સુરત: કિમ-કોસંબાની (Kim-Kosamba) હોટેલમાં બાળ કિશોર પાસે મજૂરી કામ કરાવી શોષણ કરાતું હોવાની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે દરોડા પાડી 3 બાળ કિશોરોને (Child Labour) મુક્ત ર્ક્યા હતા. એટલું જ નહીં પણ હોટલ માલિકો (Restaurant Owner) બાળ કિશોરોને વેતન વગર 13-15 કલાક કામ કરાવી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવતા બન્ને હોટેલ માલિકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. હાલ પોલીસે ત્રણેય બાળકોને VR પીપાવાળા આશ્રમ મોકલી આપ્યા છે.
કોસંબા પોલીસે જણાવ્યું હતું કે, કિમ-માંડવી રોડ તરફ જતાં બિસ્મિલ્લાહ- હોટલના માલિક પોતાના હોટલમાં 12 અને 16 વર્ષના બે બાળ કિશોરોને હોટલમાં મજુરી કામે રાખી તેમની પાસે 13-14 કલાક મજુરી કામ કરાવી વેતન પણ નહીં આપતા હોવાની બાતમીના આધારે AHTUની ટીમ દ્વારા રેડ કરી બન્ને બાળકોનું રેસ્ક્યુ કરી છોડાવવામાં આવ્યા હતાં. તપાસમાં બન્ને બાળ કિશોરોનું શોષણ પણ કરાતું હોવાની સામે આવ્યું છે. જેને પગલે હોટલ સંચાલક નુર મોહમ્મદ સગીર હસન (રહે., હાલ-રૂમ નં-૪, મેહબુબ નગર, પાલોદ કિમ) (મુળ રહે., કનાઈપુરવા ગામ તા-જીલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
માંડવી પોલીસે જણાવ્યું હતું કે, કરંજ-માંડવી તરફ જતાં મેઈન રોડ બાજુમાં ‘ઝમ ઝમ કેટરર્સ’ બિરીયાની હોટલમાં એક (તેર) 13 વર્ષના બાળ કિશોર મજુરી કામ કરતા પકડાય ગયો હતો. તપાસ કરતા 14 કલાક મજુરી કામ કરાવાતું હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં પણ વેતન નહીં આપી તેનું શોષણ કરતા હોવાનું સામે આવતાં રેસ્કયુ કરી છોડાવવામાં આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, હોટલમાંથી છોડાવવામાં આવેલા ત્રણેય બાળ કિશોરોને કતારગામના V.R.પીપાવાલા આશ્રમમાં રાખવામાં આવ્યો છે. તેમજ હોટલ સંચાલક નુર મોહમ્મદ સગીર હસન અને સલામુદિન રુસ્તમઅલી શેખ (ઉ.વ.33) (હાલ રહે., રૂમ.નં-8 ગ્રરાઉન્ડ ફ્લોર અનુપમ રેસીડેન્સી કરજ તા.માંડવી) (મુળ રહે., બહરેજ પોસ્ટે, તા.કુવારીક, જી-ધમનપુર, ઉત્તર પ્રદેશ) વિરુદ્ધ જીવેનાઈલ જસ્ટીસ એકટ (કેર 5 એંડ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન) એક્ટ-2015ની કલમ 79 કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ડિટેઈન કરી આગળની કાર્યવાહી માટે કામરેજ પોલીસને સોપવામાં આવ્યો છે.