સુરત: (Surat) સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ (Kim) ગામમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પતિએ (Husband) પોતાની પત્નીની (Wife) ચપ્પુના સંખ્યાબંધ ઘા ઝીંકી હત્યા (Murder) કર્યા બાદ તેના મૃતદેહ પાસે બેસી વીડિયો (Video) બનાવ્યો હતો અને તે શેર કર્યો હતો. ત્યાર બાદ ઘરેથી ભાગી જઈ ટ્રેન સામે કૂદીને આપઘાત (Suicide ) કરી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કિમ ગામમાં રહેતા હરીશચંદ્રની લાશ કિમ-કઠોદરાના રેલવે ટ્રેક પરથી મળી હતી. તેની તપાસ કરતા ખબર પડી કે હરીશચંદ્રએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યો છે. હરીશચંદ્રના મોબાઈલમાં પોલીસને એક વીડિયો મળ્યો હતો, જે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.
વાત એમ છે કે હરીશચંદ્રએ પત્ની કિરણની હત્યા કર્યા બાદ તેની બાજુમાં બેસી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે પત્ની પર ગુસ્સો કાઢ્યો હતો. પત્ની વિશે અપશબ્દો બોલ્યો હોત. તે વીડિયોમાં બોલતા સાંભળવા મળ્યો હતો કે, ‘કુછ પૂછો મત, ઈસલિયે આજ મેને ઈસકા ખૂન કરી દીયા હૈ..’ આ વીડિયો તેના સસરાને મોકલવા હરીશચંદ્રએ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ફોરવર્ડ થઈ શક્યો નહોતો.
આ ઘટનાની વિગત એવી છે કે કિમ ગામમાં સોમવારે સવારે અંબિકા નગર સોસાયટીમાં રહેતી કિરણ (ઉં.વ. 22) ઠંડે કલેજે હત્યા કરી તેના પતિ હરીશચંદ્ર રામમનોહર નિશાદ (મૂળ વિનાયકપુર, અયોધ્યા ઉત્તરપ્રદેશ, હાલ રહે. અંબિકા નગર, કિમ-કઠોદરા) ભાગી ગયો હતો. હરીશચંદ્ર પત્નીની હત્યા કર્યા બાદ મકાનને તાળું મારી સાઈકલ પર ભાગ્યો હતો. નવાઈની વાત એ છે કે હજુ 6 મહિના પહેલાં જ હરીશચંદ્ર અને કિરણના લગ્ન થયા હતા, પરંતુ બંને વચ્ચે ખૂબ ઝઘડા થયા કરતા હતા.
કિમ-કઠોદરા રેલવે ટ્રેક પર હરીશની લાશ મળી
સાઈકલ પર ભાગી ગયેલા હત્યારા પતિ હરીશચંદ્રને પોલીસ શોધી રહી હતી ત્યારે તેની લાશ કિમ કઠોદરા વચ્ચેના રેલવે ટ્રેક પરથી મળી હતી. તેના ભાઈ ફૂલચંદે લાશ ઓળખી હતી. પોલીસનું અનુમાન છે કે હત્યા કર્યા બાદ તરત જ હરીશે ટ્રેન સામે કૂદી આપઘાત કર્યો હોઈ શકે છે. લાશ પાસે તેના બેલ્ટ, ચંપલ અને શર્ટ મળ્યા હતા.