોસ્થેટિક મેક અપ જાતે તૈયાર કર્યો નથી એટલે તમે લારા દત્તાને  દોષ આપી શકો નહિ, લારાનું કામ તો અભિનય આપવાનું છે મેકઅપ કરવાનું નથી, વિક્રમ ગાયકવાડ ઇન્દિરાનો લુક તૈયાર કરી શક્યા નથી, કારણકે લારા ઇન્દિરા ગાંધી જેવી નહીં પણ “ ભુજ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” ફિલ્મની એક્ટ્રેસ નવની પરિહાર જેવી લાગે છે, નવની પરિહાર ફિલ્મ “ભુજ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં ઇન્દિરા ગાંધી બની હતી

તમે રિચર્ડ એટનબરોની ‘’ગાંધી’’ ફિલ્મ જુઓ તો એમાં અદલ એક્ટર બેન કિંગ્સલે મોહનદાસ કરમચંદ ગાંધી જેવા દેખાય છે, એનો શ્રેય તમે ક્રિએટિવ અને મેકઅપ ટીમને આપો છો. રાજ કુમાર હિરાણીની ફિલ્મ ‘’મુન્નાભાઈ એમ.બી.બી.એસ’’ માં ગાંધી બાપુ બનેલા દિલીપ પ્રભાવલકર અદ્દલ બાપુ જેવા લાગતા હતા. લુકમાં કડક ટ્રાંસફોર્મેશન થયું હતું. આપણે ત્યાં પ્રોસ્થેટિક મેકઅપમાં જુઓ તો અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘’પા’’ માં અમિતજીના લુકમાં જબરજસ્ત ટ્રાંસફોર્મેશન થયું હતું, આ મહેનતનો શ્રેય તમારે મેકઅપ આર્ટિસ્ટને જ આપવો પડે. અત્યાર સુધી આપણે વિદેશી મેકઅપ આર્ટિસ્ટને જ ક્રેડિટ આપતા આવ્યા છીએ પણ આપણા હિન્દુસ્તાનના મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડને આપણે ભૂલી જઈએ છીએ. પ્રોસ્થેટિક મેકઅપમાં તેમણે હિન્દી , મરાઠી અને તમિલ ફિલ્મોમાં અલગ જ ઓળખ બનાવી છે. કમલ હસનની ફિલ્મ ‘ચાચી 420’ માં લક્ષ્મી ચાચીનો ગેટઅપ પણ પ્રોસ્થેટિક મેકઅપની જ કમાલ હતી.

તો ચાલો આપણે વિક્રમ ગાયકવાડ વિશે જાણીએ? મૂળ સુરતના ફિલ્મ ‘’મિર્ચ મસાલા’’ દિગ્દર્શક કેતન મહેતાની ફિલ્મ ‘’સરદાર’’ આવી હતી, એમાં પરેશ રાવલ બિલકુલ સરદાર પટેલ જેવા લાગતા હતા અને પરેશ રાવલને સરદાર પટેલમાં કન્વર્ટ કરનાર વિક્રમ ગાયકવાડ. કેતન મહેતાની ફિલ્મ ‘’સરદાર’’ માટે વિક્રમ ગાયકવાડને અપ્રોચ કરવામાં આવ્યો તે પહેલા 10 – 15 મેકઅપ આર્ટિસ્ટ પાસે સરદાર પટેલ જેવું નાક બનાવવા માટેની ટ્રાયલ લેવડાવવામાં આવી પણ કોઈ સરદાર જેવું નાક બનાવી શક્યા નહોતા ત્યાર બાદ વિક્રમને બોલાવવામાં આવ્યા તેમણે મીણના ઉપયોગથી સરદારનું નાક બનાવ્યું અને પરેશ રાવલને સરદાર પટેલનો લુક આપ્યો હતો,

વિક્રમ ગાયકવાડનું કહેવું છે કે પરેશ રાવલને મારા કામમાં શ્રદ્ધા હતી અને મને જેટલો સમય વધુ જોઈતો હતો તેઓ મને સમય પણ આપતા હતા. મારો પહેલો મેક અપ આર્ટિસ્ટ તરીકે પીરિયડ ફિલ્મનો સબ્જેક્ટ હતો અને સરદાર પટેલના લુકને ક્રિએટ કરવામાં હું સફળ રહ્યો હતો. હું જયારે પ્રોસ્થેટિક મેકઅપનું કામ ઇન્ડિયામાં કરતો હતો ત્યારે પ્રોસ્થેટિક મેકઅપનો સામાન ઇન્ડિયામાં અવેલેબલ પણ નહોતો. મારી મેકઅપ આર્ટિસ્ટ તરીકેની સફળ ફિલ્મ ‘સંજુ’ એમાં મારે સંજય દત્તના વિવિધ લુકના ઢળતી વયના ટ્રાન્સફોર્મમેશન દેખાડવાના હતા .

રાજુ હિરાણીએ મારા કામમાં વિશ્વાસ દેખાડ્યો અને રણબિર કપૂરને સંજુ બાબામાં ટ્રાન્સફોર્મ કરવામાં હું સફળ બન્યો હતો. હવે આગામી મણિરત્નમની અધધધ બજેટની ફિલ્મ ‘પોનીયન સેલવન’ માટે હું ઐશ્વર્યા રાય બચ્ચન , કારથી, આર્યા વિક્રમ ગાયકવાડ મેકઅપમાં લુક તૈયાર કરવાના છે. વિક્રમ મેકઅપ આર્ટિસ્ટ તરીકે તો  ફિલ્મમેકર અને પ્રોડ્યુસર માટે લકી રહ્યા છે તેમણે જેટલી પણ ફિલ્મોના પ્રોસ્થેટિક કે ક્રિએટિવ લુક આપ્યા છે તે તમામ ફિલ્મો સફળ રહી છે. વિક્રમ ગાયકવાડે ઓમકારા, દિલ્હી 6, 3 ઇડિયટ્સ ,કમીને, ઈશકિયા, ભાગ મિલખા ભાગ, હંટર, મિરઝિયા, ઇન્દુ સરકાર જેવી ફિલ્મોના મેક અપથી હટકે લુક આપ્યા છે અને આમિર ખાનની ફિલ્મ “દંગલ” ને ખૂબ વખાણવામાં આવી હતી.

Most Popular

To Top