Charchapatra

કીમ રેલ્વે સ્ટેશન અને નેતાજી સુભાષચંદ્ર બોઝ

કદાચ આપને હેડીંગ વાંચી થોડું કુતુહલ થશે. નેતાજી જયારે કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે સુરત જિલ્લાના હરિપુરા ગામને એક મોટો મોકો મળ્યો. કોંગ્રેસ પક્ષનું અધિવેશન ભ૨વા માટે હરીપુરાને પસંદ કરવામાં આવ્યું. આમ, માંડવી નજીક તાપી કિનારે આવેલ આ ગામને એક સોનેરી મોકો મળ્યો હતો.જયારે નેતાજી સુભાષચંદ્ર બોઝ આ ગામ પધાર્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ૫૧–જોડી બળદને જોડી ગાડામાં એમની ૨થ યાત્રા કાઢવામાં આવી હતી.

‘‘ હવે વાત કીમ રેલવે સ્ટેશનની’’ અધિવેશનમાં આખા દેશનાં નેતાઓ પધા૨વાનાં હતાં, તેમને હરીપુરા લઇ જવા માટે દેશની મુખ્ય રેલવે લાઇન, દિલ્હી વડોદરા મુંબઈ ઉપર આવેલા કીમ રેલવે સ્ટેશનની પસંદગી થઇ કેમકે કીમ સુરત કીમ માંડવીને જોડતી સડક ઉપર આવેલું હતું અને હરીપુરા પહોંચવા માટેનો તે ટૂંકો માર્ગ હતો, પરંતુ કીમ રેલવે સ્ટેશન તે સમયે પ્લેટફોર્મ વિનાનું ફ્લેગ સ્ટેશન હતું. આથી કોંગ્રેસ પક્ષની વિનંતીને લઇને કીમ રેલવે સ્ટેશનને અપગ્રેડ કરીને સિગ્નલ સ્ટેશન અને પ્લેટફોર્મની સુવિધા આપવામાં આવી હતી અને દેશભરનાં ડેલીગેટ કીમ રેલવે સ્ટેશન થઇને હરીપુરા પહોંચ્યા હતા. આમ કીમ રેલવે સ્ટેશન એક ઐતિહાસિક બનાવ સાથે જોડાયેલું છે. તો હવે જયારે સુરત કીમ માંડવી રોડ ઉપર કીમ ખાતે રેલવે ઓવરબ્રિજ બની ૨હ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે તેને ‘’નેતાજી સુભાષચંદ્ર બોઝ’ નું નામ આપી આ ઐતિહાસિક પ્રસંગની યાદગીરી રાખવી જોઇએ.
કીમ      -દિગ્વિજયસિંહ વાસદિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બારડોલીમાં જાંબાઝ પી.આઈ. મૂકો
બારડોલીમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી વધી ગઈ છે. ગુનેગારો જાહેરમાં ફરે છે. છતાં પોલીસ પકડતી નથી. હનીટ્રેપના આરોપીઓ બારડોલીમાં જાહેરમાં ફરતા દેખાય છે. આ આઠ માણસોની ટોળકી આખા બારડોલીને છેલ્લાં પાંચ વર્ષથી હેરાન કરી રહી છે.  છતાં પોલીસ કેમ પકડતી નથી? બારડોલીમાં પોલીસની કોઈ ધાક રહેલી નથી. અગાઉ ચાવડા સાહેબ જેવા જાંબાઝ પી.આઈ. હતા ત્યારે ગુનેગારો એમને જોઈને જ નાસી જતા. તેમના જેવા પી.આઈ.ની બારડોલીમાં જરૂર છે.
બારડોલી          – સોમનાથ જાદવ–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top