ઈ અભિનેત્રી લોકોમાં મોટી અપેક્ષા જગાવે પણ એ વખતે તેની પાસે લોકોની અપેક્ષા સંતોષી શકે એવી અને એટલી ફિલ્મ ન હોય તો બધી પ્રતિભા છતાં કારકિર્દી આગળ વધી શકતી નથી. કિયારા અડવાણી વિશે બિલકુલ એમ જ બન્યું છે. તે પોતાને વધારે સારી રીતે ગોઠવી શકી હોત, પણ તેની ફિલ્મો જ નથી આવતી તો લોકો શું કરે? હમણાં તેણે ‘કબીર સીંઘ’ રજૂ થયાનાં પાંચ વર્ષ થયાં તેનો આનંદ વ્યક્ત કરેલો, પણ તેની પાસે આ રીતે ઉજવવા જેટલી બીજી ફિલ્મો ઉમેરાઈ નથી તેનો અફસોસ પણ વ્યક્ત કરવો જોઈએ. કિયારા સાથેના લગ્ન પછી સિધ્ધાર્થ મલ્હોત્રાની કારકિર્દીમાં સારો ફેરફાર આવ્યો છે. પણ એવું કિયારા વિશે નથી બન્યું.
કિયારા પાસે થોડું હેમામાલિની જેવા લુકસ છે. તે દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટની જેમ બ્યુટીફુલ છે અને ગ્રેસફુલ પણ છે. ખૂબ રૂપાળી હોવા છતાં આપણી આસપાસની જ હોય એવી સાહજિકતા તેનામાં છે. પ્રેક્ષકોના દરેક વર્ગને ગમે તેવું તેનું સૌંદર્ય છે અને તેમાં નિર્દોષતા પણ રહેલી છે. કિયારા વિત્યાં થોડાં વર્ષમાં આવેલી અભિનેત્રીઓમાં ખાસ છે, પણ કદાચ તેનું પબ્લિક રિલેશન બહુ સારું નથી. તે મોટા મોટા પ્રોજેક્ટ મેળવી શકતી નથી. આ બાબતે ક્રિતી સેનોન, દિશા પટાની વગેરેને સારી ગણવી જોઈએ. અરે, કરીના કપૂર જેવી પાસે પણ ક્યિારા પાસે હોય તેનાથી વધુ ફિલ્મો છે. અલબત્ત, કિયારાની આવનારી ફિલ્મોની સંખ્યા તો ઘણી છે પણ આજકાલ નિર્માતાઓ ત્યારે જ પોતાની ફિલ્મના શૂટિંગ આગળ વધારે છે, જ્યારે તેમના સ્ટાર્સના નામે નવી સફળતા ઉમેરાતી હોય. કિયારાના નામે તો ગયા વર્ષની ‘સત્ય પ્રેમ કી કથા’ સિવાય કાંઈ નથી. ‘શેરશાહ’ ‘ભૂલ-ભુલૈયા-2 ’ જેવી સફળતા રિપીટ થવી જોઈએ.
બાકી તેને લઈને સંજય ભણશાલી પણ ‘બૈજુ બાવરા’ બનાવવા માંગે છે પણ ભણશાલીની ફિલ્મ તો બનીને રજૂ થાય પછી જ કાંઈ કહેવાય. એ જ રીતે ફરહાન અખ્તરે ‘ડોન3: ધ ફાઈનલ ચેપ્ટર’માં પણ તેને રણવીર સિંઘ સાથે લીધી છે પરંતુ આવી ફિલ્મો ઝડપથી બનતી નથી. અરે કિયારા પાસે તો ઋતિક રોશન સાથેની ‘વૉર-2’ પણ છે. આ બધી આવનારી ફિલ્મો તેની આવતી કાલને વધારે સારી બનાવે તેવી શક્યતા છે. તે પોતાને લોકપ્રિય બની શકે તેવી અને ટોપ સ્ટાર્સ સાથેની ફિલ્મોથી જોડે છે. રામચરન અને સૂર્યા સાથેની ‘ગેમ ચેન્જર’ પણ તેના માટે ઘણી મોટી છે. કારણકે એસ.શંકર તેના દિગ્દર્શક છે. આ બધી ફિલ્મોથી તે ખૂબ સારી એકટ્રેસ હોવાની ઓળખના બદલે ટોપ એક્ટ્રેસ હોવાની ઓળખ ઊભી કરશે. ‘સ્પિરીટ’માં તો તે પ્રભાસની હીરોઈન બની છે અને તે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ છે. એક ફિલ્મ પતિ સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની પણ છે પરંતુ આ ફિલ્મો આવતી કાલની સંભાવના તરીકે છે. શું તે દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ વગેરેની જગ્યાએ છવાઈ જશે? આશા તો છે પણ સવાલ વચ્ચેના સમયનો છે. જો વાનગી હજુ રંધાતી હોય તો તેના સ્વાદ વિશે પહેલાંથી કાંઈ કહી ન શકો. •
કિયારા કમાલ તો કરશે, પણ ક્યારે?
By
Posted on