સુરત: ભેસ્તાનમાં બુધવારની મધરાત્રે બે યુવકોને લોકોએ જાહેરમાં ઘા મારી મેથીપાક આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્ત (Injured) બન્ને અપહરણ કરનાર હોવાનું અને બે મિત્રોને (Friend) ઉપરા ઉપરી ઘા મારી ઘાયલ કરી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ગલફ્રેન્ડને મિત્રના નામે મેસેજ (Message) કરાવી મિનરલ વોટરના વેપારીને ઉપાડી ગયા બાદ માર મારી છોડી દીધા બાદ બન્ને યુવકો લોકોના હાથે પકડાય જતા ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે મધરાત્રે લગભગ 12:05 મિનિટે 108માં બે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બન્ને યુવકોને અજાણ્યા ઈસમોએ જાહેરમાં માર મારી ચપ્પુના ઘા માર્યા હોવાની વાત સામે આવી હતી. જોકે હુમલા પાછળનું કારણ જાણી શકાયું ન હતું. ઇજાગ્રસ્ત બન્ને પહેલા અજાણ્યા તરીકે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એકનું નામ રાજ સુઈ અને બીજાનું નામ સુરજ પાંડે હોવાનું સામે આવ્યું હતું.
દિપક પાઠક નામના યુવકે ટેલિફોનિક જણાવ્યું હતું કે આ બાબત ગલફ્રેન્ડને મિત્રના નામે મેસેજ મોકલી મિત્રોને અંદરો અંદર લડાવવાના પ્રયાસથી શરૂ થઈ હતી. મિત્રની ગલફ્રેન્ડને પ્રવીણના નામે મેસેજ મોકલો ગાળો અપાઈ હતી. એ બાબતે રાજ સુઈ અને સુરજ પાંડે મંડળીએ બપોરે પ્રવીણને પૂછપરછ માટે બોલાવી ઢોરની જેમ ફટકાર્યો હતો. જેથી પ્રવીણ એ પોલીસ ને ફરિયાદ કરી અંદર ગ્રાઉન્ડ થઈ ગયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, પ્રવીણ ને શોધતા રાજ અને સૂરજે રાત્રે બે બાઇક ઉપર 7 જણા સાથે આવી હર્ષ પાઠક (સગા ભાઈ) ને ચપ્પુ મારી બાઇક પર ઉપાડી ગયા હતા. એક કલાક સુધી ફેરવી માર માર્યા બાદ રસ્તા પર છોડી દીધો હતો. એ દરમિયાન પરિવાર અને મિત્રો હર્ષને શોધવા નીકળ્યું હતું. બાઇક ઉપર ભાગતા રાજ અને સુરજ ને જોઈ પીછો કરતા બન્ને સ્લીપ ખાય ગયા હતા. લોકોના હાથે ચડી જતા જાહેરમાં માર મરાયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે હર્ષ મિનરલ વોટર સપ્લાય કરે છે. પરિવાર નો આર્થિક આધાર છે. ટપોરી ગિરી કરતા રાજ અને સૂરજ વિસ્તારમાં વર્ચસ્વ ઉભું કરવા માગે છે. આખી ઘટના લોકોની નજર સામે બની છે. બપોરનો ઝગડો રાત્રે ફરી ઉગ્ર બનવા પાછળ હર્ષનું અપહરણ છે. હાલ લોકોના હાથે ઘવાયેલા બન્ને સિવિલમાં દાખલ છે. જ્યારે હર્ષ અને પ્રવીણને ખાનગીમાં સારવાર લીધા બાદ ઘરે છે.