ગોધરા: ગોધરાના આઠ વર્ષના કિહાનખાન ફિરોઝખાન પઠાણ કોરોના યોદ્ધા તરીકે 165 સંસ્થાઓ દ્વારા, ચાર વર્લ્ડ અને રાષ્ટ્રીય કક્ષાના રેકોર્ડ માટે , દેશ ભક્તિ એવોર્ડ માટે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ વૃક્ષારોપણ માટે, ગાંધી જયંતિ ડ્રોઇંગ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન માટે, ફોટોગ્રાફિ માટે, અક્ષર લેખન માટે, ફેન્સી ડ્રેસ અને વોક માટે સન્માનિત થયેલ છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ મોસ્ટ ચાર્મિંગ બોયનો એવોર્ડ અને મોસ્ટ બ્યુટીફૂલ પર્સન ઓફ ઈન્ડિયા 2020થી સન્માનિત થયેલ છે.
લોકડાઉનના સમય દરમિયાન વીડિયો, પોસ્ટર, પિક્ચર, એક્ટિંગ અને વોઇસ મેસેજ મારફતે જાગૃતિનો સંદેશ આપેલ છે. જેના ભાગરૂપે વિદેશ અને ભારતની 165 સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં અત્યાર સુધીના સૌથી યુવા નવયુવાન કોરોના વોરિયરને સર્વોચ્ચ પ્રમાણપત્ર, હોપ ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, OMG રેકોર્ડ, સ્ટાર વર્લ્ડ રેકોર્ડ અને સ્પેશિયલ પેટ્રીઅટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગોધરાના લેખક, પ્રિન્સિપાલ અને મેન્ટર ફિરોઝખાન પઠાણના પુત્ર કિહાનખાન ફિરોઝખાન પઠાણને પશ્ચિમ આફ્રિકા, ફિલિપાઇન્સ, કેનેડા, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પોંડિચેરી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને પંજાબની સંસ્થાઓ દ્વારા શ્રેષ્ઠ સંદેશવાહક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
કિહાનખાનને માનવ સેવા સન્માન, બાળ યોદ્ધા, કોરોના કર્મવીર, બાળ સામાજિક કાર્યકર્તા, સેવા યોદ્ધા, રાહત અથવા સિપાહી, શક્તિ યોદ્ધા સન્માન, કર્મ યોદ્ધા સન્માન, બાળ સામાજિક કાર્યકર્તા, સેવા યોદ્ધા, રાહત સિપાહી, શક્તિ યોદ્ધા સન્માન, કર્મ યોદ્ધા સન્માન, બાળ સામાજિક કાર્યકર્તા, પ્રેમ રાષ્ટ્રીય સુરક્ષા દળ ઓનર્સ, એચ. એફ. એફ. હીરો, કોવિડ 19 હીરો એવોર્ડ, કોવિડ વોરિયર પ્રાઇડ ઓનર, દાદા સાહેબ ફાલ્કે એનજીઓ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં
આવ્યા છે.